October 16, 2026
ટેકનોલોજી

ઈલોન મસ્કનો નવો ધમાકો: હવે હવામાં ઊડશે ટેસ્લાની રોડસ્ટાર! જાણો કારમાં શું છે રોકેટ જેવી ટેકનોલોજી

Spread the love

લેઝર લાઈટ્સ અને રોકેટ થ્રસ્ટર સ્ટંટ સાથે સેકન્ડ જનરેશન ટેસ્લા રોડસ્ટાર રજૂ; રસ્તા પર સુરક્ષા અને ઉત્પાદનને લઈને ઊભા થયા સવાલો

ઈલોન મસ્કની સ્ટારલિંકને ભારતમાં એન્ટ્રી મળી નથી ત્યારે હવે મસ્કે નવો ધમાકો કર્યો છે. ઈલોન મસ્કની કંપની ટેસ્લાએ પોતાની નવી સેકન્ડ જનરેશનની રોડસ્ટાર સ્પોર્ટ્સ કાર રજૂ કરી છે. પંદરમી ઓક્ટોબરના રાતે ટેક્સાસમાં સ્પેસ એક્સની રોકેટ ટેસ્ટ સેન્ટર પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ વખતે લેઝર લાઈટ અને કારનો સ્ટંટ જોવા મળ્યો.

આ કારની વિશેષતા એ છે કે કારમાં રોકેટ જેવા થ્રસ્ટર છે જેની મદદથી કાર થોડા સમય પૂરતા હવામાં ઉડી શકે છે. બીજી કારના ઉપર પણ જઈ શકે છે અને હેલિકોપ્ટરના માફક નીચે પણ લેન્ડ થઈ શકે છે. કંનપીએ એના અનેક સ્ટંટ જોવા મળ્યા હતા, જેમાં કાર હવામાં ઉડતી જોવા મળી, જ્યારે જમીન પર પણ લેન્ડ થઈ હતી. હાલના તબક્કે રસ્તા પર ચાલવાની મંજૂરી સાથે સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે જેનું નિરાકરણ થયું નથી.

ટેસ્લાએ સેકન્ડ જનરેશનની રોડસ્ટરને પહેલી વખત લગભગ નવ વર્ષે જોવા મળી છે. વર્ષ 2017માં પ્રોટોટાઈપને રજૂ કરવામાં આવી હતી અને કંપનીએ કહ્યું હતું કે એની ડિલિવરી 2020માં થઈ શકે છે એના પછી એમાં વિલંબ થયો હતો. 2024માં ઈલોન મસ્કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર બતાવ્યું હતું કે તેને નવી રીતે ડિઝાઈન કરવામાં આવશે.

હવે કંપનીએ કહ્યું છે કે આ કારનું ઉત્પાદન 2028માં શરુ કરવામાં આવશે. ટેસ્લાની પહેલી રોડસ્ટર વર્ષ 2008માં આવી હતી અને 2012 સુધી વેચાણ કર્યું હતું. આ કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર હતી, જેમાં Lotus Elise કારની ચેસિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઈલોન મસ્કે ઈવેન્ટમાં કહ્યું કે આ એ જ કાર હશે, જેને લોકો રસ્તાઓ પર જોશે. તેમણે એમ પણ કહ્યું કે કાર પોતાની તાકાતથી જાતે જ ઉપર ઊંચી થઈ શકશે અને હવામાં અલગ-અલગ પ્રકારના સ્ટંટ કરી શકશે.

જોકે, કારની કિંમત, ડિલિવરી અને રસ્તા પર તેના ઉપયોગ સાથે જોડાયેલી ઘણી બાબતો હજુ સ્પષ્ટ નથી. મોર્નિંગસ્ટાર (Morningstar)ના એનાલિસ્ટ સેથ ગોલ્ડસ્ટિન (Seth Goldstein) નું અનુમાન છે કે ટેસ્લા દર વર્ષે લગભગ ૨,૦૦૦ રોડસ્ટર (Roadster) વેચી શકે છે. તેની સરખામણીમાં કંપનીએ ૨૦૨૫ માં લગભગ ૧૬ લાખ ગાડીઓ વેચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!