સોનાના ભાવ ₹1.50 લાખને પાર છતાં ઘેલા થયા લોકો! જાણો બદલાતા ટ્રેન્ડ પાછળનું અસલી કારણ
છેલ્લા એક વર્ષથી સોનાના ભાવ 1.50 લાખની આસપાસ બાઉન્સબેક થયા કરે છે, જેમાં તહેવારો પછી પણ નવી સપાટીથી પાછા ફર્યા છે, પણ એનાથી ગ્રાહકો કે વેપારીઓ ખુશ નથી. ભાવવધારા પછી હળવી જ્વેલરી, ઓછા કેરેટના દાગીના અને જૂના સોનાનું એક્ચેન્જ કરવાનું ચલણ વધ્યું છે, જ્યારે એની માગમાં પણ વધારો થયો છે.
મોંઘું સોનું ખરીદવાનું ચલણ ઘટ્યું
સોનાના વધતા ભાવ પછી ગ્રાહકોએ સસ્તા અથવા ઓછા બજેટમાં સોનું ખરીદવાનું ચાલુ કર્યું છે. હવે ગ્રાહકો ભારે ભરખમ સોનું ખરીદવાને બદલે હળવા વજનમાં ડિઝાઈનવાળી વસ્તુ પસંદ કરવા લાગ્યા છે, પરિણામે તેનાથી ખરીદવાનું ચલણ ઘટ્યું નથી, પરંતુ સોનાના માર્જિનમાં ઘટાડો થયો છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતાનુસાર ઊંચા ભાવને કારણે ભારતમાં ખાસ કરીને હળવા વજન અને ઓછી કેરેટવાળી જ્વેલરીમાં ફેરફાર થયો છે. ગ્રાહકોની ખરીદી ઓછી થઈ છે, જ્યારે એક્સચેન્જ ઓફર, ડિસ્કાઉન્ટ અને વળતરના વિકલ્પો પરની નિર્ભરતા ઘટી છે.
જૂના સોનાને બદલે નવી જ્વેલરી
ગોલ્ડ એક્સચેન્જ પણ ગ્રાહકો માટે એક ઉત્તમ વિકલ્પ બન્યો છે. જૂના સોનાનું એક્સચેન્જ કરીને નવી જ્વેલરી ખરીદવાથી ગ્રાહકોને સંપૂર્ણ રકમનું ભારણ આવતું નથી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યાનુસાર અમુક જ્વેલર્સ આજે પણ એક્સચેન્જથી થનારા વેચાણમાં 10-12 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે અમુક કિસ્સામાં તો એક્સચેન્જના વેચાણમાં હિસ્સો પણ 70 ટકા સુધી પહોંચ્યો છે.
ઓછા વજન અને કેરેટવાળી જ્વેલરીની માંગ
બીજી ઓક્ટોબરથી ભારતમાં બેન્ચમાર્ક સોનાના ભાવ 10 ગ્રામદીઠ 1.50 લાખ છે, જ્યારે દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ 1.50 લાખ હતા અને 22 કેરેટના ભાવ લગભગ 1.3 લાખ નોંધાયો હતો. આગામી દશેરા, દિવાળી અને લાભપાંચમમાં સોનાની માંગમાં વધારો થવાની અપેક્ષા છે, પરંતુ ગ્રાહકોની ખરીદદારીના ભાવ અને બજેટ પ્રમાણે થશે. ઘટતા ભાવને કારણે માર્કેટમાં ગ્રાહકો ખરીદી માટે વાપસી કરી શકે છે. ટૂંકમાં, હવે માર્કેટમાં સોનાના ભાવ વધી રહ્યા છે પણ લોકો ઓછા કેરેટવાળી સોનાની વસ્તુ ખરીદવાનું ચાલુ રાખ્યું છે એ હકીકત છે.
