ચાંદીપુરા વાઈરસનું સંક્રમણ વધ્યું ગુજરાતમાંઃ સરકારની ઊંઘ હરામ, આઠનાં મોત
ગાંધીનગરઃ ચાંદીપુરા વાઈરસનું સંક્રમણ ધીમે ધીમે ગુજરાતમાં વધી રહ્યું છે અને એના અંગે ગુજરાત સરકાર વધુ સતર્ક બની છે. એના સંબંધમાં સરકારની સાથે આરોગ્ય વિભાગોને પણ સંબંધિત વાઈરસના કેસમાં સાવધાની રાખવામાં આવે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાઈરસથી આઠ લોકોના મોત થયા છે. વિજ્ઞાનની ભાષામાં ચાંદીપુરા વાઈરસને આરએનએ કહેવાય છે, જે સૌથી વધારે ફ્લેબોટોમાઈન માખીથી ફેલાય છે અને એના ફેલાવા માટે મચ્છરમાં જોવા મળતા એડિસ જવાબદાર છે. સૌથી પહેલી વખત મહારાષ્ટ્રમાં આ પ્રકારનો કેસ જોવા મળ્યો હતો.
કોરોના મહામારી પછી હવે નવા વાઈરસનું સંક્રમણ વધ્યું છે. ચાંદીપુરા વાઈરસ અંગે પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં 8,500 ઘર અને 47,000 લોકોનું સ્ક્રિનિંગ કવરામાં આવ્યું છે તથા સરકારે પણ એના અંગે એડવાઈઝરી જારી કરી છે. અત્યાર સુધીમાં 14 કેસ આવ્યા છે, જ્યારે આઠનાં મોત થયા છે. ચાંદીપુરા વાઈરસના વધતા સંક્રમણથી ગુજરાતની સાથે કેન્દ્ર સરકાર પણ સતર્ક બની ગઈ છે તથા દેશની તમામ હેલ્થ એજન્સીને પણ એલર્ટ કરવામાં આવી છે.
શું ચાંદીપુરા વાઈરસ. આ એક સંક્રમિત વાઈરસ છે, જે માદા ફ્લેબોટોમાઈન માખીથી ફેલાય છે. 1966માં મહારાષ્ટ્રમાં સૌથી પહેલી વાર ચાંદીપુરા વાઈરસનો કેસ મળ્યો હતો. નાગપુરના ચાંદીપુરમાં આ વાઈરસની ઓળખ થઈ હતી, ત્યારબાદ તેનું નામ ચાંદીપુરા પાડવામાં આવ્યું હતું. એના પછી તબક્કાવાર 2004થી 2006 અને 2019માં આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં કેસ જોવા મળ્યા હતા. આ વર્ષે ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે.
અહીં એ જણાવવાનું કે આ કેસનું સંક્રમણ પણ પંદરથી નાની વયના બાળકોમાં થવાનું જોખમ વધારે રહે છે. આ ઉંમરના બાળકોનું મોત થવાનું પણ જોખમ વધારે રહે છે. ચાંદીપુરા વાઈરસની સારવાર માટે અત્યાર સુધીમાં કોઈ એન્ટિ વાયરલ દવા બનાવવામાં આવી નથી.
ચાંદીપુરા વાઈરસના લક્ષણોમાં સૌથી પહેલા વ્યક્તિને તાવ આવે છે, જ્યારે ફ્લૂ જેવા લક્ષણો પણ જણાય છે, જે ઝડપથી એન્સેફ્લાઈટિસ હોય છે. તાવ આવવાની સાથે શરીર પર ચાઠા પણ ઉપસી આવે છે. માથામાં તમ્મર આવવા તથા આંખો લાલ થવાની તકલીફ થાય છે. શરીરમાં આશક્તિ આવે છે, જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પણ થાય છે.
