July 14, 2026
ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાત વન વિભાગની મોટી સફળતા: ગીરમાં 60 વર્ષ બાદ ફરી ગુંજશે ચિલોત્રો પક્ષીનો કલરવ

Spread the love


ઇન્ડિયન ગ્રે હોર્નબિલ રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ થયો સફળ; ગીરના જંગલમાં પક્ષીએ માળા બનાવી પ્રજનન શરૂ કર્યું


ગાંધીનગર: ગુજરાત વન વિભાગને ઘોરાડ પક્ષીનાં (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) સંરક્ષણ બાબતે થોડા દિવસો પહેલા જ એક મોટી સિદ્ધિ મળી છે. જેમાં ‘જમ્પ-સ્ટાર્ટ’ ટેકનિક દ્વારા જન્મેલું ઘોરાડ પક્ષીનું બીજું બચ્ચું જન્મ પછીના કટોકટી જેવા ગણાતા 40 દિવસ સુધી જીવી ગયુ છે. આ એક મહત્વની સિદ્ધી ગણાય છે. આ જ સમયે ગુજરાત વન્યજીવ સરંક્ષણની સફળતાનાં એક બીજા મોટા સમાચાર આવ્યા છે.

ગુજરાતનાં ગીર જંગલમાંથી છ દાયકા પહેલા વિલુપ્ત થઇ ગયેલા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ (ચિલોત્રો) પક્ષીને ફરી પાછા ગીરમાં વસાવવાનાં પ્રયત્નોને સફળતા મળી છે. છ દાયકા પહેલા ગીરનાં જંગલમાંથી વિલુપ્ત થયેલા ચિલોત્રા પક્ષીને ફરી વખત વર્ષ 2021માં અરવલ્લીનાં જંગલોમાંથી લાવી ગીરમાં છોડવામાં આવ્યા હતા. રાજ્ય સરકારનાં આ ‘ઇન્ડિયન ગ્રે હોર્નબિલ રિ-ઇન્ટ્રોડક્શન’ પ્રોજેકટને સફળતા મળી છે. કેમ કે, આ પક્ષી હવે અહીં સ્થાયી થઇ ગયુ છે, એટલુ જ નહીં પણ તે અહીં માળા પણ બનાવે છે અને પ્રજનન પણ કરે છે.

લુપ્ત થયેલા ચિત્તા, ઘોરાડ જેવા અનેક પ્રાણી-પક્ષીઓને ફરી વખત જંગલોમાં છોડવામાં આવે છે અને તેનું વૈજ્ઞાનિક ઢબે નિરીક્ષણ અને સંરક્ષણ કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે મહત્વના આયામો હાથ ધરવામાં આવ્યા છે. વિલુપ્ત થવાના આરે આવેલા ઘોરાડ પક્ષીથી લઇ ઇન્ડિયન ગ્રે હોર્નબિલનાં રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને મળેલી સફળતા આના ઉત્તમ ઉદાહરણો છે. વર્ષ 2021માં ગીર જગંલમાં ચિલોત્રા પક્ષીને ફરીથી વસાવવામાં આવ્યા.

આ ઘટનાને પાંચ વર્ષ થયા. હવે આ પક્ષી તેના નવા વસવાટમાં ગોઠવાઇ ગયા છે. અને પ્રજનન પણ છે. જે આ પ્રોજેક્ટની સફળતા દર્શાવે છે. 1950 અને 1960ના દાયકામાં ગીરનાં જગંલમાંથી અદૃશ્ય થઈ ગયેલા ચિલોત્રા પક્ષીને ફરી વખત ત્યાં પાછા લાવવાનાં પ્રોજેક્ટને સફળતા મળવી એ એક સીમાચિહ્નરૂપ ઘટના છે,’’ ગુજરાતનાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું.

“ગુજરાતનાં વન્યજીવ સરંક્ષણનાં મોડેલે વિશ્વને બતાવ્યું છે કે, તેની પ્રાકૃતિક વિરાસતનું સંરક્ષણ અને રક્ષણ કેવી રીતે કરવું. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વન્યજીવ સરંક્ષણનાં વિશેષ પ્રયત્નોને મળેલી સિદ્ધિ પર સમગ્ર દેશ ગર્વ અનુભવે છે.” ગુજરાતનાં વન અને પર્યાવરણનાં રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું.

આંતરરાષ્ટ્રીય પીઅર-રીવ્યુડ જર્નલ ‘બર્ડ્સ’માં”Reintroduction of Indian Grey Hornbills in Gir, India: Insights into Ranging, Habitat Use, Nesting and Behavioural Patterns” શિર્ષક હેઠળ એક સંશોધન પત્ર તાજેતરમાં પ્રકાશિત થયુ છે. આ સંશોધન પત્રમાં ગુજરાત વન વિભાગ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા ગીરમાં ચિલોત્રા પક્ષીને પાછા લાવવાનાં પ્રયાસનું પ્રથમ વખત વ્યાપક મૂલ્યાંકન રજૂ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!