આઈફા ઈવેન્ટમાં કરીના-શાહિદ કપૂરે ચાહકોનું દિલ જીતી લીધું, યૂઝર્સે લખ્યું ગીત-આદિત્યનું ગજબ બોન્ડિંગ
આઈફા 2027ની પ્રેસ કોન્ફરન્સ 22 મી ઓક્ટોબરના મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સલમાન ખાનથી લઈ રશ્મિકા મંદાના, શાહિદ કપૂર અને કરીના કપૂર જેવા સ્ટાર પહોંચ્યા હતા. સુપરસ્ટાર સલમાન ખાનનો સ્ટેજ પર નટખટ અંદાજ જોવા મળ્યો હતો, પરંતુ આખી ઈવેન્ટમાં કરીના કપૂર અને શાહિદ કપૂરે લાઈમલાઈટ લૂંટી લીધી હતી.
27મી ઓક્ટોબરના અબુ ધાબીમાં આઈફા એવોર્ડ્સની શરુઆત થશે, જેમાં બોલીવુડના અનેક કલાકારો પહોંચવાના છે, જેના અંગે ગુરુવારે મુંબઈમાં આઈફાની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જ્યાં એક્સ લવર્સ શાહિદ કપૂર અને કરીના કપૂર એક મંચ પર જોવા મળ્યા હતા, જ્યારે બંનેએ એકબીજાને હગ પણ કર્યું હતું, જે વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર લોકોને જબ વી મેટ ફિલ્મ યાદ કરી હતી. લોકોએ લખ્યું હતું કે જબ વી મેટના ગીત અને આદિત્ય યાદ આવી ગયા હતા.
ઈવેન્ટમાં કરીના કપૂર બ્લેક આઉટફીટ પહેરીને પહોંચી હતી, જે સુંદર લાગતી હતી. પોતાના લૂકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું, પરંતુ એ જ વખતે ઈવેન્ટમાં શાહિદ કપૂર પણ જોવા મળ્યો હતો. વ્હાઈટ શૂટમાં સજ્જ શાહિદ કપૂરે કરીનાને જોઈને ત્યાં પહોંચ્યો હતો અને એને મળ્યો હતો. લાંબા સમય પછી બંને એકબીજાને મળ્યા હતા, જે એકબીજાને જોઈને ચહેરા પર ખુશી જોવા મળી હતી, જ્યારે એમના વીડિયો પણ વાયરલ થયા હતા. આ વીડિયો અંગે પણ ચાહકોએ જોરદાર પ્રતિક્રિયા આપી હતી.
કરીના કપૂર અને શાહિદ કપૂરની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી એક યૂઝર્સે લખ્યું હતું કે પરફેક્ટ પેર, બંને એકબીજા માટે બન્યા હતા, પરંતુ નસીબને મંજૂર નહોતું. તો બીજા એકે લખ્યું હતું કે મારા ફેવરેટ ગીત અને આદિત્ય બંને કાશ સાથે સ્ક્રીન પર એક હોત. તો અન્ય એકે લખ્યું હતું કે હું તો આ જ પળની રાહ જોઈ રહ્યો હતો. માય ફેવરેટ બેબો એન્ડ શાહિદ ફોરએવર. બીજાએ પણ લખ્યું હતું કે બંને એકસાથે સ્વીટ લાગે છે અને એમને જોઈને ઈમોશનલ થઈ જાઉં છું.
મુંબઈમાં આઈફાની પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાન પણ ઉપસ્થિત રહ્યો હતો, જ્યારે એ વખતે એક નાનકડી દીકરી દોડીને સલમાન ખાન પાસે પહોંચી ત્યારે એને નિરાશ કરી નહોતી અને એને ભેટીને આવકારી હતી. સલમાન અને બાળકીનો વીડિયો વાયરલ થયા પછી પણ સલમાનની ઉદારતાના લોકોએ વખાણ કર્યાં હતા.
