February 20, 2026
ટોપ ન્યુઝ

કઠુઆ એટેકઃ પાકિસ્તાનની ‘નાપાક’ હરકત, 40 આતંકવાદી ભારતમાં ઘૂસ્યા હોવાની આશંકા

Spread the love

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ થયા. હવે આ હુમલાના તાર પડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. કઠુઆ હુમલો ભારત સામે પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કાશ્મીરમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવતા તેનાથી ગુસ્સે થયેલા પાકિસ્તાને ભારતમાં આતંકવાદી ગતિવિધિ વધારવાના અહેવાલ છે.

terror plan
લોન્ચિંગ પેડ મારફત ભારતમાં એન્ટ્રી

સૂત્રોના જણાવ્યાનુસાર પાકિસ્તાની લોન્ચિંગ પૈડસ મારફત લગભગ 40 આતંકવાદીઓએ ભારતમાં ઘૂસ્યા હોવાની આશંકા છે. હવે આ આતંકવાદીઓ ભારતમાં કયા રસ્તે આવ્યા હોવા અંગે અનેક તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે. ઈન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાનમાંથી લગભગ ડઝનેક જેટલા નદી-નાળા આવેલા છે, જેનો ઉપયોગ આતંકવાદીઓ ઘૂસણખોરી માટે કરે છે.
ઘૂસણખોરી માટે નદી-નાળાનો ઉપયોગ
જમ્મુની વાત કરીએ તો જમ્મુના સાંબામાં બબ્બર નાળું, પૂજ નાળું, બસંતર પણ મુખ્ય નાળું માનવામાં આવે છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ ડ્રોન મારફત હથિયારો સપ્લાય કરે છે એની સાથે સાથે આર્મી ડ્રોન મારફત ભારતીય આર્મી પર પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. આ વખતે પાકિસ્તાનની હરકત અને આતંકવાદીઓની ઘૂસણખોરીના માસ્ટર પ્લાનને ડિકોડ કરવામાં આવ્યો છે હવે એક-એક જગ્યાએથી આતંકવાદીઓનો ખાતમો બોલાવવામાં આવી રહ્યો છે.
માસ્ટર પ્લાનને કરાયો ડીકોડ
પાકિસ્તાનમાં રહેલા આંતકવાદી સંગઠન દ્વારા પંદરમી ઓગસ્ટ પહેલા દેશમાં હુમલો કરવાની તૈયારીમાં હતા. ત્રણ જગ્યાએ મોટા હુમલા કરવાનું ષડયંત્ર રચ્યું હતું. આતંકવાદીઓની પહેલી યોજના જમ્મુ હતી. આ અગાઉ રિયાસી, ડોડા, રાજોરી અને કઠુઆમાં હુમલા કર્યા હતા. હવે આ આતંકવાદીઓની હરકતનું પગેરું શોધીને તેમના પ્લાનને ડીકોડ કરવામાં આવ્યો છે.
રાવલકોટના ફરાર કેદી હાથો બન્યા
પાકિસ્તાનમાં રહેલા આંતકવાદીઓ હવે શ્રીનગરથી હવે જમ્મુમાં ટેરર એટેકની યોજના બનાવી રહ્યા છે, જ્યારે તેનું મુખ્ય કારણ કાશ્મીર ખીણમાં ઓપરેશન ઓલઆઉટ ચાલુ છે. આતંકવાદીઓને નેસ્તનાબુદ કરવામાં આવ્યા છે, જેથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.
પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન દ્વારા ભારતમાં હુમલા કરવાના ભાગરુપે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની રાવલકોટ જેલમાંથી કેદીઓને ભગાવ્યા હતા, જ્યાંથી 20 કેદી ફરાર છે. આ 20 કેદી પૈકી ચાર-પાંચ તો ભારતમાં આતંકવાદીઓ ઘૂસણખોરી હતી. રાવલકોટ જેલમાંથી ફરાર થનારા કેદીમાં એક શહજાદ અહમદ પણ હતો. પાકિસ્તાન સ્થિત સૂત્રોએ જણાવ્યું છે કે આ શહજાદ ભારતમાં ઘૂસ્યો હોવાની આશંકા છે. એના સિવાય અન્ય આતંકવાદીઓ પૂચના જંગલો મારફત ઘૂસણખોરી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!