August 26, 2026
ટોપ ન્યુઝ

ભાવનગર લઠ્ઠાકાંડ: દારૂબંધીના નામે ક્યારે બંધ થશે મોતનો વેપાર?

Spread the love


હપ્તાખોરી, નકલી રોયલ સ્ટેગ અને 35% મિથેનોલનું ઝેર: ગરીબોના મોત વચ્ચે તપાસ અને સસ્પેન્શનનો ખેલ


ગુજરાતના ભાવનગરમાં ઝેરી દારુ પીવાથી સાત લોકોનાં મોત થયા છે, જેને લઈ ફરી રાજ્યમાં દેશી દારુથી લઈને ઈંગ્લિશ દારુની ચર્ચા જોરદાર વધી છે. રાજ્યમાં દારુબંધી તો 1960 લાદવામાં આવી છે, પણ દારુની બેરોકટોકટ હેરાફેરી અને દારુના ધંધા પોલીસના નાક તળે ચાલે છે, જ્યારે હપ્તા રાજ પણ છે, પરંતુ સરકાર ગાંધીના ગુજરાતમાં દારુબંધી હટાવવાના પક્ષમાં કાર્યવાહી કરી શકતી નથી.

ભાવનગરમાં ઝેરી દારુના સેવનથી અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકો ભોગ બન્યા છે. હજુ પણ દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે, જેને લઈ તંત્રમાં દોડધામ મચી છે. પોલીસ તંત્રએ પણ નીચલા લેવલના પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યાં છે, પરંતુ મોટા માથાનું શું. ગરીબો સસ્તો દારુ પીને મોતને ભેટે છે, જ્યારે તેમાંથી હપ્તાની વહેંચણી થઈને પોલીસ મોજ કરે છે, પરંતુ હજુ રાજ્યમાંથી દારુબંધી તો હટશે નહીં.

હોસ્પિટલમાં હજુ પણ 20થી વધુ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી દસ દર્દીને હાલત ગંભીર છે. દર્દીઓને હજુ સારવાર હેઠળ ખસેડવામાં આવી રહ્યા છે, જેને લઈ તંત્રએ ચિંતા વ્યક્ત કરી છે. લઠ્ઠાકાંડના 13 આરોપી-બૂટલેગરોને કસ્ટડીમાં લઈને રિમાન્ડ પર છે. ઉપરાંત, મુખ્ય આરોપીના ઘરે પણ તપાસ કરવામાં આવી શકે છે. આરોપીઓએ કૂલ મળીને 300થી વધુ બનાવટી દારુ બનાવ્યો હતો, જ્યારે આ કેસમાં હજુ સાત આરોપીને શોધવા આકાશ પાતાળ એક કરી રહી છે.

ઝેરી દારુ કઈ રીતે બને છે એનો સવાલ થાય છે કે ભાવનગરમાંથી જપ્ત કરવામાં આવેલી બોટલમાંથી 35 ટકાથી વધુ મિથેનોલ નીકળ્યું છે, જ્યારે માત્ર એક ટકો પણ ઈથેનોલ હતું. એટલું જ નહીં, મૃતકના બ્લડ સેમ્પલમાં પણ મિથેનોલનું પ્રમાણ મળ્યું છે. લઠ્ઠાકાંડના મૃતકમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ, કનકસિંહ ગોહિલ, કાર્તિક મકવાણા, નરેન્દ્રસિંહ યાદવ (એમપી), ઘનશ્યામસિંહ જાડેજા, હિતેશ પરમાર અને જયેશ ભટ્ટીનો સમાવેશ થાય છે.

જિલ્લા કલેક્ટરે કહ્યું છે કે હજુ પણ અનેક લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ચાર આઈસીયુ અને બે વેન્ટિલેટર પર છે. હોસ્પિટલમાં દાખલ લોકોએ રોયલ સ્ટેગ બ્રાન્ડનું સેવન કર્યું છે. પ્રશાસને જણાવ્યું છે કે જે લોકોએ રોયલ સ્ટેગનું સેવન કર્યું હોય અને લક્ષણો હોય તેમને હોસ્પિટલમાં એક વખત બતાવી જવું જોઈએ.

લઠ્ઠાકાંડ પછી પોલીસ એક્ટિવ
ભાવનગરના બૂટલેગરે ધોલેરાના બૂટલેગરને બે પેટી દારુ આપ્યો હોવાનું કહેવાય છે. ગ્રામ્ય પોલીસે દારુની પેટી પણ રિકવર કરી છે, જ્યારે અમદાવાદ ગ્રામ્યના 500થી વધુ સરપંચ સાથે પોલીસે મહત્ત્વની બેઠક કરી છે. વાત જાણે એમ છે કે 16 ઓગસ્ટના ભાવનગરના ઘોઘોના ખરકડી ગામે પાર્ટી થઈ હતી, જેમાં પાર્ટી આપનારનું મોત થયું હતું અને બનાવટી દારુ પીધો હોવાનું જાણવા મળ્યું હતું. 19 ઓગસ્ટના પાંચ લોકોના મોત પછી તંત્ર દ્વારા પાંચ જણને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એના પછી મૃત્યુ આંક વધીને 10 પાર થઈ ગયો છે. પોલીસ તંત્રએ મૂળ સુધી પહોંચવા માટે 16 જેટલી ટીમને તપાસમાં ઉતારી છે. આ કેસમાં 27 લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં આગામી દિવસોમાં વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે, જ્યારે ચાર્જશીટ કરવામાં આવશે, પણ મૂળ હકીકત તો એ છે કે લોકોએ જાગૃત થવાની જરુરી છે અને હલકી કક્ષાનો દારુ પીવાનું બંધ કરે તો પોતે અને પરિવારને મુશ્કેલીમાં નાખશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!