February 21, 2026
નેશનલ

લોકસભાની ચૂંટણીઃ ભાજપની જીત માટે બે નિષ્ણાતોના તારણ ચર્ચામાં

Spread the love

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પાંચ તબક્કાનું મતદાન પૂરું થયું છે, જેમાં બે તબક્કા મળીને હવે માંડ 20 ટકા બેઠક પર મતદાન યોજવામાં આવશે.લોકસભાની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે, જ્યારે ભાજપને સત્તામાંથી નીચે ઉતારવા માટે કોંગ્રેસે તમામ નાની-મોટી પાર્ટીને સાથે લાવીને નવું ગઠબંધન બનાવ્યું અને હવે વિપક્ષ સત્તામાં આવવાના દાવા કરવામાં આવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે ભાજપના કેન્દ્રીય નેતા અમિત શાહે કહ્યું હતું કે બીજા બે તબક્કાનું મતદાન પૂરું થયા પછી ભાજપ 400 સીટ જીતી જશે. નેતાઓના દાવાઓની વચ્ચે સટ્ટા બજાર પણ ધમધમી રહ્યું છે, જેમાં નરેન્દ્ર મોદી બહુમતી પાર કરીને ફરીને સત્તામાં આવશે, ત્યારે તેની સાથે જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે પણ મોટા-મોટા દાવા કર્યા છે. આ દાવામાં ખાસ તો ભાજપ ફરી સત્તામાં આવશે એવું સ્પષ્ટ ભવિષ્ય ભાખ્યું છે.
પ્રશાંત કિશોરે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની નીતિ કાબિલેદાદ રહી છે. પાર્ટીએ જીતવા માટે 400 સીટનું તીર છોડીને લોકજીભે પણ 400 સીટનો ઉલ્લેખ કરવામાં આવે છે. વિપક્ષ પણ 400 સીટથી ઘૂઘવાયા બાદ આ જ મુદ્દે રાજનીતિ રમી રહ્યું છે. નરેન્દ્ર મોદી સિવાય દેશ માટે બીજો કોઈ વિકલ્પ નથી, જ્યારે વિપક્ષી પાર્ટીમાં પીએમ પદના ચહેરા માટે અનેક ઉમેદવારો લાઈનમાં છે, પરંતુ ભાજપ માટે જીત નિશ્ચિત છે એ વાત પાક્કી છે. નરેન્દ્ર મોદીની સામે લોકોને કોઈ પણ પ્રકારની નારાજગી હોવાનું લાગતું નથી.
પ્રશાંત કિશોર સિવાય અમેરિકાના પોલિટિકલ નિષ્ણાત ઈયાન બ્રમેરે પણ કહ્યું હતું કે ભાજપ 295થી 315 સીટ જીતી શકે છે. ભાજપ 2014માં 282 સીટ જીતીને સત્તામાં આવ્યું હતું, જ્યારે ગઠબંધન સાથે મળીને 336 સીટ થઈ હતી.
અહીં એ જણાવવાનું કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ 303 સીટ જીત્યું હતુ અને એનડીએ 350 સીટ મળી હતી. ભાજપ આ વખતે 400 સીટ પાર કરવાની વાત કરે છે, ત્યારે ઈયાન બ્રેમરે કહ્યું હતું કે ભાજપ નિશ્ચિત રીતે ત્રીજા કાર્યકાળમાં જીતશે. ભારત આગામી વર્ષોમાં દુનિયામાં ચોથું મોટું અર્થતંત્ર બનશે, એવો પણ બ્રેમરે દાવો કર્યો હતો. સટ્ટા બજાર સાથે આ બંને નિષ્ણાતોના દાવાઓને કારણે વિપક્ષી પાર્ટીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!