મોદીના શાસનને 25 વર્ષ: સફળતાના શિખરો વચ્ચે ભવિષ્યના રાજકારણને લઈને કેમ ઉઠ્યા સવાલો?
નોટબંધીથી લઈને નીટ વિવાદ અને બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના શાસનકાળની સફળતા અને ‘મોદી પછી કોણ?’

76 વર્ષના નરેન્દ્ર મોદીએ સક્રિય રાજકારણમાં તો લગભગ ચારથી પાંચ દાયકા વીતાવ્યા છે, પણ સત્તાનું સુકાન સંભાળવાને લગભગ અઢી દાયકાની મજલ કાપી છે, જેને લઈ ભારતીય જનતા પાર્ટી અને સાથી પક્ષો મોદીને શુભેચ્છાઓ આપી રહ્યા છે, પણ મોદીનું શાસન હવે ગણતરીના વર્ષો યા મહિના હોવાનું જ્યોતિષીઓ ભવિષ્ય ભાખી રહ્યા છે, જ્યારે સાથી મિત્રો, નેતાઓ પણ તેમના સાથે રહીને પણ દેશનું સુકાન સંભાળવા સજ્જ છે. વિપક્ષના માફક. અલબત્ત, 2029 લોકસભાની ચૂંટણી પહેલા એનડીએની આગેવાની હેઠળ ભાજપ માટે આગામી ચઢાણ કપરા પુરવાર થઈ રહ્યા છે. નોટબંધીથી લઈ એસઆઈઆર સુધીના નિર્ણય મુદ્દે સરકારની વિપક્ષે સમર્થન આપ્યું નથી, જ્યારે સાથી પક્ષોમાં અંદરોઅંદર ખેંચાખેંચી વચ્ચે નરેન્દ્ર મોદીના સત્તાના 25 વર્ષ પૂરા થવા વખતે એક સવાલ ઘેરાયો છે કે મોદી પછી કોણ?
ગુજરાતના સીએમ બન્યાના 13 વર્ષ પછી પીએમ બન્યા
ભાજપ, આરએસએસ અને એનડીએમાં મોદીના પછી દાવેદારી નોંધાવવા માટે એક આખી ફોજ છે, જેમાં અમિત શાહ, યોગી આદિત્યનાથ, દેવેન્દ્ર ફડણવીસ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, સંમ્બિત પાત્રા અને વિદેશ પ્રધાન જયશંકરનું નામ લેવાય છે, પરંતુ હવે લાગતું નથી દિલ્હી દૂર છે, પરંતુ ચર્ચામાં આ બધા નેતાના નામ મોખરે છે. ખેર વાત કરીએ મોદીની સત્તાના 25 વર્ષની. સાતમી ઓક્ટોબર 2001ના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા, જેના 13 વર્ષ પછી વડા પ્રધાન બન્યા હતા, જે ભારતના રાજકારણીઓ પૈકી તેમની સિદ્ધિ છે, જેમાં મોદીની લોકપ્રિયતા ભારતમાં જ નહીં, વિદેશમાં પણ વધી છે એ પણ હકીકત છે.
ગોધરાના રમખાણોએ મોદીને લાઈમલાઈટમાં લાવ્યા
નરેન્દ્ર મોદી પાર્ટીમાં 1974થી સક્રિય છે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ચોંક્યા હતા. એ વખતે પણ ગુજરાત ભાજપમાં ખેંચાખેંચી હતી. કેશુબાપા અને શંકરસિંહ વાઘેલાના જમાનામાં ના તો કોંગ્રેસ પણ કંઈ કરી શકી નહોતી. 1974માં જ્યારે ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે વિદ્યાર્થીઓ આંદોલને દિલ્હીમાં બેઠેલી સરકારને હલાવી નાખી હતી. ચીમનભાઈ પટેલ સિવાય ત્રણ વખત માધવ સિંહ સોલંકી સીએમ તરીકે રહ્યા હતા. માઘવસિંહ સોલંકીના માફક મોદી પણ સીએમ તરીકે લોકપ્રિય રહ્યા. એમાંય ગોધરાના રમખાણોએ મોદીને લાઈમલાઈટમાં લાવ્યા.
સરકારની સૌથી મોટી પીછેહઠ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
2013માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપના આગામી લોકસભાની ચૂંટણીમાં પોસ્ટબોય જાહેર કર્યાં અને પરિણામ પોઝિટિવ આવ્યા પછી નરેન્દ્ર મોદી 22 મે 2014ના વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. 2019 અને 2024 લોકસભાની ચૂંટણીમાં ભાજપ ફરી જીત્યું અને મોદીને પીએમ બનાવવામાં આવ્યા હતા. મોદીની સામાજિક, રાજકીય અને વ્યૂહાત્મક નીતિને કારણે દુનિયાભરમાં ભારતનું નામ તો રોશન કર્યું હતું પણ પણ સવાલ હજાર છે.
ઈડીનો દુરુપયોગ, નોટબંધી, જીએસટી, એસઆઈઆર સહિત અન્ય મુદ્દે વિપક્ષે મોદી-શાહની વધુ તિરસ્કૃત કરી, જ્યારે શિક્ષણ ક્ષેત્રે નીટ પેપર લીક મુદ્દે સરકારે બેકફૂટ પર આવવું પડ્યું છે, જે સરકારની મોટી પીછેહઠ હતી. હાલમાં વૈશ્વિક સ્તરે ભારત ચોથા નંબરે હતી, પણ તેનું સ્થાન ઘટીને છઠ્ઠા ક્રમે રહ્યું છે, ત્યારે નવા દાવેદારોની વચ્ચે મોદીના 25 વર્ષ એ સિદ્ધિ તો કહી શકાય કે નહીં એ સવાલ છે. તમને શું લાગે છે, સાચું લખી શકો યા પ્રતિક્રિયા આપી શકો.
