August 26, 2026
મનોરંજન

પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ વિવાદમાં દીપિકા પાદુકોણનું મોટું રિએક્શન! સંદીપ રેડ્ડી વાંગા પર કટાક્ષ કરતી પોસ્ટ…

Spread the love

દીપિકા પાદુકોણ સ્પિરિટ ફિલ્મ વિવાદ

ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની આગામી મેગા બજેટ ફિલ્મ ‘સ્પિરિટ’માંથી બોલિવૂડ સુપરસ્ટાર દીપિકા પાદુકોણની એક્ઝિટને લઈને સર્જાયેલો વિવાદ ફરી એકવાર ચર્ચાનું કારણ બન્યું છે. સંદીપ રેડ્ડી વાંગાના ભાઈ પ્રણય વાંગાના તાજેતરના નિવેદન બાદ હવે દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર વાંગા બ્રધર્સ પર નિશાન સાધતી પોસ્ટને લાઈક કરીને પોતાનું મૌન સમર્થન આપ્યું છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી…

તાજેતરમાં પત્રકાર જાનવી મનચંદા દ્વારા શેર કરાયેલી પોસ્ટમાં વાંગા બંધુઓ અને બોલીવૂડના પુરૂષપ્રધાન વલણ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, જેને દીપિકા પાદુકોણે લાઈક કરતાં ઈન્ટરનેટ પર ચર્ચા તેજ બની છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે દીપિકા પાદુકોણે ‘સ્પિરિટ’ના પ્રોફિટમાંથી માત્ર 10 ટકાની હિસ્સેદારી માંગી હતી. જે રીતે આ વાત પર હોબાળો મચાવવામાં આવ્યો છે તે જોતાં લાગે છે કે જાણે તેમણે આખી ફિલ્મ કે નિર્માતાઓની સંપત્તિ માંગી લીધી હોય.

આ પોસ્ટમાં આગળ એવું પણ જણાવવામાં આ્વ્યું છે કે અહીં સ્પષ્ટપણે ‘મેલ ઈગો’ વચ્ચે આવ્યો છે. એક મહિલાએ ડીલ નકારી તે પિતૃસત્તાક માનસિકતા સહન કરી શકી નથી. પુરુષ કલાકારો દાયકાઓથી ફિલ્મોમાં પ્રોફિટ શેરિંગ લેતા આવ્યા છે, તો પછી એક ટોચની મહિલા સુપરસ્ટારે પોતાની ફી અને નફામાં હિસ્સો માંગ્યો તો તે આટલો મોટો વિવાદ કેમ બની ગયો?

અહીંયા તમારી જાણકારી માટે તે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં સંદીપ વાંગાના ભાઈ પ્રણય વાંગાએ દાવો કર્યો હતો કે દીપિકા પાદુકોણના ફિલ્મ છોડવાનું મુખ્ય કારણ તેમની ફિલ્મ પ્રોફિટમાં 10 ટકા હિસ્સાની માંગ હતી. તેમણે ઉમેર્યું કે અભિનેત્રી પોતાની માંગણી મૂકી શકે છે, પરંતુ નિર્માતાઓએ ફિલ્મના બજેટનું ગણિત જોવાનું હોય છે. જ્યારે અમને લાગ્યું કે આ શક્ય નથી, ત્યારે અમે અન્ય અભિનેત્રીઓની પસંદગી શરૂ કરી હતી. અગાઉ એવા પણ અહેવાલો હતા કે નવી માતા બનેલી દીપિકાએ શૂટિંગ માટે આઠ કલાકની શિફ્ટની શરત પણ મૂકી હતી.

ફિલ્મ ‘સ્પિરિટ’માં પ્રભાસની ઓપોઝિટ હવે દીપિકા પદુકોણની જગ્યાએ તૃપ્તિ ડિમરી જોવા મળશે. ફિલ્મમાં વિવેક ઓબેરોય પણ મહત્વની ભૂમિકામાં છે અને આ ફિલ્મ પાંચમી માર્ચ, 2027ના રોજ થિયેટર્સમાં રીલિઝ થવાની છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ ફિલ્મ ‘સ્પિરિટ’માંથી બહાર થવા છતાં તેના હાથમાં બે વિશાળ પ્રોજેક્ટ્સ છે, જેમાંથી એક એટલે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘કિંગ’ (King)માં જોવા મળશે. એટલીના નિર્દેશનમાં બનનારી મેગા ફિલ્મ ‘રાકા’ (Raka)માં અલ્લુ અર્જુન સાથે સ્ક્રીન શેર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!