2.44 લાખ નાગરિકે મિડલ ઈસ્ટમાંથી ભારતમાં કરી ‘ઘરવાપસી’
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે વિદેશ મંત્રાલયની જાણો લેટેસ્ટ અપડેટ, હજુ પણ હજારો ભારતીયો ફસાયેલા
પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષની વચ્ચે સરકારે ગઈકાલે જણાવ્યું કે 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં લગભગ 2.44 લાખ ભારતીય નાગરિક ભારત પરત ફર્યા છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અંગે વિદેશ મંત્રાલયે પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે મિડલ ઈસ્ટના સંઘર્ષમાં અત્યાર સુધીમાં પાંચ ભારતના મૃત્યુ થયા છે, જ્યારે એક વ્યક્તિ ગુમ છે. ઓમાનના સોહર શહેરના હુમલામાં બે ભારતીયના મોત થયા હતા, જે રાજસ્થાનના જયપુરમાં પરિવારને સોંપવામાં આવ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે ગઈકાલે મેં જણાવ્યું હતું કે લગભગ 650 લોકો ઈરાનથી આર્મેનિયા અને અઝરબૈજાનથી ભારત આવ્યા છે, જેને કારણે તેઓ પરત ફરી શક્યા છે. 650 લોકોમાં વધુ પચાસ ભારતીય જોડાયા છે, જે આર્મેનિયા ગયા હતા. એના સિવાય અમુક લોકો અઝરબૈજાન ગયા છે.
તેમણે કહ્યું કે ગઈકાલે મેં જે 284 શ્રદ્ધાળુ અંગે અપડેટ આપી હતી, જે ઈરાન ગયા છે તેઓ સફળતાપૂર્વક આર્મેનિયા પહોંચી ગયા છે. એ 284 તીર્થયાત્રીમાંથી 130 દિલ્હી પહોંચશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તેમની સાથે કંટ્રોલ રુમ સતત સંપર્કમાં છે, પરંતુ હવે ઈમેલ અને કોલની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષ વચ્ચે બ્રિક્સ અંગે પૂછવામાં આવ્યા પછી તેમણે કહ્યું કે બ્રિક્સમાં અમારી પાસે પ્રમુખપદ છે. વધતા સંઘર્ષ વચ્ચે બ્રિક્સમાં અનેક સભ્યો કામ કરે છે. અલગ અલગ દેશ દ્વારા અપનાવવામાં આવેલા વલણની વચ્ચે પણ અત્યારના વલણને પારખવાનું મુશ્કેલ છે, પરંતુ સંબંધિત પક્ષોની સાથે વાટાઘાટો કરવામાં આવે છે.
એડિશનલ સેક્રેટરી અસીમ આર મહાજને કહ્યું કે 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 2,44,000 નાગરિક ભારત પરત ફર્યા છે. એરલાઈન્સ ઓપરેશન અને સુરક્ષા સંબંધિત ચિંતાઓના આધારે મર્યાદિત ગેર-નિર્ધારિત ફ્લાઈટનું સંચાલન કરવાનું ચાલુ છે. 16મી માર્ચે યુએઈના એરપોર્ટ પરથી ભારત માટે લગભગ 65 ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવી હતી, જ્યારે યુએઈથી અલગ અલગ પ્લેસથી 70 ફ્લાઈટ્સ આવવાની અપેક્ષા છે. ઉપરાંત, ઓમાનથી ભારતના અનેક શહેર માટે ફ્લાઈટ ઓપરેટ કરે છે.
બ્રિક્સ દેશના ક્યા દેશ સભ્ય છે, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. 2024માં તેની સંખ્યા વધારીને ઈજિપ્ત, ઈથિયોપિયા, ઈરાન અને યુએઈ પણ સામેલ છે અને 2025માં ઈન્ડોનેશિયાનો પણ સામેલ થયું છે.
