June 19, 2026
લાઈફ સ્ટાઈલ

એસિડિટી અને ગેસની સમસ્યા થશે છૂમંતર… બસ સવારે ચા પીતા પહેલાં ફોલો કરો આ સિમ્પલ ટ્રિક

Spread the love

આપણે ત્યાં ચાને પેરાસિટામોલ એટલે કે સબ દર્દો કી એક દવાનો દરજ્જો આપવામાં આવ્યો છે. કંટાળો આવે છે, ચાલો ચા પી આવીએ… માથુ દુઃખે છે ચાલો ચા પીવા જઈએ… ટૂંકમાં ચા વિના આપણા ભારતીયોનો અને એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓનો મેળ પડતો નથી. સવારની શરૂઆત ચાના કપ વિના અધૂરી માનવામાં આવે છે. ઘણા લોકો તો સવારના પહોરમાં કંઈ પણ ખાધા-પીધા વિના ચા પીવે છે તો ઘણા લોકોની એવી માન્યતા છે કે ચા પીતા પહેલાં એક ગ્લાસ પાણી પીવું જોઈએ. પરંતુ શું આવું કરવું યોગ્ય છે કે પછી અયોગ્ય? ચાલો આ સ્ટોરીમાં આજે આપણે વિસ્તારથી જાણીએ…

આપણામાંથી ઘણા લોકોને સવારે ઉઠતા વેંત જ કંઈ પણ ખાધા-પીદા વિના ચા પીવાની આદત હોય છે. આવી સ્થિતિમાં ઘણા લોકોને સવારે બેડ-ટી પીધા પછી એસિડિટી, છાતીમાં બળતરા કે પેટમાં ગેસ થવાની ફરિયાદ હોય છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, આ સમસ્યાથી બચવાનો સૌથી સરળ અને રામબાણ ઉપાય એ છે કે ચા પીતા પહેલાં એક ગ્લાસ પાણી પીવું જોઈએ. સવારે ખાલી પેટે ચા પીતા પહેલાં પાણી પીવાના કેટલાક ફાયદા છે, જેના વિશે આપણે વિસ્તારથી વાત કરીશું.

એસિડિટીથી મળે છે કાયમી રાહત
ચા કુદરતી રીતે એસિડિક પ્રકૃતિ ધરાવે છે. સવારે ખાલી પેટે ચા પીવાથી પેટમાં એસિડનું પ્રમાણ અચાનક વધી જાય છે, જેનાથી હાર્ટબર્ન થાય છે. જો તમે ચા પીવાના 10થી 15 મિનિટ પહેલાં પાણી પી લો છો, તો તે પેટના એસિડને ડાયલ્યુટ એટલે કે પાતળું કરી દે છે, જેના કારણે એસિડિટી થવાની શક્યતા નહીંવત્ થઈ જાય છે.

હાઇડ્રેશન જળવાઈ રહે છે
આખી રાતની સાતથી આઠ કલાકની ઊંઘ દરમિયાન આપણું શરીર પાણી વિના ડિહાઇડ્રેટ થઈ જાય છે. ચામાં ‘કેફીન’ હોય છે, જે મૂત્રવર્ધક તરીકે કામ કરે છે અને શરીરના પાણીને વધુ ઝડપથી બહાર ફેંકે છે. તેથી, સવારે પહેલાં પાણી પીવાથી શરીર તુરંત હાઇડ્રેટ થાય છે અને એનર્જી મળે છે.

કેવિટી અને યેલો ટીથથી આપે છૂટકારો
ચામાં રહેલા તત્વો દાંતના ઉપરના પડ એટલે કે ઇનેમલને નુકસાન પહોંચાડે છે અને દાંતમાં પીળાશ લાવી શકે છે. ચા પહેલાં પાણી પીવાથી દાંત પર એક પ્રોટેક્ટિવ બની જાય છે, જે ચામાં રહેલા એસિડ અને બેક્ટેરિયાથી દાંતનું રક્ષણ કરે છે.

પેટના અલ્સરનું જોખમ ઘટે છે
ખાલી પેટે ગરમ અને એસિડિક ચા સીધી પેટની અંદરની દીવાલોને નુકસાન પહોંચાડી શકે છે, જે લાંબા ગાળે અલ્સરનું કારણ બને છે. પાણી પીવાથી પેટની ત્વચા સેફ રહે છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે.
તો હવે સવારે ખાલી પેટે ચા પીતા પહેલાં એક ગ્લાસ પાણી પીવાનું ભૂલશો નહીં, હં ને? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો. આવી જ બીજી અલકમલકની વાતો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!