February 17, 2026
રમત ગમત

IPL-50: આઈપીએલની રોમાંચક મેચમાં હૈદરાબાદે એક રનથી રાજસ્થાનને હરાવ્યું

Spread the love

પહેલી અને છેલ્લી ઓવરમાં હીરો રહ્યો ભુવનેશ્વર કુમાર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ-2024)ની પચાસમી મેચ હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે રમાઈ હતી. આજની મેચ હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે 20મી ઓવરના છેલ્લા બોલ સુધી મેચ એકદમ રોમાંચક રહી હતી, જેમાં અંતે રાજસ્થાન રોયલ્સ એક રનથી હાર્યું હતું, જ્યારે રાજસ્થાનની આ બીજી હાર હતી.

આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સની બીજી હાર છે. આ વખતની સિઝનમાં રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં પહેલા ક્રમે છે. છેલ્લી ઓવરમાં રાજસ્થાનને જીતવા માટે 13 રન બનાવવાના હતા. ભુવનેશ્વર કુમારની ઓવરમાં રાજસ્થાનના રોવમન પોવેલ અને રવિચંદ્રન અશ્વિન રમતમાં હતા, જ્યારે છેલ્લી ઓવરના છેલ્લા બોલમાં બે રન બનાવવાના હતા, ત્યારે પોવેલને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો અને હૈદરાબાદ આશ્ચર્યજનક રીતે જીતી ગયું હતું.

ભુવનેશ્વર કુમારે છેલ્લી ઓવરમાં કમાલ કરી હતી, જ્યારે તેની પહેલી ઓવરમાં પણ વિકેટ લીધી હતી. જોસ બટલર, સંજુ સેમસનને બંનેને ઝીરોમાં પેવેલિયન ભેગા કર્યા હતા, જ્યારે આજની મેચનો સુપર હીરો ભુવનેશ્વર કુમાર રહ્યો હતો. ચાર ઓવરમાં 41 રન આપવા છતાં મહત્ત્વની વિકેટ ઝડપી હતી.

મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી અને 20 ઓવરમાં ત્રણ વિકેટે 201 રન બનાવ્યા હતા, જ્યારે રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં સાત વિકેટે 200 રને સમેટાઈ ગયું હતું.

હૈદરાબાદના વિસ્ફોટક બેટરે ધીમી શરુઆત કર્યા પછી સસ્તામાં અભિષેક શર્મા આઉટ થયો હતો, ત્યારબાદ અનમોલ પ્રિતસિંહ પણ આઉટ થતા છઠ્ઠી ઓવરમાં 35 રને બે વિકેટ પડી હતી. ટ્રેવિસ હેડ અને નીતીશ કુમાર રેડ્ડીએ 96 રનની ભાગીદારી કરી ટ્રેવિસ હેડ 44 બોલમાં 58 રને આઉટ તયો હતો, જ્યારે નીતીશ કુમાર અને હેન્રી ક્લાસેનની જોડીએ મજબૂત પાયો નાખ્યો હતો. બંનેએ અનુક્રમે ચોથી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી, જેમાં નીતીશે 42 બોલમાં 76 રન બનાવ્યા હતા, જ્યારે ક્લાસેને 19 બોલમાં 42 રન બનાવ્યા હતા.

બીજી બાજુ રાજસ્થાન રોયલ્સ વતીથી કેપ્ટન સંજુ સેમસન, જોસ બટલરને ભુવનેશ્વર કુમારે સસ્તામાં આઉટ કર્યા હતા, પરંતુ નવોદિત રિયાન પરાગ અને યશસ્વી જયસ્વાલે આક્રમક બેટિંગ કરી હતી, જેમાં બંનેમાંથી જયસ્વાલે 67 રન ને પરાગે 49 બોલમાં 77 રન બનાવ્યા હતા, પરંતુ શિમનર હેટમાયર અને ધ્રુવ જુરેલ નિષ્ફળ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!