June 18, 2026
નેશનલ

આજથી રાષ્ટ્રપતિ મધ્ય પ્રદેશની મુલાકાતે અને પીએમ જશે દ્રૌપદી મુર્મુના સાસરિયાના ગામે

Spread the love


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્ય પ્રદેશ અને ઓડિશાના પ્રવાસે છે, જ્યારે પીએમ મોદી ઓડિશામાં રાષ્ટ્રપતિના સાસરિયાના ગામ પહાડપુરની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 22 જૂન દરમિયાન મધ્ય પ્રદેશ અને ઓડિશાની મુલાકાતે છે. યોગ દિવસ, ઓમકારેશ્વર અને કુનો નેશનલ પાર્ક સહિતના વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેશે, જ્યારે બીજી બાજુ 20 જૂનના પીએમ મોદી ઓડિશાના મયુરગંજ જિલ્લાના રાષ્ટ્રપતિના સાસરિયા ગામ પહાડપુરની મુલાકાત લેશે.

18 જૂનના રોજ, રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશના બેતુલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત ‘આધ્યાત્મિક જાગૃતિ દ્વારા આદિવાસી સમાજનું સશક્તિકરણ’ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

19 જૂનના રોજ, રાષ્ટ્રપતિ મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ખાતે આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. તે જ દિવસે, ઓડિશાના રાઈરંગપુર ખાતે, રાષ્ટ્રપતિ એમ્સ (AIIMS) ભુવનેશ્વર દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ, કુસુમી બ્લોક હેઠળના ખાણકામથી પ્રભાવિત ગામો માટે મેગા સંકલિત ગ્રામીણ પાઇપ્ડ વોટર સપ્લાય, બ્રહ્માકુમારીઝના માતૃશક્તિ ભવન, સ્પેશિયલ સર્કિટ હાઉસ અને પોલીસ ડિસ્ટ્રિક્ટ, રાઈરંગપુરનું ઉદ્ઘાટન કરશે.

20 જૂનના રોજ, રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહાડપુર ખાતે સ્કૂલ અને સ્કિલ સેન્ટર સહિત વિવિધ સ્થળોની મુલાકાત લેશે અને લાભાર્થીઓ/બાળકો સાથે વાતચીત કરશે. ત્યાર બાદ, તેઓ રાઈરંગપુર ખાતે એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

વડા પ્રધાન મોદી ઓડિશાના મયુરભંજ જિલ્લાના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના સાસરિયાના ગામ પહાડપુરની મુલાકાત લેશે અને અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. મુર્મુના સ્વર્ગસ્ત પતિ શ્યામ ચરણ મુર્મુનું વતન પહાડપુર રાઈરંગપુર શહેરથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલું છે, જ્યાં ઓડિશામાં ભાજપની બીજી વર્ષગાંઠ નિમિત્તે મુખ્ય રાજ્યસ્તરીય કાર્યક્રમ યોજવામાં આવશે.

21 જૂનના રોજ, રાષ્ટ્રપતિ મધ્ય પ્રદેશના જબલપુર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. તે જ દિવસે, તેઓ રાણી દુર્ગાવતી વિશ્વવિદ્યાલય, જબલપુરના 36મા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. 22 જૂનના રોજ, રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે સહરિયા જનજાતિના સભ્યો, ચિત્તા ટ્રેકર્સ, ટૂરિસ્ટ ગાઇડ્સ અને કુનો ફિલ્ડ ટીમ સાથે વાતચીત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!