November 6, 2026
ટોપ ન્યુઝ

સાત જન્મોનો સાથ કે મોતનો ખેલ? ટેક્સી ડ્રાઈવરે પત્ની અને માસૂમ દીકરા સહિત 7 લોકોની કરી ક્રૂર હત્યા

Spread the love

બેંગ્લુરુમાં પારિવારિક વિવાદે લીધા 7 લોકોના ભોગ: એક અઠવાડિયામાં રચાઈ ખૌફનાક કહાની

બેંગ્લુરુઃ બેંગ્લુરુમાં એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે, જેમાં ટેક્સીચાલકે પોતાના સાત વર્ષના દીકરા, પત્ની સહિત અન્ય લોકોની હત્યા કરી નાખી છે. આરોપી કેબ ડ્રાઈવર ઈન્દુશેખરે દાવો કર્યો છે કે તેને પત્ની સહિત સાત લોકોની પારિવારિક વિવાદને કારણે હત્યા કરી નાખી છે. પોલીસે સાત વર્ષના દીકરાનો મૃતદેહ પણ મળ્યો છે, પરંતુ બાકી લોકોના મૃતદેહ મળ્યા નથી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ પારિવારિક વિવાદને કારણે હત્યા કરી નાખી છે. આરોપીએ પોતાની પત્ની નિરંતર પરિવારના લોકોના સંપર્કમાં હતી અને પોલીસને શંકા છે કે આ કારણથી પગલું ભર્યું હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર શેખરે પોતાની પત્ની સુનીતા સાથે ઝઘડા થતા રહેતા હતા. તેમના 20 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને વિવાદનું કારણ સુનીતાના પરિવારના લોકો હતા. પરિવારના સભ્યોએ બંનેની વચ્ચે સમજૂતી કરાવવાની કોશિશ કરી હતી, પરંતુ બંને વચ્ચે મતભેદ યથાવત રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર સુનીતાએ તેની માતા અને ભાઈઓના મળતા સહકારથી શેખર નારાજ હતો, તેથી પૂરા પરિવારની હત્યા કરી નાખી છે. આ હત્યા રાજાજીનગર પોલીસ સ્ટેશનની હદમાં કરવામાં આવી છે, જ્યારે શેખરનો પરિવાર 59 ક્રોસ નજીકના એક રહેવાસી બિલ્ડિંગના છે. પીડિતની ઓળખ ઈન્દુશેખરની પત્ની સુનીતા, સાસુ રુપવતી, સાળા શિવકુમાર અને શંકર, સાળી દિવ્યા અને નલિની અને શંકર સાત વર્ષના દીકરા તરીકે કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ હત્યાનું પહેલા પ્લાનિંગ કર્યું હતું અને પહેલા પત્નીની હત્યા કરી હતી, ત્યાર પછી પોતાના બે સાળાને પાર્ટી માટે ઘરે બોલાવ્યા હતા અને હત્યા કરી હતી એના પછી એમની પત્ની, સાસુ અને દીકરાની હત્યા કરી હતી. એક અઠવાડિયામાં સાત જણની હત્યા કરી નાખી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે સૌથી પહેલા પથ્થર મારીને સુનીતાની હત્યા કરી હતી એના પછી એનો મૃતદેહ કપડામાં લપેટીને નંદી હિલ્સ નજીક ફેંકી દીધો હતો એના પછી સુનીતાનો મોબાઈલ ફોન બંધ કરી નાખ્યો હતો અને પડોશીઓને જણાવ્યું હતું કે ફરવા ગઈ છે, જેથી કોઈને શક થાય નહીં. આ હત્યાનો ત્યારે ખુલાસો થયો છે, જ્યારે નલિનીની મા શ્રીરામપુરા પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવવા ગુરુવારે ગઈ હતી અને ત્યાર પછી શેખરની ધરપકડ કરી હતી. પોલીસે ઘરમાંથી પથ્થરની સાથે આરોપીએ યુઝ કરેલ કેમિકલ પણ જપ્ત કર્યું છે.

નંદી હિલ્સ પાસેથી દીકરાના મૃતદેહ સાથે અન્ય લોકોના મૃતદેહની શોધખોળ ચાલુ છે. ઈન્દુશેખરે દાવો કર્યો છે કે પરિવારના સાતેય સભ્યોને મારી નાખ્યા છે, જ્યારે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. સાત લોકોની હત્યા કરવામાં અન્ય લોકોની મદદ લીધી કે નહીં એની પણ તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!