June 23, 2026
મનોરંજન

આલિયાને પછાડી આ સાઉથ એક્ટ્રેસ બની નંબર વન, જુઓ ટોપ ૧૦ લિસ્ટ

Spread the love

આ વર્ષે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક કરતા અનેક ફિલ્મો રજૂ થઈ ચૂકી છે, જેમાં અનેક કલાકારોની ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી છે. ફિલ્મ અભિનેત્રીઓ પણ પોતાના અભિનયના જોરે આગેકૂચ કરી રહી છે ત્યારે વાત કરીએ મીડિયા જાયન્ટ ઓરમેક્સ મીડિયાની ટોચની 10 અભિનેત્રીની યાદી. ટોચની દસ અભિનેત્રીની યાદીમાં ગયા મહિના દરમિયાન આલિયા ભટ્ટ નંબર વન પર હતી, પરંતુ આ વખતની યાદીમાં કોણે બાજી મારી છે તો ચાલો જાણીએ નંબર વન પર કઈ અભિનેત્રી છે.

ઓરમેક્સની યાદીમાં ફરી એક વખત સાઉથની અભિનેત્રી સામંથા રુથ પ્રભુએ પોતાની જગ્યા પર નામ કમાવ્યું છે. એપ્રિલમાં નંબર વન રહેલી સામંથા ફરી પહેલા ક્રમે પહોંચી છે, જ્યારે બીજા ક્રમે આલિયા ભટ્ટનો ક્રમ છે. આ વર્ષે આલિયા ભટ્ટે કાન્સમાં પોતાનો જલવો બતાવ્યો હતો. બીજા ક્રમ પછી દીપિકા પાદુકોણ ત્રીજા ક્રમે પહોંચી છે.

ચોથા ક્રમે રશ્મિકા મદાનાએ સાઈ પલ્લવી અને નયનતારાને પાછળ મૂકી દીધી છે. રશ્મિકાએ આ વર્ષે અનેક લોકપ્રિય ફિલ્મો આપી છે, જ્યારે લગ્ન પણ કર્યાં છે, પરંતુ પોતાની અભિનય પ્રતિભાના પણ જલવા બતાવ્યા હતા એટલે ચોથા ક્રમે પહોંચી હોવાનું ઈન્ડસ્ટ્રીના વર્તુળોએ જણાવ્યું હતું.

પાંચમા ક્રમે સાઉથની અભિનેત્રી કાજલ અગ્રવાલ આવે છે, જ્યારે નયનતારા છઠ્ઠા અને સાતમા ક્રમે સાઈ પલ્લવી આવે છે. સાઈ પલ્લવી ટૂંક સમયમાં રણબીર કપૂરની ફિલ્મ રામાયણમાં જોવા મળે છે, જેમાં સાઈ પલ્લવી સીતામાતાના અભિનયમાં જોવા મળશે.

આઠમા ક્રમે બોલીવુડની અભિનેત્રી કૃતિ સેનન આવી છે, જ્યારે નવમા ક્રમે તૃષા કૃષ્ણન છે. તૃષા કૃષ્ણન નવમા ક્રમે છે, પરંતુ તમિલનાડુના મુખ્ય પ્રધાન વિજયન સાથે પણ અફેરને કારણે ચર્ચામાં રહે છે. ચોંકાવનારી વાત એ છે કે ફિલ્મોથી દૂર હોવા છતાં બોલીવુડની અભિનેત્રી કેટરિના કૈફ દસમા ક્રમે છે. ટોપ ટેન અભિનેતાની યાદીમાં પ્રભાસ છે. બાહુબલી ફેમ સુપરસ્ટાર પ્રભાસનું સ્થાન અત્યાર સુધીમાં કોઈ છીનવી શક્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!