November 11, 2026
નેશનલ

રેડ સિગ્નલ, બ્રેક ફેઈલને અંદરથી ચીસો… આસામ ટ્રેન અકસ્માત પહેલાનું આ વાઈરલ CCTV ફૂટેજ ચોંકાવશે!

Spread the love

આસામમાં કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસ ડિરેલમેન્ટ કેસમાં ડ્રાઈવરનો અંદરનો ચોંકાવનારો વીડિયો વાઈરલ; ઈમરજન્સી બ્રેક કામ ન કરતી હોવાનો ખુલાસો

ગુવાહાટીઃ દેશમાં રેલવે અને એર ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ એની તુલનામાં રેલવે કરતા હવાઈ ક્ષેત્રે અકસ્માતમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. બહુ લાંબા સમયગાળા પછી આસામમાં ટ્રેન ડિરેલમેન્ટનો બનાવ બન્યો છે, જેમાં હવે રેલવે પ્રશાસનની કામગીરી પર સવાલ ઊભા થયા છે. કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસ ગુવાહાટી નજીક ડિરેલ થઈ હતી. રેલવે ટ્રેક પરથી ડિરેલ થયા પૂર્વે લોકોમોટિવ્સના લોકો પાઈલટે બ્રેક ફેઈલ્યોરને કારણે ઉથલી પડી રહી હોવાનું ચિત્ર કેપ્ચર કરવામાં આવ્યું હતું.

ટ્રેનની બ્રેક સિસ્ટમ કામ કરી રહી નથી
લોકોમોટિવ્સની અંદરના ફૂટેજ વાઈરલ થયા છે, જેમાં ડ્રાઈવર કહી રહ્યો છે કે સિગ્નલ રેડ હતું અને ઈમરજન્સી સિસ્ટમ પણ વર્કિંગ નહોતી. વાયરલ કન્વર્ઝેશનમાં જાણવા મળ્યું હતું કે કહે છે સિગ્નલ રેડ હૈ, ઈમરજન્સી લગા હુઆ હૈ, લેકિન બ્રેક કામ નહીં કર રહા હૈ.
કુછ ભી કામ નહીં કર રહા હૈ અને ડ્રાઈવર પણ કહે છે ઈમરજન્સી સિસ્ટમ પણ કાર્યરત નથી. ટ્રેનનો ડ્રાઈવર ટ્રેનને રોકવાની કોશિશ કરે છે, પરંતુ નિષ્ફળ રહે છે અને ટ્રેન ડિરેલમેન્ટ થયા પછી પ્રવાસીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેમાં અમુક લોકો ઊંઘમાં હતા. અકસ્માત પછી લોકોએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી, જ્યારે અમુક લોકોને અન્ય ટ્રેન મારફત રવાના કરવામાં આવ્યા હતા

આ વીડિયો વાયરલ થયા પછી લોકોમોટિવ બેરિકેડને જોરથી ટકરાય છે અને ટ્રેન ટ્રેક પરથી ઉથલી પડે છે. ડિરેલમેન્ટ અંગેનો રિયલ વીડિયો કેપ્ચર પણ થયો છે. આસામમાં ટ્રેનના ડિરેલમેન્ટમાં એન્જિન સહિત પાંચ કોચ ટ્રેક પરથી ઉથલી પડ્યા હતા, જેમાં ટ્રેનને મોટું નુકસાન થયું હતું, જ્યારે પ્રવાસીઓને પણ ઈજા પહોંચી હતી. બુધવારે સવારે 6.45 વાગ્યાના સુમારે ટ્રેનને અકસ્માત થયો હતો. કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસ ટ્રેન મિઝોરમથી કોલકાતા જઈ રહી હતી, ત્યારે અકસ્માત નડ્યો હતો.
ટ્રેનની સ્પીડ ઓછી હોવાથી જાનમાલનું મોટું નુકસાન થયું નથી. રેલવેએ જણાવ્યું હતું કે આસામના દિગારુ રેલવે સ્ટેશને બીજી ટ્રેનને રોકવામાં આવી ત્યારે લોકો પાઈલટે ટ્રેનની સ્પીડને નિયંત્રિત કરી શક્યો નહોતો, પરિણામે એન્જિન સહિત પાંચ કોચ ટ્રેક પરથી ઉથલી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!