‘વફાદાર’ કેતન અને ‘બેવફા’ સિયાઃ સોનમ-રાજા રઘુવંશી જેવા કિસ્સાનું પુણેમાં પુનરાવર્તન…
સિયા ગોયલે પ્રેમી ચેતન ચૌધરી સાથે મળી રચ્યું હતું ખૌફનાક કાવતરું, જયપુરમાં આલિશાન લગ્ન થાય તે પહેલા જ ખેલ ખતમ

પુણેઃ હવે એરેન્જ મેરેજ કે સગાઈ પણ સમાજ માટે ઘાતકી બની રહ્યા છે. ઈન્દોરના સોનમ-રાજા રઘુવંશીના કિસ્સા પછી પુણેમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે. મંગેતરે પોતાના પ્રેમી સાથે મળીને પોતાના થનારા પતિને મારી નાખ્યો. પુણેના લોહગઢ કિલ્લામાં 26 વર્ષના કેતન અગ્રવાલના મોતના કિસ્સામાં એક પછી નવા ખુલાસા થઈ રહ્યા છે. કેતનનું મોત નહીં, પણ હત્યા થઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. એ પણ કેતન અગ્રવાલની મંગતરે પ્રેમી સાથે મળીને હત્યા કરી નાખી, જ્યારે કેતનની વફા પણ બેવફા સિયાની ચર્ચાએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે.
કેતન અગ્રવાલના પિતાએ આ ઘટના અંગે શોક વ્યક્ત કરતા કહ્યું કે મારો દીકરો કોઈ અકસ્માત નહીં, પણ એક ષડયંત્રનો ભોગ બન્યો. એની ફિયાન્સી સિયા ગોયલએ તેના પ્રેમી સાથે મળીને હત્યા કરી. સિયાની સાથે ચેતન ચૌધરીએ તેને સાથ આપ્યો છે. કેતનના પિતાએ વધુમાં કહ્યું કે જો લગ્ન કરવા જ નહોતા તો પછી ચોખ્ખી મનાઈ કરી હોત પણ મારા દીકરાનો જીવ શા માટે લીધો.
14 જૂનના હત્યાની કરી હતી કોશિશ પણ નિષ્ફળ રહી
કેતનના પિતા વિશાલ અગ્રવાલે દાવો કર્યો છે કે દીકરાની હત્યાનો પ્રયાસ તો 14 જૂનના પણ કર્યો હતો. એ દિવસે સિયા અને કેતન લોહગઢ કિલ્લા પર પણ ગયા હતા, જ્યાં બંને હાજર હતા. એ વખતે પણ સિયાએ કેતનને ધક્કો માર્યો હતો. એ વખત કેતન લપસ્યો પણ હતો, પણ ઘાટમાં બધા વૃક્ષોને કારણ બચી ગયો હતો. એની જાણ સિયાને થયા પછી સાપ કહીને બૂમાબૂમ કરીને કેતનને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો અહેસાસ કરાવ્યો હતો. આ સંજોગમાં કેતનને ધક્કો માર્યો હોવાનું પુરવાર કર્યો હતો. જોકે, પરિવારે આરોપ મૂક્યો છે કે 14 જૂનના કેતનની હત્યાની કોશિશ કરી હતી, પરંતુ સફળ રહી નહોતી.
પોલીસ તપાસની સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેતન સિયા માટે પ્રી-બર્થડે સેલિબ્રેટ કરે છે. લકઝરી કારમાં પિક કરે છે અને પ્રેમથી ફૂલો આપે છે અને એના પછી કેતન એને ડેટ પર લઈ જાય છે અને બંને લાઈવ મ્યુઝિક પર ડાન્સ પણ કરે છે. સિયાને કેતન પ્રિન્સેસ ટ્રીટમેન્ટ પણ આપે છે, પણ કેતને સપનામાં પણ વિચાર્યું નહોતું કે આ જ સિયા તેનો જીવ લઈ લેશે.
જયપુરમાં સિયા અને કેતન ધામધૂમથી કરવાના હતા લગ્ન
19 જૂનના સિયાના જન્મદિવસને સ્પેશિયલ બનાવવા ઈચ્છતો કેતને અનેક તૈયારીઓ કરી હતી, પરંતુ સિયાની જાળમાં ફસાઈ ગયો અને સિયા પોતાની પ્રેમી ચેતનની સાથે મળીને ખાઈમાં ધક્કો મારી દીધો, જ્યાં તેનું મોત થયું હતું. બંનેના લગ્ન આગામી મહિને જયપુરમાં થવાના હતા. લગ્નને લઈ બંને પરિવારમાં જોરદાર ઉત્સાહ હતો. જયપુરના આલિશાન પેલેસમાં બંનેના લગ્ન યોજવાના હતા. મહેમાનો માટે બે ચાર્ટર્ડ વિમાન ભાડે લેવાના હતા. જોકે, એરેન્જ મેરેજનો આટલો ખરાબ અંજામ આવી શકે એવું કોઈ કલ્પ્યું નહીં હોય.
ટિકિટ કાઉન્ટર પર હુડી પહેરીને જોવા મળ્યો ચેતન
પોલીસ પણ આ કેસમાં તપાસમાં ચોંકાવનારી વાતો જાણવા મળી હતી. અહીં પહેલા નોંધાયેલા અકસ્માત કેસમાં પોલીસને શંકા હતી કે આ અકસ્માત નહીં પણ મર્ડર છે, જે દિશામાં તપાસ વેગવાન બનાવી હતી. લોહગઢ કિલ્લાના ટિકિટ કાઉન્ટરના સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા, જેમાં એક યુવક હુડી પહેરેલ જોવા મળ્યો હતો, જેની ઓળખ ચેતન ચૌધરી તરીકે કરી હતી, જે સિયાનો પ્રેમી નીકળ્યો હતો અને એને સિયા સાથે મળીને કેતન ચૌધરીને ખીણમાં ધકેલી દીધો હતો.
સિયા કેતન નહીં પણ ચેતન સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી
18 જૂનના સીસીટીવી ફૂટેજમાં 26 વર્ષના કેતન અગ્રવાલ અને સિયા ગોયલનો પીછો કરતો ચેતન જોવા મળ્યો હતો. સીસીટીવી કેમેરામાં સંદીગ્ધ હરકતો જોવા મળી હતી. એટલું જ નહીં, તપાસમાં જાણવા મળ્યું હતું કે 18 જૂનના ચેતન પોતાનો ફોન પણ દુકાનમાં મૂકીને આવ્યો હતો અને ઈન્ટરનેટ પણ બંધ હતું, તેથી પોલીસને શક ગયો હતો.
આ કેસમાં સિયા અને ચેતનની અટક કરીને પૂછપરછ કરતા બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. સિયા અને ચેતનના ફોન રેકોર્ડથી જાણવા મળ્યું હતું કે બંને વચ્ચે વધુ વાતચીત થતી. બંને વચ્ચે લાંબા સમય સુધી હજારો કોલ થયા હતા, જેમાં વાતચીત કલાકો સુધી ચાલતી હતી. બંનેના સોશિયલ મીડિયા પરના પ્રોફાઈલની તપાસ કરી ત્યારે ખબર પડી કે સિયા ચેતનને પ્રેમ કરતી હતી કેતન સાથે લગ્ન કરવા ઈચ્છતી નહોતી.
