June 21, 2026
રમત ગમત

ગોલ્ડ મેડલિસ્ટ શેફ સહિત 300 કિલો સી-ફૂડ સાથે અમેરિકા પહોંચી નોર્વેની ટીમ, ફિફા વર્લ્ડ કપની પહેલી મેચમાં દિગ્ગજ ટીમને હરાવી!

Spread the love

curley tales credit pic
ન્યૂ યોર્કઃ અમેરિકા, કેનેડા અને મેક્સિકોની યજમાનીમાં 11મી જૂનથી ફિફા વર્લ્ડકપ 2026 (FIFA World Cup 2026)નો શાનદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ 48 ટીમો ભાગ લઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે સૌથી વધુ ચર્ચા નોર્વેની ફૂટબોલ ટીમની થઈ રહી છે. નોર્વેની ટીમે આ વર્લ્ડકપમાં પૂરા 28 વર્ષ પછી ક્વોલિફાય કર્યું છે. છેલ્લે આ ટીમ 1998માં રમી હતી. પરંતુ 28 વર્ષ પછી અમેરિકા પહોંચેલી આ ટીમે કંઈક એવું કર્યું છે જે સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. નોર્વેની ટીમ અમેરિકા આવતી વખતે પોતાની સાથે એક મહિનાનો અનાજ-ખોરાકનો સ્ટોક લઈને આવી છે!

ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલાં નોર્વેની ટીમનો કેમ્પ નોર્થ કેરોલિના અને ગ્રીન્સબોરોમાં હતો. આ ટીમ જ્યારે અમેરિકા ઉતરી ત્યારે તેમની પાસે 300 કિલો રેડ ફિશ, 116 કિલો ચીઝ અને 6,000 સંતરાનો જંગી જથ્થો હતો. આ અનોખા નિર્ણય પાછળનું કારણ એ છે કે ખેલાડીઓને વિદેશમાં પણ પોતાના ઘર જેવો જ માહોલ અને સ્વાદ મળે, જેથી તેઓ માનસિક અને શારીરિક રીતે સો ટકા ફિટ રહી શકે.

નોર્વે ફૂટબોલ ટીમી માત્ર ખાવા-પીવાની સામગ્રી જ નહીં, પરંતુ પોતાના ખાસ શેફ પણ અમેરિકા તેડાવ્યા છે. ટીમની સાથે પ્રખ્યાત શેફ એરોન એસ્પેલેન્ડ અને એરિક ટફ્ટે હાજર છે. રસપ્રદ વાત એ છે કે, શેફ એરોન એસ્પેલેન્ડે 2020માં પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ ‘કલિનરી ઓલિમ્પિક્સ’માં નોર્વે માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
હવે આ ટોપ ક્લાસ શેફ ખેલાડીઓ માટે નોર્વેથી લાવેલી શ્રેષ્ઠ સામગ્રીમાંથી જ હાઈ-ક્વોલિટી ન્યુટ્રિશનવાળું ભોજન તૈયાર કરી રહ્યા છે. શેફ એરોને મીડિયા સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, અમને જે વસ્તુઓ પસંદ છે તે જ અમે સાથે રાખીએ છીએ, જેથી ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે.

ઘરના જમવાની અને આ ખાસ તૈયારીની અસર નોર્વેના પ્રદર્શન પર પણ જોવા મળી છે. ફિફા વર્લ્ડ કપ 2026માં નોર્વેની ટીમ ગ્રુપ વનમાં છે, જેમાં ફ્રાન્સ, સેનેગલ અને ઈરાક જેવી મજબૂત ટીમો સામેલ છે. 16મી જૂનના રોજ ફોક્સબોરોના જીલેટ સ્ટેડિયમમાં રમાયેલી પોતાની પ્રથમ મેચમાં જ નોર્વેએ શાનદાર રમત બતાવીને ફ્રાન્સ જેવી દિગ્ગજ ટીમને 4-1થી હરાવીને ટૂર્નામેન્ટમાં ધમાકેદાર શરૂઆત કરી છે. વર્લ્ડકપમાં નોર્વેની આગામી મેચો પર હવે દરેકની નજર છે. ટીમની બીજી મેચ 22મી જૂને સેનેગલ સામે અને ત્રીજી મેચ 26મી જૂને ફ્રાન્સ સામે રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!