બોલીવૂડની આ એક્ટ્રેસ હતી Virat Kohliના પ્રેમમાં પાગલ…
ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલી પીચ પર તો રનનો ખડકલો કરી દેતો હોય છે પણ એની ફેન ફોલોઈંગ પણ એકદમ તગડી છે. ફેન્સ વિરાટની શાનદાર ગેમની સાથે સાથે જ તેના ગુડ લૂકસ પર પણ ફેન્સ એકદમ પાગલ છે. હાલમાં જ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે પણ વિરાટ કોહલી માટેની પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.
મૃણાલ ઠાકુરે જણાવ્યું હતું કે તે વિરાટ કોહલીના પ્રેમમાં પાગલ હતી. આ વાતનો ખુલાસો ખુદ મૃણાલે એક ઈન્ટરવ્યુમાં કરાવ્યો હતો. આ જૂના ઈન્ટરવ્યુમાં મૃણાલ ઠાકુરે વિરાટ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
એક્ટ્રેસે પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એક સમય હતો કે જ્યારે હું વિરાટ કોહલીના પ્રેમમાં એકદમ પાગલ હતી. આખી દુનિયા વિરાટ કોહલી પાછળ પાગલ છે. વિરાટના દમદાર પરફોર્મન્સની સાથે સાથે જ ફેન્સ તેના ગુડ લુક્સ પર પણ એકદમ મંત્રમુગ્ધ છે. મેં મારા ભાઈના કારણે ક્રિકેટ જોવાનું શરૂ કર્યું હતું અને મારો ભાઈ ક્રિકેટનો મોટો ફેન છે. 5 વર્ષ પહેલાં તેની સાથે સ્ટેડિયમમાં બેસીને લાઈવ ક્રિકેટ મેચ જોવાની ખૂબ સુંદર યાદો આજે પણ મારા મનમાં તાજી છે. મને યાદ છે કે, હું બ્લુ જર્સી પહેરીને ટીમ ઈન્ડિયાને ચીયર અપ કરતી હતી. સંજોગોવસાત ત્યાર બાદ મને ક્રિકેટ આધારિત ફિલ્મ ‘જર્સી’નો ભાગ બનવાનો મોકો મળ્યો હતો.
એ વાતમાં તો કોઈ શંકા જ નથી કે કિંગ કોહલીની ફેન ફોલોઈંગ વિશાળ છે અને એમ ફિમેલ ફેન્સની સંખ્યા ખૂબ જ વિશાળ છે. પરંતુ ક્રિકેટરના દિલમાં તેની પત્ની અનુષ્કા શર્મા વસે છે. પરંતુ ક્રિકેટરના દિલમાં તેની પત્ની અનુષ્કા શર્મા જ વસે છે. વર્ષ 2017માં વિરાટે અનુષ્કા સાથે લગ્ન કરી લીધા હતા અને બંને દીકરી વામિકા અને દીકરા અકાયના પેરેન્ટ્સ છે.
