February 4, 2026
વાંચન વૈવિધ્યમ

એક કિડની પર કેટલા વર્ષ જીવી શકાય? જાણો એક્સપર્ટ્સ આ વિશે શું કહે છે…?

Spread the love

માનવ શરીરના તમામ અવયવોનું એક આગવું મહત્વ છે, પરંતુ આ તમામ અવયવમાં કિડની એક એવું અંગ છે જે લોહીને શુદ્ધ કરવાનું અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. એક નોર્મલ હ્યુમન બોડીમાં બે કિડની જોવા મળે છે, પરંતુ જો કોઈ કારણસર કોઈ વ્યક્તિ પાસે એક જ કિડની હોય તો? શું તમે જાણો છો કે મનુષ્ય માત્ર એક કિડની સાથે પણ સંપૂર્ણ અને લાંબુ જીવન જીવી શકે છે? આજે તમને આ તમામ સવાલોના જવાબ આ સ્ટોરી પૂરી થતાં સુધીમાં મળી જ જશે, પરંતુ એના માટે સ્ટોરી છેલ્લે સુધી વાંચવાનું ભૂલશો નહીં…

શરીરમાં કિડનીનું મુખ્ય કાર્ય શું છે?
એક કિડની પર કેવું અને કેટલું જીવી શકાય એના વિશે વાત કરીએ એ પહેલાં એ જાણીએ કે કિડનીનું કામ શું છે?
. લોહીનું શુદ્ધિકરણ: કિડની શરીરમાં રહેલા નકામા પદાર્થો અને વધારાના પ્રવાહીને પેશાબ વાટે બહાર કાઢે છે.
. મેટાબોલિઝમ રેગ્યુલેશન: તે શરીરના મેટાબોલિઝમને સંતુલિત રાખે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
. કેમિકલ બેલેન્સ: શરીરમાં સોડિયમ, પોટેશિયમ અને અન્ય ખનિજોનું સ્તર જાળવી રાખે છે.

એક કિડની પર કેટલું જીવી શકાય?
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિની એક કિડની સ્વસ્થ હોય અને યોગ્ય રીતે કામ કરતી હોય, તો તે બે કિડની ધરાવતી વ્યક્તિ જેટલું જ લાંબુ જીવન જીવી શકે છે. દુનિયામાં અનેક એવા લોકો છે કે જેમને જન્મથી જ એક કિડની (Renal Agenesis) ધરાવે છે અને તેમને જીવનભર તેની ખબર પણ પડતી નથી.
આ સિવાય જે લોકો પોતાની એક કિડની ડોનેટ કરે છે, તેઓ પણ એક નોર્મલ લાઈફ જીવે છે. એકલી કિડની પોતે જ શરીરની જરૂરિયાત મુજબ કામ કરવા માટે સક્ષમ બની જાય છે અને કદમાં થોડી મોટી થઈને કાર્યભાર સંભાળી લે છે.

શું જીવનમાં મુશ્કેલીઓ આવે છે?
સામાન્ય માન્યતા એવી છે કે એક કિડની ગુમાવ્યા પછી વ્યક્તિ નબળી પડી જાય છે અથવા તેનું જીવન કપરું બની જાય છે. પરંતુ હકીકત અલગ છે. મળતી માહિતી અનુસાર એક કિડની પર વ્યક્તિ નોર્મલ લાઈફ જીવી શકે છે. તે સામાન્ય રીતે કામ કરી શકે છે, કસરત કરી શકે છે અને તમામ પ્રકારના ખોરાકનો આનંદ લઈ શકે છે. જોકે, આવી વ્યક્તિએ પોતાની એકમાત્ર કિડનીને ચેપ કે ઈજાથી બચાવવા માટે થોડી વધુ કાળજી રાખવી પડે છે.

એક કિડની હોય એ લોકોએ રાખવું આ વાતનું ખાસ ધ્યાન
જો તમે એક કિડની પર જીવન વિતાવી રહ્યા હોવ, તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ છે, જેથી તમારે મુશ્કેલીમાં ના ફસાવવું પડે. ક્રિએટિનાઈન લેવલ જાણવા માટે વર્ષમાં એકવાર તપાસ કરાવવી જરૂરી છે. આ સિવાય હાઈ બ્લડ પ્રેશર કિડનીને નુકસાન પહોંચાડી શકે છે, એટલે બીપી કન્ટ્રોલમાં રાખવું જોઈએ. પૂરતા પ્રમાણમાં પાણી પીવું જેથી કિડની ફિલ્ટરેશન સરળતાથી કરી શકે. પેઈન કિલર જેવી દવાઓ ડોક્ટરની સલાહ વગર ન લેવી, કારણ કે તે કિડની પર વિપરીત અસર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!