ફોન પર આવતા ફેક અને સ્કેમ SMS થી છો પરેશાન? આ રીતે બ્લોક કરો ફ્રોડ મેસેજ!

આજના આધુનિક ટેકનોલોજી યુગમાં સાયબર અપરાધીઓ લોકોને ઠગવા માટે રોજ નવી-નવી રીતો અપનાવી રહ્યા છે. ક્યારેક બેંક ખાતાના નામે, તો ક્યારેક કેવાયસી (KYC) અપડેટ કે ઇનામ જીતવાની લાલચ આપીને લોકોની પર્સનલ માહિતી ચોરવાના પ્રયાસો કરવામાં આવે છે. ઘણીવાર યુઝર્સને એ સમજવું મુશ્કેલ બની જાય છે કે કયો મેસેજ અસલી છે અને કયો નકલી. જો તમારા એન્ડ્રોઇડ ફોન પર પણ સતત અજાણ્યા નંબરથી શંકાસ્પદ મેસેજ આવી રહ્યા છે, તો આ ફ્રોડથી બચવા માટે કેટલાક કારગર ઉપાયો ઉપલબ્ધ છે.
ફોન પર કેમ આવે છે સ્કેમ મેસેજ?
મોબાઈલ પર સતત સ્પામ કે સ્કેમ SMS આવવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. સંભવ છે કે તમે અજાણતાં કોઈ અસુરક્ષિત વેબસાઇટ પર તમારો મોબાઈલ નંબર દાખલ કર્યો હોય. ઘણીવાર ડેટા લીક (Data Breach) ના કારણે પણ યુઝર્સની પર્સનલ માહિતી હેકર્સ સુધી પહોંચી જતી હોય છે. આ ઉપરાંત, જો તમારો મોબાઈલ નંબર કોઈ પબ્લિક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોય, તો પણ આવા મેસેજ આવવાની શક્યતાઓ વધી જાય છે.
NordVPN નો નવો ‘Message Protection’ ફીચર
આ સમસ્યાના ઉકેલ માટે પ્રખ્યાત સાયબર સુરક્ષા કંપની NordVPN એ તેના એન્ડ્રોઇડ એપમાં Message Protection નામનું નવું ફીચર જોડ્યું છે. આ ફીચર ઇનકમિંગ SMS ને સ્કેન કરે છે અને જો કોઈ મેસેજમાં ફ્રોડ કે છેતરપિંડીની શંકા હોય, તો યુઝરને તાત્કાલિક ચેતવણી આપે છે.
આ સિસ્ટમ મેસેજમાં રહેલી લિંક્સ, શંકાસ્પદ શબ્દો અને મોકલનારની માહિતીની ચકાસણી કરે છે.
જો કોઈ લિંક અગાઉથી જોખમી માનવામાં આવી હોય અથવા મોકલનારનો રેકોર્ડ શંકાસ્પદ જણાય, તો એપ તુરંત એલર્ટ બતાવે છે, જેથી યુઝર કોઈ ફિશિંગ લિંક પર ક્લિક કરતા બચી શકે.
આ ફીચરને કેવી રીતે એક્ટિવ કરવું?
આ ફીચર ઓટોમેટિક ચાલુ થતું નથી. જો તમારી પાસે NordVPN નો સપોર્ટેડ પ્લાન હોય, તો તમારે તેને મેન્યુઅલી ઓન કરવું પડે છે:
૧. સૌથી પહેલા NordVPN એપ ખોલો.
૨. નીચે આપેલા Products સે ક્વેશ્નમાં જાઓ.
૩. ત્યાં Message Protection ઓપ્શન સર્ચ કરો.
૪. તેની સામે આપેલા ટૉગલ (Toggle) ને ઓન કરી દો.
૫. જો ઈચ્છો તો તમે સાથે Call Protection ફીચર પણ એક્ટિવ કરી શકો છો.
ફીચરની મર્યાદાઓ
આ સુવિધા ફ્રી નથી; તેના માટે NordVPN નો એવો પેઇડ પ્લાન લેવો પડે છે જેમાં Call અને Message Protection સામેલ હોય. આ ફીચર માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે (આઈફોન યુઝર્સ તેનો ઉપયોગ કરી શકતા નથી). આ ઉપરાંત, તે માત્ર નોર્મલ SMS પર જ કામ કરે છે; WhatsApp, Telegram કે અન્ય મેસેજિંગ એપ્સ પર આવતા મેસેજને આ ફીચર ચેક કરતું નથી.
પૈસા ખર્ચ કર્યા વગર આ રીતે મેળવો સુરક્ષા
જો તમે કોઈ પેઇડ સર્વિસનો ઉપયોગ કરવા નથી માંગતા, તો પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં પહેલાથી જ શ્રેષ્ઠ વિકલ્પો ઉપલબ્ધ છે. મોટાભાગના એન્ડ્રોઇડ ફોનમાં Google Messages એપ હોય છે, જેમાં Spam Protection અને Scam Protection જેવા ફીચર્સ મળે છે:
Google Messages એપ ખોલો.
ઉપર તમારા પ્રોફાઇલ આઈકોન પર ટેપ કરો.
Messages Settingsમાં જાઓ.
Protection & Safety ઓપ્શન સિલેક્ટ કરો.
Spam Protectionને ઓન કરી દો.
