March 17, 2026
ટોપ ન્યુઝ

રાજ્યસભા ચૂંટણી: NDAનો દબદબો, 37માંથી 22 બેઠકો પર વિજય

Spread the love

બિહાર, હરિયાણા અને ઓડિશામાં વિપક્ષના સૂપડા સાફ; ભાજપ ગઠબંધનની મોટી જીત

બિહાર, હરિયાણા અને ઓડિશાની 11 રાજ્યસભાની સીટ પરના સોમવારની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએની આગળ વિપક્ષની તમામ કોશિશ નિષ્ફળ સાબિત થઈ. ત્રણ રાજ્યની 11 રાજ્યસભાની બેઠક પર નવ એનડીએને ફાળે ગઈ છે, જ્યારે વિપક્ષને ફ્ક્ત બે સીટ પર ફાયદો થયો છે. કોંગ્રેસ અને બીજેડીને એક-એક રાજ્યસભાની બેઠક જીતી છે. રાજ્યસભાની ચૂંટણી માટે સોમવારે થઈ, પરંતુ વિપક્ષની અપેક્ષા બહારના છે.

દેશના 10 રાજ્યની કૂલ 37 રાજ્યસભાની બેઠક પર ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં સાત રાજ્યમાં 26 રાજ્યસભાના સભ્ય પહેલાથી બિનવિરોધ ચૂંટાયા હતા, જ્યારે ત્રણ રાજ્યની 11 બેઠક પર સોમવારે થયેલી ચૂંટણી પછી પરિણામ મળ્યા છે. આમ 37 રાજ્યસભાની ચૂંટણીના ફાઈનલ પરિણામની વાત કરીએ તો ભાજપના ગઠબંધનની 22 સીટ જીતી છે તો કૂલ ખાતામાં 15 સીટ આવી છે.

37 રાજ્યસભાની સીટનું ફાઈનલ પરિણામ
એપ્રિલ 2026માં ખાલી થનારી 37 રાજ્યસભાની ચૂંટણી થઈ ગઈ છે અને ફાઈનલ પરિણામ પણ મળ્યા છે. 37 રાજ્યસભાની સીટમાં 26 સીટમાં બિનવિરોધ સભ્ય ચૂંટાયા છે, જેમાં એનડીએ અને વિપક્ષના ખાતામાં 13-13 સીટ મળી છે, જ્યારે સોમવારે હરિયાણા, બિહાર અને ઓડિશાની 11 બેઠક પર સોમવારે ચૂંટણી થઈ હતી, જેમાં એનડીએને નવ અને વિપક્ષે બે સીટ જીતી છે. આમ ચૂંટણીનો ફાઈનલ સ્કોર જોવામાં આવે તો એનડીએને કૂલ 22 સીટ મળી છે, જ્યારે વિપક્ષના હિસ્સામાં પંદર સીટ મળી શકે છે.

રાજ્યસભાની ચૂંટણીમાં એનડીએને મળેલી 22 સીટ જોવામાં આવે તો 13 સીટ ભાજપના ખાતામાં આવી છે, જ્યારે બાકી નવ સહયોગી પાર્ટીને મળી છે. જનતાદળ યુનાઈટેડને બે, શિંદે શિવસેનાને એક, અજિત પવારની એનસીપીને એક, પીએમકેને એક, એઆઈડીએમકેને એક, યુપીપીએલને એક, આરએલએસએમને એક અને એક સીટ ભા પર ભાજપના સમર્થિત વિપક્ષના એક ઉમેદવારને મળી છે. વિપક્ષને મળેલી પંદર રાજ્યસભાની બેઠકની પાર્ટીને સરેરાશ રીતે કોંગ્રેસને 6 બેઠક, ટીએમસીને ચાર બેઠક, ડીએમકે ત્રણ, શરદ પવારની એનસીપીને એક સીટ અને એક સીટ બીજુ જનતા દળને મળી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળ રાજ્યસભામાં કદ વધી ગયા પછી મહત્ત્વના બિલ પાસ કરવામાં રાહત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!