June 2, 2026
ટોપ ન્યુઝહોમ

અલ નીનો લાવશે આફત: 2026માં ભયંકર ગરમી અને દુકાળની UNની મોટી ચેતવણી

Spread the love

WMOનો સનસનીખેજ રિપોર્ટ: જૂનથી નવેમ્બર વચ્ચે અલ નીનો 90% સક્રિય રહેશે, વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ખેતી પર મોટું સંકટ

વિશ્વ હવામાન સંસ્થા (વર્લ્ડ મીડિઅરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન)એ એક મહત્ત્વપૂર્ણ રિપોર્ટ દુનિયાભરના પર્યાવરણશાસ્ત્રીઓ અને નીતિ-નિર્માતાઓને સતર્ક કર્યા છે. ડબલ્યુએમઓએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે પ્રશાંત મહાસાગરમાં અલ નીનો જેવી સ્થિતિ ઝડપથી વિકસિત થઈ રહી છે. આગામી મહિનાઓમાં હવામાનમાં થનારા વૈશ્વિક તાપમાન અને વરસાદની પેટર્ન પણ સંપૂર્ણ રીતે બદલવા માટે તૈયાર છે. વૈજ્ઞાનિકોના પૂર્વાનુમાન મોડલ જણાવે છે કે વર્ષ 2026માં સંભવિત અલ નીનો સામાન્ય હશે નહીં, પરંતુ મધ્યમથી વધુ મજબૂત હોવાની સંભાવના છે.

ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરનું પાણીનું અસામાન્ય રીતે ગરમ હોવાની બાબત સંકટનું નિર્માણ વધારી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે એક વીડિયોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે અલ નીનોને કારણે પહેલાથી ગરમ દુનિયાની આગમાં ઘી હોમવાનું કામ કરે છે. એની ગંભીર અસર થશે, જે ઝડપથી આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરીને વૈશ્વિક અર્થવ્યવસ્થા, આરોગ્ય અને ખેતીવાડીને તહસનહસ કરી શકે છે.

સરળ શબ્દોમાં કહીએ તો અલ નીનો એક કુદરતી રીતે સર્જનારી જલવાયુ ઘટના છે, જે મધ્ય અને પૂર્વ ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરમાં દરિયાની સપાટીના તાપમાનને અસામાન્ય રીતે ગરમ હોવાથી ઉત્પન્ન થાય છે. અલ નીનો સાઉધર્ન ઓસિલેશનનો ભાગ છે, જેની બીજી બાજુ અથવા ઠંડા ભાગને લા નીનો કહે છે.

સામાન્ય રીતે અલ નીનો દર બેથી સાત વર્ષમાં એક વખત આવે છે. લગભગ નવથી 12 મહિના સુધી સક્રિય રહે છે. આ સાયકલ સામાન્ય રીતે માર્ચ અને જૂન મહિનાની વચ્ચે વિકસિત થાય છે. નવેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે તેની ચરમ તીવ્રતાએ પહોંચી જાય છે. વિજ્ઞાન અનુસાર અલ નીનો સૌથી વધુ ખતરનાક અસર એના વિકસિત થવાના બીજા વર્ષે જોવા મળે છે.

આ વખતે દરિયામાં નિર્માણ થનારી સ્થિતિ એટલી ગરમ હોય છે કે સપાટીથી નીચે તાપમાન સરેરાશથી છ ડિગ્રીથી વધુ નોંધાયું છે. આ ગરમીનું એક સૌથી મોટું જળાશય છે, જે આગામી દિવસોમાં ભયંકર દુકાળ, ભીષણ ગરમી અને વિનાશક પૂરનું પણ કારણ બની શકે છે.

ડબલ્યુએમઓએ નવી અપડેટ આપી છે, જેમાં જૂનથી ઓગસ્ટ 2026માં અલ નીનો સક્રિય હોવાની 80 ટકા સંભાવના છે, જ્યારે નવેમ્બર સુધી રહેવાની 90 ટકા અપેક્ષા છે. આ સમયગાળા દરમિયાન હવામાનમાં પરિવર્તનની શક્યતા છે. ગ્લોબલ સિઝનલ ક્લાયમેટ અપડેટ રિપોર્ટ કહે છે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં દુનિયાના લગભગ દરેક ભાગમાં તાપમાન સામાન્યથી વધુ ઉપર રહેશે. એને કારણે લોકોમાં હીટ સ્ટ્રેસ (ગરમીને કારણે નિર્માણ થનારા શારીરિક તણાવ) વધારશે અને અનેક પ્રાંતમાં ગંભીર દુકાળની સ્થિતિ ઊભી થશે.

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે આ સંકટને ઉકેલનો એકમાત્ર અસરકારક ઉપાય એ છે કે દુનિયા જીવાશ્મ ઇંધણ પરની નિર્ભરતા તાત્કાલિક ખતમ કરે. રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધારો અને દરેક નાગરિક સુધી અર્લી વોર્નિંગ સિસ્ટમ પહોંડાવામાં આવે, જેથી મોટા ભાગના લોકોની સુરક્ષા કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!