February 18, 2026
મનોરંજનરમત ગમત

વિરાટ અને અનુષ્કા વચ્ચે મજબૂત રિલેશન માટે આ વાત છે જવાબદાર!

Spread the love

મિસ્ટર ચિકુ એ વળી કોણ. જો ના જાણતા હોય તો ક્રિકેટની દુનિયામાં એક કમાલ-ધમાલના ક્રિકેટર તરીકે નામ વિરાટનું નામ ગૂંજતું રહે છે ચિકુનું નામ. ચિકુનું નામ તો વિરાટ કોહલીને ક્રિકેટના ગ્રાઉન્ડમાંથી મળ્યું છે, પરંતુ વાત કરીએ વિરાટ એન્ડ અનુષ્કાના બોન્ડિંગની. વિરુષ્કા તરીકે જાણીતા આ દંપતી હંમેશાં લાઈમલાઈટમાં રહે છે, જ્યારે તેમનો એક ઈન્ટરવ્યૂમાં વાઈરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટ કોહલીએ એકબીજાના મજબૂત રિલેશન માટે કઈ વાત જવાબદાર હોવાની સ્પષ્ટતા કરી હતી.

ક્રિકેટમાં વિરાટ કોહલીએ નામ કમાવ્યું છે તો અનુષ્કા શર્માએ પણ ફિલ્મોમાં અભિનયના જોરે નામ કમાવ્યું છે. વિરાટ કોહલી અને અનુષ્કાએ 2017 લગ્ન કર્યા હતા, જ્યારે બંનેની એક દીકરી પણ જ્યારે બીજો દીકરો છે. ચાહકોને પણ તેમની જોડી વિશેષ પસંદ પડે છે, જ્યારે તેમને પ્રેમથી વિરુષ્કા નામ આપ્યું છે.

ક્રિકેટના મેદાનમાં પણ વિરાટ કોહલી છવાયેલો રહે છે, જેમાં તેના ચેનચાળા-હરકતો પણ લોકોને વિશેષ પસંદ પડે છે. તાજેતરમાં વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યૂમાં પત્ની અનુષ્કા અંગે વાત જણાવી હતી. વિરાટ કોહલીએ અનુષ્કાની સમજણ કેવી છે, જ્યારે બંને એકબીજા માટે રાઈટ ચોઈસ છે એના અંગે પણ જણાવ્યું હતું.

મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન દ્વારા લેવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં સવાલ કરવામાં આવ્યો હતો કે તે અનુષ્કાની સૌથી વિશેષ કઈ વાત પસંદ પડે છે. આ સવાલના જવાબમાં વિરાટે કહ્યું હતું કે તે એકદમ ઓનેસ્ટ-પ્રમાણિક છે. બસ, એ વાતને લઈને હું એની સાથે કનેક્ટ થયો છું. જે વાત એના મગજમાં આવે છે એ કહી દે છે, તેનાથી અમારા બંને વચ્ચેની સારી એવી સમજણ રહે છે.

આમિર ખાન સાથેના ઈન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે હું અનુષ્કા પાસેથી ઘણું બધું શીખ્યો છું. અનુષ્કા શર્મા પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ પણ રહે છે, જ્યારે તેને પણ અચૂક શેર કરે છે. વિરાટ કોહલીના જવાબ જાણીને આમિર ખાન પણ એકદમ ખુશ થઈ ગયો હતો. આ વીડિયો પણ વાઈરલ થયા પછી લાખો ચાહકોએ વિરાટના ઈન્ટરવ્યૂની પ્રશંસા કરી હતી, જ્યારે હજારો ચાહકોએ તેના પર પ્રતિક્રિયા પણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!