June 30, 2025
મનોરંજનમુંબઈ

‘કાંટા લગા’ ફેમ અભિનેત્રી શેફાલી જરીવાલાનું 42 વર્ષે નિધન

Spread the love

અચાનક વિદાયથી ઈન્ડસ્ટ્રી આઘાતમાં

બિગ બોસ 13ની જાણીતી અભિનેત્રી શેફાલી જરીવાલાનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન. 42 વર્ષની શેફાલી જરીવાલાના નિધનથી ઈન્ડસ્ટ્રી આઘાતમાં. 27મી જૂનના મોડી રાતના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં કાર્ડિયાક અરેસ્ટને લઈ મૃત્યુ થયું હોવાનું હોસ્પિટલના વર્તુળે જણાવ્યું હતું. તબિયત લથડ્યા પછી તેના પતિ સહિત અન્ય ત્રણ લોકોએ તેને હોસ્પિટલમાં ખસેડી હતી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેને અન્ય કોઈ સારવાર શરુ કરવામાં આવે એ પૂર્વે ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવને હોસ્પિટલના સૂત્રોએ કન્ફર્મ કર્યો હતો. શેફાલી જરીવાલાની અચાનક એક્ઝિટથી સોશિયલ મીડિયા પર લોકોએ દુખની લાગણી વ્યક્ત કરી હતી.

શેફાલી જરીવાલાએ ઈન્ડસ્ટ્રીમાં એક મોડલ અને અભિનેત્રી તરીકે ઓળખે છે, જેને અનેક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. જાણીતા મ્યુઝિક આલ્બમ ‘કાંટા લગા ગર્લ’ તરીકે પણ ઓળખતા હતા. ઉપરાંત, પરાગ ત્યાગી સાથે ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 5 અને નચ બલિયે સાતમાં ભાગ લીધો હતો. 2019માં બિગ બોસ 13માં ભાગ લીધો હતો. અન્ય મ્યુઝિક આલ્બમના ગીત કભી આર કભી પાર રીમિક્સમાં કામ કરીને જાણીતી બની હતી.

શેફાલીએ બિગ બોસ-13 પછી ઈન્ડસ્ટ્રીમાં વધુ જાણીતી બની હતી. એના પછી 2018માં એએલટી બાલાજીની વેબ સિરીઝ બેબી કમ નામાં શ્રેયસ તલપડે સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. અંગત જિંદગીની વાત કરીએ તો 2004માં શેફાલીએ મીત બ્રધર્સના સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2009માં છૂટાછેડા થયા હતા. એના પછી 2015માં અભિનેતા પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા. કમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિગ્રી મેળવી હતી.

થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યૂમાં શેફાલીએ કહ્યું હતું કે તે પંદર વર્ષની હતી ત્યારે વાઈ આવી હતી, ત્યારે તેને ચિંતા અને તણાવને કારણે વાઈ આવતી હતી, પરંતુ નિયમિત રીતે વ્યાયામ કરવાથી એનો હુમલો આવતો નહોતો. શેફાલી જરીવાલાની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો મુઝસે શાદી કરોગી (બિજલીની ભૂમિકા) અને 2011માં હુડુગારુ કન્નડ ફિલ્મમાં પંકજાનું પાત્ર કર્યું હતું.

શેફાલી જરીવાલા યુવાનોમાં બહુ લોકપ્રિય હતી. જન્મે અમદાવાદની શેફાલી જરીવાલાએ સૌથી પહેલા આશા પારેખની ફિલ્મનું ગીત કાંટા લગા મ્યુઝિક વીડિયોને રિક્રિયેટ કર્યો હતો. આ ગીતથી લોકપ્રિયતા પણ મળી અને અનેક વિવાદો પણ થયા હતા. જોકે, એક વાત કહેવી પડે કે આ જ ગીતને કારણે લોકો તેને કાંટા લગા ગર્લ તરીકે ઓળખવા લાગ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!