February 10, 2026
મનોરંજન

ફ્લાઈટ મિસ થઈ ને ‘ગબ્બર’ના પડતીના દિવસો શરુ થયા…

Spread the love

‘શોલે’ના ખૂંખાર વિલન ગબ્બર એટલે અમજદ ખાન, જેમના એક અકસ્માતે બેડ અને વ્હીલચેર સુધી મર્યાદિત કરી દીધા

(અમજદ ખાન પુણ્યતિથિ વિશેષ-પાર્ટ-1): હિન્દી ફિલ્મ ‘શોલે’ બોલિવૂડના ઈતિહાસમાં સુપરહીટ ફિલ્મો પૈકીની એક છે. આ ફિલ્મોના અનેક પાત્રો પણ અમર થઈ ગયા. આ ફિલ્મમાં દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન, હેમા માલિની, ધર્મેન્દ્ર, જય ભાદુરીએ કામ કર્યું હતું. એના સિવાય સંજીવ કુમાર હોય કે અમજદ ખાન ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના અભિનયે ફિલ્મમાં ચાર ચાંદ લગાવ્યા હતા. આજે ખાસ વાત અમજદ ઝકરિયા ખાનની. ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં (ગુરુ દત્ત, સંજીવ કુમારના માફક) અભિનેતાનું આયુષ્ય ટૂંકું હોય છે તેમ અમઝદ ખાન પણ ઝાઝું જીવી શક્યા નહોતા, કારણ જાણી લઈએ ગબ્બરના જિંદગીની કમનસીબ દિવસોની.

અમજદ ખાને 130થી વધુ ફિલ્મો કરી હતી
આજના દિવસે એટલે 27મી જુલાઈ 1992માં અમજદ ખાનનું અવસાન થયું હતું. માંડ બાવન વર્ષની જિંદગી જીવનાર ગબ્બર સિંહ એટલે અમજદ ખાને 130થી વધુ ફિલ્મો કરી હતી, પરંતુ ‘શોલે’ ફિલ્મ તેમના જીવનમાં સુપરહીટ સાબિત રહી હતી. એક અકસ્માત પછી બેડ અને વ્હિલચેર પર આવી ગયા હતા. બહુ ઓછી હિલચાલને કારણે મેદસ્વીપણાને કારણે અનેક સમસ્યા ઊભી થઈ હતી. કહેવાય છે કે વધતા વજનની વચ્ચે હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું હતું.

‘ધ ગ્રેટ ગેમ્બલર’ના શૂટિંગ માટે ગોવા જવાનું હતું
વાત જાણે એમ હતી કે ફિલ્મ ‘ધ ગ્રેટ ગેમ્બલર’ના શૂટિંગ માટે ગોવા જવાનું હતું, પરંતુ કમનસીબે ફ્લાઈટ મિસ થઈ જાય છે. ફિલ્મના કામકાજ માટે કમિટમેન્ટમાં પાક્કા ગણાતા અમઝદખાન ફ્લાઈટને બદલે બાય રોડ ગોવા માટે નીકળી પડે છે પણ રસ્તામાં ગમખ્વાર અકસ્માતનો ભોગ બને છે. આ અકસ્માતે કારણે પડતીના દિવસો શરુ થયા હતા. કાર અકસ્માતને કારણે શરીરના હાડકા તૂટી જાય છે. હાલવા-ચાલવાનું બંધ થવાથી વ્હિલચેર પર આવી જાય છે અને આ જ કારણે અનેક સમસ્યાનો શરીર સામનો કરતા કરતા હાર્ટ એટેકનો ભોગ બને છે. ટો

1951માં ‘નાજનીન’ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું
તમારી જાણ ખાતર જણાવીએ તો બોલીવૂડને શાનદાર ફિલ્મો આપનારા અમઝદ ખાને 1951માં ‘નાજનીન’ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી. એના પછી સત્તર વર્ષની ઉંમરે અબ દિલ્હી દૂર નહીં પણ કામ કર્યું હતું. જોકે હિન્દી ફિલ્મ ‘હિંદુસ્તાન કી કસમ’ 1973માં આવી હતી. આ ફિલ્મમાં અમજદખાન એક હીરો તરીકે નહીં, પણ વિલન તરીકે કામ કર્યું હતું. ફિલ્મોમાં અમર પાત્રો કર્યા અને એનાથી લોકોમાં આગવી ઓળખ પણ ઊભી કરી હતી. આમ છતાં શોલે ફિલ્મે અમજદ ખાનને બોલીવૂડમાં સેટ કર્યા હતા, પરંતુ ગબ્બર સિંહના રુપમાં જે એક પાત્ર ઘડાયું, જે બોલીવૂડમાં એક ખૂંખાર વિલન તરીકે ઊભરી આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!