October 27, 2026
હેલ્થ

સવારની આદતો બદલો અને આખો દિવસ ઊર્જાવાન રહો: તંદુરસ્ત જીવનશૈલી માટેના સરળ ઉપાયો

Spread the love

આરોગ્ય જેટલું સુખકારી હોય એટલા હેલ્થી રહી શકાય છે. આરોગ્યની વાત કરીએ તો જેના પર જેટલું ધ્યાન આપવામાં આવે એટલા તમે તંદુરસ્ત રહી શકો છે. તમારી વ્યક્તિગત અને પ્રોફેશનલ લાઈફ વધુ સુખકારી બની શકે છે. વધતા પોલ્યુશન, સ્ટ્રેસ અને ખાવાપીવાની ખરાબ આદત, સૂવામાં અનિયમિતતા લઈને લાઈફ પર અસર પડે છે. ભાગદોડવાળી જિંદગીમાં સવારે તમે ઓછામાં ઓછા 30 મિનિટ જરુરી સમય કાઢવાનું જરુરી રહે છે. વાસ્તવમાં હેલ્ધી હેબિટનું પાલન કરો, જેનાથી શારરીરિક રીતે સ્વસ્થ રહી શકો છો, તેનાથી સ્ટ્રેસમાં પણ ઘટાડો કરવામાં મદદ મળે છે.

સવારે ઉઠતાની સાથે આ કામ કરો
બેડમાંથી ઊઠ્યા પછી તાત્કાલિક ફોન ચેક કરવાની આદત પણ છોડો. એનાથી સ્ટ્રેસ વધી શકે છે. ઊંઘમાંથી ઊઠ્યા પછી બે-ત્રણ મિનિટ આરામથી બેસો અને ઊંડો શ્વાસ લેવાનું રાખો. એના પછી આરામથી થોડું ગરમ પાણી પી શકો છો. રાતના લગભગ આઠથી નવ કલાક ઊંઘ્યા પછી પાણી પીધું નહીં હોવાથી શરીરને હાઈડ્રેડ કરવાનું જરુરી રહે છે. સવારે ઊઠીને પાણી પીવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે.

હળવી-ફુલકી કસરત કરવાનું રાખો
સવારે ઊઠયા પછી શક્ય હોય તો હળવી-ફુલકી કસરત કરવાનું રાખો. પંદર મિનિટ વોક કરી શકો છો. સાઈકલિંગ અને સ્ટ્રેચિંગ કરી શકો છો. યોગ કરો તો પણ ફાયદો થઈ શકો છો. પાંચ મિનિટ માટે બ્રીધિંગ એક્સરસાઈઝ કરો એની સાથે શારીરિક સ્વાસ્થય સારું રહી શકે, જ્યારે એનાથી મેન્ટલી હેલ્ધી રહી શકો.

પ્રોટીનયુક્ત નાસ્તાનું સેવન કરી શકો
સવારે ખાવાપીવામાં નાસ્તામાં હેલ્ધી રાખવો જોઈએ, પરંતુ નાસ્તો કરવાનું ચૂકશો નહીં. પ્રોટીન અને ફાઈબરયુક્ત નાસ્તાનું સેવન કરી શકો. ફાઈબરૃપ્રોટીન યુક્ત નાસ્તાથી દિવસભરની ઊર્જા મળી શકે છે. એટલું જ નહીં ચા-કોફી પણ ખાલી પેટ લેવાનું સ્કીપ કરવું જોઈએ.

નટ્સ ખાવાથી પણ સુધારો થઈ શકે
રાતના એક અંજીરના ટુકડા, કિશમિશ, ત્રણ-ચાર બાદામ પાણીમાં પલાળીને રાખો. સવારે વોશરુમ અને બ્રશ કર્યા પછી બાદામ, કિશમિશ અને અંજીરને ચાવીને ખાઈ શકો છો. શક્ય હોય તો રોજ આદત કરો, જ્યારે જો તમને ડાયબિટીશ હોય તો એને સ્કીપ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!