Water poisoning: જાણો તેના લક્ષણો, સાઈડ ઈફેક્ટ્સ અને કઈ ભૂલો ન કરવી જોઈએ
પાણી પીવાના ફાયદાઓ તો ઘણા છે, પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતું પાણી પીવાથી જીવ પણ જઈ શકે છે?
સામાન્ય રીતે ડોક્ટર પણ પાણી વધુ પીવાનો આગ્રહ રાખતા હોય છે, જ્યારે તેના ફાયદાઓ પણ અઢળક છે. આરોગ્યની સાથે ગ્લોઈંગ સ્કિન માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવાની ડોક્ટર સલાહ આપતા હોય છે, પરંતુ ક્યારેય તમે જાણ્યું છે કે વધારે પડતું પાણી પીવાથી નુકસાન થાય છે અને ક્યારેક જીવ પણ જાય છે. અમેરિકામાં તો એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, જેમાં એક વ્યક્તિએ ફક્ત 20 મિનિટમાં બે લિટર પાણી પીવાથી મોત થયું હતું અને તપાસ કરનારા ડોક્ટરનું માનવું હતું કે તેનું મોત પણ વોટર પોઈઝનિંગ (અથવા વોટર ટોક્સિસિટી)ને કારણે થયું.
એશલે સમર્સ નામની એક વ્યક્તિની ભૂલને કારણે મોત થયું હતું. ઓવર વોટર ડ્રિન્કિંગ યા વોટર ઈનટોક્સિકેશનના લક્ષણો પણ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. ડોક્ટરની ટર્મ પ્રમાણે વોટર પોઈઝનિંગ ક્યારેક વ્યક્તિ માટે મોત નોંતરી શકે છે, જેનાથી સમગ્ર મેડિકલ ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો તો જાણીએ શું છે વોટર પોઈઝનિંગ.
વોટર પોઈઝનિંગ એટલે શું?
વોટર પોઈઝનિંગ એવી સ્થિતિ છે, જેમાં વધુ માત્રામાં પાણી પીવાથી શરીરમાં સોડિયમનું સ્તર પણ અસામાન્ય રીતે વધી જાય છે. આ બાબતને હાઈપોનેટ્રેમિયા (Hyponatremia) કહે છે. વધારે પડતા પ્રમાણમાં શરીરના મગજ અને અન્ય અંગને અસર કરે છે. અહીં એ જણાવવાનું કે સોડિયમ એક મહત્ત્વપૂર્ણ ઈલેક્ટ્રોલાઈટ છે, જે શરીરમાં લિક્વિડ પદાર્થોના સંતુલન, માસપેશીઓ અને મસ્તિષ્કની ગતિવિધિને નિયંત્રિત કરે છે, પરંતુ જ્યારે પાણીનું સેવન વધારે પડતું સેવન તેને પાતળું કરે છે, જેનાથી શરીરને કામગીરીને પણ રોકે છે. આ પરિસ્થિતિનું નિર્માણ પણ એ સંજોગોમાં થાય છે, જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમયથી સૌથી વધારે પાણી પીએ છે.
વોટર પોઈઝનિંગના લક્ષણો
સામાન્ય વ્યક્તિએ પણ વોટર પોઈઝનિંગના લક્ષણોને અવગણી શકાય નહીં. વોટર પોઈઝનિંગના લક્ષણો હળવાથી લઈને ગંભીર થઈ શકે છે. આ લક્ષણ સોડિયમનું પ્રમાણ ઓછું અને સેરેબ્રલ એડિમા એટલે મસ્તિષ્કમાં સોજો પણ આવી શકે છે. માથામાં દુખાવાનું પણ કારણ હોઈ શકે છે. પેટમાં ઊલટી અથવા અસહજતા અનુભવી શકો છો. શરીરમાં થાક અને નબળાઈ પણ લાગી શકે છે, જ્યારે ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી પડી શકે છે.
વોટર પોઈઝનિંગથી બચવાના ઉપાયો
પાણીનું સેવન પણ સંતુલિત રાખો, જ્યારે સામાન્ય રીતે લોકોએ રોજના બેથી ત્રણ લિટર પાણી પીવું જોઈએ, પરંતુ એનું પ્રમાણ સિઝનની સાથે શારીરિક ગતિવિધિઓ અને વ્યક્તિગત આરોગ્ય પર પણ નિર્ભર કરે છે. બહુ ઓછા સમયમાં વધુ પાણી પીવાનું પણ ટાળો. લાંબા સમય સુધી કસરત કરતી વખતે વારંવાર થોડું થોડું પાણી પીવું જોઈએ. જોકે, એકસાથે વધારે પાણી પીવાની ભૂલ કરવી જોઈએ નહીં.
