March 18, 2026
મની મેનેજમેન્ટ

પોસ્ટ ઓફિસમાં ₹2 લાખ જમા કરો, મેળવો ₹ 89,990 વ્યાજ!

Spread the love

પોસ્ટ ઓફિસની 5 વર્ષની ટાઈમ ડિપોઝિટ સ્કીમ: સુરક્ષિત રોકાણ અને બેંકો કરતા વધુ વ્યાજની ગેરંટી

ભારતીય પોસ્ટ ઓફિસે પોતાના ગ્રાહકોને પોસ્ટ સેવાની સાથે સાથે અનેક પ્રકારની બેન્કિંગ સેવા પણ પૂરી પાડે છે. પોસ્ટ ઓફિસમાં તમે અનેક પ્રકારના બચત ખાતામાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસની અમુક સ્કીમમાં તો દેશની દિગ્ગજ બેંકો કરતા પણ વધુ વ્યાજ આપે છે. પોસ્ટ ઓફિસની ટીડી સ્કીમ અંગે જણાવીએ, જે તમને બેંકની એફડીના માફક હોય છે અને ગેરન્ટી સાથે ફિક્સ ઈન્ટરેસ્ટની સાથે પૂરા પૈસા પણ મળે છે, જેમાં તમે બે લાખ રુપિયા જમા કરીને 89,990 રુપિયાનું બમ્પર વ્યાજની કમાણી કરી શકો છો.

પોસ્ટ ઓફિસમાં તમે એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ અને પાંચ વર્ષની મુદત માટે એફડી ખોલાવી શકો છો. પોસ્ટ ઓફિસમાં એફડીના ખાતામાં ટાઈમ ડિપોઝિટ એટલે ટીડીના નામે ખોલવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતા બિલ્કુલ બેંકના એફડી ખાતા જેવું છે, જેમાં તમને મેચ્યોરિટીમાં ફિક્સ વ્યાની સાથે પૂરા પૈસા પણ મળી શકે છે.

પોસ્ટ ઓફિસની બચત યોજનામાં તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે, કારણ કે ડાયરેક્ટ ભારત સરકાર કંટ્રોલ કરે છે. પોસ્ટ ઓફિસ એક વર્ષની ટીડી પર 6.9 ટકા, બે વર્ષની ટીડી માટે સાત ટકા, ત્રણ વર્ષની ટીડી માટે 7.1 ટકા અને પાંચ ટકાની ટીડી પર 7.5 ટકાનું વ્યાજ આપે છે.

જો તમે પોસ્ટ ઓફિસમાં પાંચ વર્ષની ટીડી સ્કીમમાં બે લાખ રુપિયા જમા કરો તો મેચ્યોરિટી પર તમને કૂલ 2,89,990 રુપિયા મળે છે, જેમાં 89,990 રુપિયાનું ફિક્સ વ્યાજ મળે છે. હાલમાં દેશમાં કોઈ પણ બેંક પાંચ વર્ષની એફડી સ્કીમમાં 7.5 ટકા વ્યાજ આપતી નથી.

પોસ્ટ ઓફિસની સ્કીમમાં તમારે એક વાતનું ધ્યાન રાખવું પડે કે ટીડી સ્કીમમાં તમામ ઉંમરના વર્ગના ગ્રાહકોને એક સમાન વ્યાજ મળે છે, જ્યારે બેંકોમાં વરિષ્ઠ નાગરિકોને સામાન્ય નાગરિકોની તુલનામાં અડધો ટકો વધુ વ્યાજ મળે છે. અમુક બેંક 80 વર્ષના વૃદ્ધને વધુ વ્યાજ પણ ઓફર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!