February 16, 2026
ટોપ ન્યુઝ

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કામાં 93 બેઠક પર થશે મતદાન

Spread the love

 

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના બે તબક્કામાં મતદાન થઈ ગયું અને હવે ત્રીજા તબક્કાના મતદાન માટે 93 બેઠક તૈયાર છે. સાતમી મેના નિર્ધારિત મતદાનના તારીખના 12 રાજ્ય અને કેન્દ્રશાસીત પ્રદેશની 94 સીટ પર મતદાન થવાનું હતું. મધ્ય પ્રદેશની બૈતુલ સીટ પર મતદાન બીજા તબક્કામાં થવાનું હતું, પરંતુ બસપાના ઉમેદવારના નિધનને કારણે મતદાન ત્રીજા તબક્કા માટે સ્થગિત કરવામાં આવ્યું હતું.

ત્રીજા તબક્કાના મતદાન માટે કુલ બેઠકની સંખ્યા વધારીને 95 કરવામાં આવી હતી. ગુજરાતની સુરત સીટ પર ભાજપના ઉમેવાદર મુકેશ દલાલ નિર્વિરોધ ચૂંટાઈ જવાના કારણે ગુજરાતમાં 25 બેઠક પર ચૂંટણી યોજવામાં આવશે, તેથી કુલ સીટની સંખ્યા 94 થઈ હતી. જમ્મુ કાશ્મીરના અનંતનાગ-રાજૌરી સીટ પર ખરાબ હવામાનને કારણે મતદાન ત્રીજા તબક્કાના બદલે છઠ્ઠા તબક્કા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું, જેથી બાકી ત્રીજા તબક્કામાં 93 સીટ પર મતદાન કરવામાં આવશે.

ત્રીજા તબક્કામાં જે સીટ પર મતદાન થશે, જ્યાં સૌથી વધુ બેઠક ગુજરાતની છે. 25 ગુજરાત, 14 કર્ણાટક, 11 મહારાષ્ટ્ર, 10 ઉત્તર પ્રદેશ, નવ મધ્ય પ્રદેશ, સાત છત્તીસગઢ, પાંચ બિહારની તેમ જ પશ્ચિમ બંગાળ-આસામની ચાર-ચાર અન દાદરા અને નગર હવેલી અને દમન અને દીવ અને ગોવાની બબ્બે બેઠક પર મતદાન કરવામાં આવશે.

સૌથી વધુ અને મહત્ત્વના રાજ્ય પૈકી ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ-મધ્ય પ્રદેશ એમ પાંચ મોટા રાજ્ય મળીને કુલ 69 બેઠક પર મતદાન થશે. સૌથી વધુ બેઠક ધરાવતા ગુજરાતની વાત કરીએ તો સૌથી મોટી ચેલેન્જ પુરુષોત્તમ રુપાલાની રાજકોટ બેઠક પર રહેશે. ગાંધીનગરની બેઠક પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ લડશે. મહારાષ્ટ્રમાં મહાયુતિની બેઠક પર નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પત્ની સુનેત્રા પવારની ટક્કર શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળે સામેની છે.

પહેલા અને બીજા તબક્કામાં મતદાન પછી ત્રીજા તબક્કામાં સૌથી મોટો પડકાર ગરમીનો છે, જેમાં 93 બેઠક પર ઉમેદવાર મેદાનમાં છે. 2019ની લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં કુલ 66.89 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન આસામના ધુબરી 90.66 ટકા થયું હતું, જ્યારે સૌથી વધુ મતદાન મધ્ય પ્રદેશના ભિંડમાં 54.53 ટકા થયું હતું. આવતીકાલે 93 બેઠક પર કેટલું મતદાન થશે એ જોવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!