શેર-એ-પંજાબઃ મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવનારા સ્ટાર બોલર અશ્વિની કુમાર કોણ છે?
મુંબઈ માટે ડેબ્યૂ મેચમાં પહેલા બોલે વિકેટ લઈને ચોથો બોલર અશ્વિની બન્યો છે, જ્યારે તેનું કનેક્શન પંજાબ સાથે છે. અશ્વનીએ પોતાની આઈપીએલ કારકિર્દીમાં પહેલી મેચમાં પહેલા બોલમાં કેકેઆરના કેપ્ટન અંજિક્ય રહાણેને આઉટ કર્યો હતો. અશ્વિની પંજાબ વતીથી બે ફર્સ્ટ ક્લાસ અને ચાર લિસ્ટ એ મેચ રમ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે સફળ રહેનારો બોલરે એકસાથે ચાર વિકેટ ઝડપવાની સાથે ક્યા રેકોર્ડ કર્યા હતા એ જાણીએ.
ત્રણ ઓવરમાં 24 રન આપી 4 વિકેટ ઝડપી
મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર અશ્વિની કુમારે પોતાની પહેલી જ આઈપીએલની ડેબ્યૂ મેચમાં મુંબઈને જ નહીં, પણ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરને પ્રભાવિત કરી નાખ્યા છે. અશ્વિનીએ મુંબઈની ડેબ્યૂ મેચમાં વિકેટ ઝડપીને ચોથો બોલર બન્યો છે. મુંબઈ ઈન્ડિયન્સનો ફાસ્ટ બોલર કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ની સામે મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું હતું અને પોતાની પહેલી જ ઓવરમાં વિકેટ ઝડપવાની સાથે વિક્રમ બનાવ્યો હતો. કોલકાતા સામે ત્રણ ઓવરમાં ચાર વિકેટ ઝડપવાની સાથે 24 રન આપ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખમાં ખરીદ્યો હતો
એટલું જ નહીં, આ જ ઈનિંગની બીજી ઓવર નાખી ત્યારે બે વિકેટ ઝડપી હતી. કોલકતાના બે ધુરંધર બેટ્સમેન રિંકુ સિંહ અને મનીષ પાંડેની વિકેટ ઝડપી હતી. એના પછી છેલ્લે અશ્વિની કુમારે આંદ્ર રસેલની વિકેટ ઝડપી હતી તો જાણીએ કોણ છે આ ધુરંધર બોલર. અશ્વિની કુમારે મુંબઈ ઈન્ડિયન્સે 2025 મેગા ઓક્શનમાં 30 લાખ રુપિયામાં ખરીદ્યો છે, જે ડેથ ઓવરમાં માહિર છે. અશ્વિનીએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં પંજાબ વતીથી ડેબ્યૂ કર્યું હતું તથા અત્યાર સુધીમાં ચાર ટી-20 મેચમાં ત્રણ વિકેટ ઝડપી છે તેમ જ તેનો ઈકોનોમી રેટ 8.5 પ્રતિ ઓવર છે.
Debut straight out of a storybook 📖
The perfect first chapter for Ashwani Kumar 👌👌
Updates ▶ https://t.co/iEwchzDRNM#TATAIPL | #MIvKKR | @mipaltan pic.twitter.com/npaynbIViX
— IndianPremierLeague (@IPL) March 31, 2025
શેર-એ-પંજાબ કપમાંથી નામ કમાવ્યું
પંજાબ સાથે કનેક્શન ધરાવતા અશ્વિની કુમાર 19 ઓગસ્ટના 2001ના મોહાલીના ઝાંઝેરી ગામમાં જન્મયો છે. નાની ઉંમરથી ક્રિકેટનું વળગણ લાગ્યા પછી ઉત્તરોત્તમ ક્રિકેટમાં નામ કમાવી રહ્યો છે. 23 વર્ષના અશ્વિની કુમાર મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે. અશ્વિની કુમારે તો પોતાનું અસલી નામ શેર-એ-પંજાબ ટી-20 કપથી કમાવ્યું હતું, જ્યાં આ બોલરે 6 મેચમાં અગિયાર વિકેટ ઝડપી હતી.
અશ્વિની કુમારની ખાસિયત શું છે?
અશ્વિની કુમારની બોલિંગ કરવાની એક કરતા અનેક વિશેષતા છે. ચેઝ ઓફ પેસ બોલિંગ નાખવાની સાથે બાઉન્સર્સ અને યોર્કર્સ ફેંકવામાં માહેર છે. એના સિવાય લોઅર ઓર્ડરમાં હાઈ શોર્ટ્સ મારવામાં કુશળ છે. ટીમમાં દબાણ હોય ત્યારે રમવામાં સારું પ્રદર્શન ધરાવવાની ખાસિયત ધરાવે છે. એને કારણે મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીને 30 લાખમાં ખરીદ્યો હતો.