October 2, 2026
ટોપ ન્યુઝનેશનલ

જવાનોના આવેગ પાછળનું કારણ શું? દેશની રક્ષા કરનારા પોતાના જ સાથીઓના જીવ કેમ લે છે?

Spread the love


ભારતીય સેના એટલે કે ઈન્ડિયન આર્મીમાં શિસ્ત, એકતા અને ભાઈચારો સર્વોપરી ગણાય છે. “એક ગોળી, એક દુશ્મન”ના સંકલ્પ સાથે સરહદોની રક્ષા કરતા સુરક્ષાદળો વચ્ચે જ્યારે કોઈ જવાન પોતાના જ સાથી સૈનિકો કે ઉપરી અધિકારીઓ પર ગોળીબાર કરે છે, ત્યારે સમગ્ર દેશ સ્તબ્ધ થઈ જાય છે.
જોકે, આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે આખરે એવું તે શું કારણ હતું કે આ જવાને આવું પગલું ભર્યું? આજે આપણે આ સ્ટોરીમાં આ વિશે અને આવી ઘટનાઓ પાછળના કારણો તેમ જ ઉપાયો વિશે વિસ્તારથી જાણીશું…

લશ્કરી પરિભાષામાં પોતાના જ સાથીઓ પર હુમલો કરવાની કે જીવ લેવાની આવી ઘટનાઓને ‘ફ્રેટ્રિસાઇડ’ (Fratricide) અથવા ‘બ્લુ ઓન બ્લુ’ (Blue-on-Blue) હિંસા કહેવામાં આવે છે. આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ પાછળ કયા મનોવૈજ્ઞાનિક, વહીવટી અને અંગત કારણો જવાબદાર હોય છે અને તેને રોકવા માટે સેના દ્વારા કયા સુધારા કરવામાં આવ્યા છે, તે અંગે સંરક્ષણ નિષ્ણાતો અને અભ્યાસો દ્વારા મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે.

ફ્રેટ્રિસાઇડ પાછળનાં મુખ્ય કારણો
ફ્રેટ્રિસાઇડ કે પછી બ્લ્યુ ઓન બ્લ્યુની ઘટનાઓ શા માટે થાય છે એ વિશે વાત કરીએ તો આ પાછળ અનેક મહત્ત્વના કારણો જવાબદાર છે જેમ કે-
વધુ પડતો માનસિક તણાવ અને આઈસોલેશન:
જવાનો સિયાચીન, કારગિલ, લેહ-લદ્દાખ કે ઉત્તર-પૂર્વના ગાઢ જંગલો જેવા અત્યંત મુશ્કેલ ભૌગોલિક વિસ્તારોમાં મહિનાઓ સુધી પરિવારથી દૂર ફરજ બજાવે છે. આવી એક્સ્ટ્રીમ પ્રતિકૂળ વાતાવરણ અને લાંબા સમય સુધી એકલતા માનસિક તણાવ (Mental Stress) વધારે છે.

ઘરેલું સમસ્યાઓ અને રજા ન મળવી
મોટાભાગના કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે જવાનના વતન કે ઘરમાં જમીન-મિલકત વિવાદ, પરિવારમાં ગંભીર બીમારી કે આર્થિક સંકટ ચાલતું હોય છે. જ્યારે આવી કટોકટીમાં જરૂરી સમયે રજા (Leave Sanction) મળતી નથી અથવા રજા રદ કરવામાં આવે છે કે થઈ જાય છે, આવી પરિસ્થિતિમાં જવાન લાચારી અને હતાશા (Frustration) થઈ જાય છે.

ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષ અને વાતચીતનો અભાવ
લશ્કરી શિસ્ત અત્યંત કડક હોવાને કારણે જુનિયર જવાનો ઘણીવાર પોતાની માનસિક અસ્વસ્થતા કે ફરિયાદો વિશે ઉપરી અધિકારી સાથે ખુલીને વાત કરી શકતા નથી. ક્યારેક સિનિયર અધિકારીઓ દ્વારા કડક વર્તન કે વધુ પડતી ડ્યુટી ફાળવણીના કારણે વિવાદ ઉગ્ર બનીને આકસ્મિક હિંસામાં પરિણમે છે.

ઊંઘનો અભાવ અને સતત એલર્ટ પર રહેવું
આતંકવાદ વિરોધી કામગીરી (Counter-Insurgency Operations) અને સરહદી ચોકીઓ પર સતત 24 કલાક ખડેપગે હથિયાર સાથે હાઈ એલર્ટ પર રહેવાથી શારીરિક અને માનસિક થાક લાગે છે, જેનાથી ઈમ્પલ્સ કન્ટ્રોલ (Impulse Control) ગુમાવવાનું જોખમ રહે છે.

ઉપાય શું છે?
વાત કરીએ આવી ઘટનાઓને અટકાવવા માટે ભારતીય સેના દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે તો અનેક મહત્ત્વના નિર્ણયો અને પગલાં ઈન્ડિયન આર્મી દ્વારા લેવામાં આવ્યા છે.

માનસિક કાઉન્સિલર્સની તૈનાતી
સેનામાં સ્પેશિયલ પ્રશિક્ષિત સાયકોલોજિસ્ટ્સ અને કાઉન્સિલર્સની નિમણૂક કરવામાં આવી છે. જવાનોના વર્તનમાં અસામાન્ય બદલાવ આવે તો તાત્કાલિક કાઉન્સેલિંગ સેશન ગોઠવવામાં આવે છે.

બડી સિસ્ટમ
સૈન્યમાં ‘બડી સિસ્ટમ’ ખૂબ અસરકારક છે, જેમાં બે જવાનો એકબીજાની સંભાળ રાખે છે. જો સાથી જવાન તણાવમાં હોય કે ડિપ્રેશનના લક્ષણો દેખાય તો તેનો જોડીદાર તુરંત યુનિટ કમાન્ડરનું ધ્યાન દોરે છે.

યોગ અને તણાવમુક્તિ શિબિરો
દરેક યુનિટમાં દૈનિક શારીરિક તાલીમ ઉપરાંત મેડિટેશન, પ્રાણાયામ અને રમતગમતની પ્રવૃત્તિઓ ફરજિયાત બનાવવામાં આવી છે.

પારદર્શક રજા નીતિ
કટોકટીના સમયે જવાનોને રજા આપવા માટે સરળ અને ડિજિટલ પ્રક્રિયા અમલમાં મુકાઈ છે, જેથી ઘરની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં જવાનને સમય મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!