June 23, 2026
ટોપ ન્યુઝબિઝનેસ

Oracle કંપનીએ 12,000 કર્મચારીની કરી છટણી, જાણો ‘સંકટ’નું અસલી કારણ!

Spread the love


આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) બન્યું આઈટી સેક્ટર માટે મુસીબત; ઓરેકલ બાદ TCS અને ઇન્ફોસિસ જેવી દિગ્ગજ કંપનીઓ પણ સંકટમાં

છેલ્લા 12 મહિનામાં ઓરેકલે 12,000 લોકોને ઘરભેગા કર્યા છે, જેમાં કારણ પણ જવાબદાર છે એઆઈ (આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ). હવે કર્મચારીઓની જગ્યાએ તેમનું એઆઈ ટુલ્સ કામ કરી રહ્યું છે. આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે એઆઈ ટેક્નોલોજી અપનાવવાને કારણે નોકરીમાં કાપ મૂકવામાં આવ્યો છે.
કંપનીએ જણાવ્યું હતું કે 31 મેના ડેટા અનુસાર દુનિયાભરમાં કંપની પાસે કૂલ ફુલ ટાઈમ કર્મચારીઓની સંખ્યા ઘટીને 1,41,000 થઈ છે. આ અગાઉ કૂલ સંખ્યા 1,62,000 હતી. વર્તમાન હાલતમાં કંપની પર નાણાકીય બોજ છે, ત્યારે કંપની અત્યારે ઓપનએઆઈ જેવા ગ્રાહકો માટે એઆઈ ડેટા સેન્ટર બનાવવામાં જંગી ભંડોળ ખર્ચ કરી રહ્યું છે.

28 અબજ ડોલરની ડીલ પછી કર્મચારીની છટણી શરુ
મીડિયાના અહેવાલ અનુસાર આ વર્ષની શરુઆતમાં કંપનીએ જણાવ્યું હતું કે ઓરેકલ પૈસા બચાવવા માટે હજારો લોકોની નોકરીને છટણી કરી રહ્યું છે. જોકે, આ છટણીનું અસલી કારણ અત્યાર સુધીમાં તો જાણવા મળ્યું નથી. કંપનીમાં કર્મચારીઓની છટણીને કારણે કૂલ સંખ્યામાં ઘટાડો થયો છે. અહીં એ વાત જણાવવનું કે 28 અબજ ડોલરની CERNERના અધિગ્રહણ પછી હજારો કર્મચારીઓ ઓરેકલ સાથે જોડાયા હતા.

નવા ઓર્ડર માટે નવીન પડકારોનો સામનો કરે છે કંપનીઓ
આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સને કારણે સૌથી વધુ આઈટી સેક્ટર પર અસર થઈ છે. આઈટી સેક્ટરમાં સૌથી વધુ છટણી થઈ રહી છે. અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકારે કહ્યું હતું કે આઈટી અને એમબીએનો દોર ખતમ થઈ ગયો છે. વર્તમાન હાલતમાં ટીસીએસ, ઈન્ફોસીસ જેવી દિગ્ગજ કંપનીઓ ગંભીર સંકટનો સામનો કરી રહી છે. નવા ઓર્ડર મળવા માટે નવીન પડકારોનો સામનો કરી રહી છે, જેથી સ્ટોકમાર્કેટ પર તેની અસર થઈ છે અનેક કંપનીના ઈન્વેસ્ટમેન્ટમાં પણ ઘટાડો થયો છે.

આ વર્ષે 6 મહિનામાં દોઢ લાખથી વધુ લોકોએ નોકરી ગુમાવી
અહીં એ જણાવવાનું કે ઓરેકલ જ નહીં, પરંતુ દુનિયાભરની કંપનીઓએ આ વર્ષે 1.50 લાખથી 1.60 લાખ જેટલા કર્મચારીને ઘરભેગા કર્યાં છે, જેમાં 400 કંપનીનો સમાવેશ થાય છે. ભારતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો 30,000થી 40,000 લોકો પર અસર થઈ છે. ટેકનોલોજી સેક્ટરમાં જ એક લાખથી વધુ લોકોનો સમાવેશ થાય છે, જેમાંથી એકલા 28,000થી વધુ લોકોએ મે મહિનામાં નોકરી ગુમાવી હતી, જ્યારે મે, 2025 એની સંખ્યા 10,500થી વધુ લોકો હતા. ટૂંકમાં, આ વર્ષે છટણીનું માર્કેટ વધુ ગરમાયું છે, જે ચિંતાનું કારણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!