February 14, 2026
ઈન્ટરનેશનલ

ભારતે આ મુદ્દે ‘ડ્રેગન’નો કર્યો વિરોધ, અમે એ કરારના પહેલેથી વિરોધી…

Spread the love

 

ભારત અને ચીનની વચ્ચે સિયાચિન મુદ્દે ભારતે ચીનને એલર્ટ કર્યું છે. ભારતે આ મુદ્દે જવાબ આપ્યો કે અમે 1963ના ચીન-પાકિસ્તાનના કથિત કરારને ક્યારેય સ્વીકાર્યા નથી. ચીન-પાકિસ્તાનના આ કરાર આ ક્ષેત્રને ગેરકાયદે રીતે ચીનને આપવાની કોશિશ કરવામાં આવી હતી અને એનો ભારત તરફથી સતત વિરોધ વ્યક્ત કર્યો છે.

ભારતે સિયાચીનની હરકતો મુદ્દે બે વાતમાં જવાબ આપ્યો હતો. ભારતે કહ્યું હતું કે જે રીતે ચીન મૂળ તથ્યોને બદલવાના પ્રયાસો કરી રહ્યું છે અને એનો ભારત સખત વિરોધ કરી રહ્યું છે. આ મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે અમે લોકો શક્સગામ ઘાટીને અમારો પ્રદેશ માનીએ છીએ. 1963માં ચીન અને પાકિસ્તાન મારફત કરવામાં આવેલા કથિત સમજૂતીને ક્યારેય સ્વીકારી નથી.

આ સમજૂતી મારફત પાકિસ્તાન ગેરકાયદે રીતે આ પ્રદેશ ચીનને આપવાની કોશિશ કરી હતી અને એનો હંમેશાં ભારતે સતત વિરોધ વ્યક્ત કર્યો હતો. જમીન મુદ્દે ચીન દ્વારા કરવામાં આવેલી હરકતો અંગે ચીનના સામે વિરોધ નોંધાવ્યો છે. અમે અમારા હિતોનું રક્ષા કરવા માટે જરુરી ઉપાયો હાથ ધરવાના અધિકારોને સુરક્ષિત રાખીએ છીએ. શક્સગામ ઘાટી રાજકીય રીતે મહત્ત્વનો પ્રદેશ છે, જે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)નો ભાગ છે.

દરમિયાન ભારતે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાને લઈ અમેરિકન પંચના રિપોર્ટને પણ ફગાવ્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકન પંચના વાર્ષિક રિપોર્ટના નામે ભારતને લઈ દુષ્પ્રચાર કરવાનું ચાલુ છે. યુએસસીઆઈઆરએફ (આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અમેરિકન પંચ)ને પક્ષપાતી સંગઠન તરીકે જાણીતું છે.

આ મુદ્દે પણ ભારતે કહ્યું હતું કે વાસ્તવમાં યુએસસીઆઈઆરએફએ ભારતના વિવિધ, બહુલવાદી અને લોકશાહીના વ્યવહારને સમજવાની કોશિશ પણ કરશે. દુનિયાની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાની તેની કોશિશ પણ ક્યારેય સફળ થશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!