May 27, 2026
ટોપ ન્યુઝહોમ

સમૂહ લગ્નના નામે મોટું કૌભાંડ: 42 મુરતિયા સાથે લાખોની ઠગાઈ, લગ્ન કર્યા વગર વિલા મોઢે પાછા ફર્યાં

Spread the love

મધ્ય પ્રદેશના દેવાસમાં અનાથ આશ્રમની યુવતીઓના નામે સોશિયલ મીડિયા પર મોડલ્સના ફોટા મોકલી વરરાજાઓ પાસેથી ₹25,000 સુધીની ફી વસૂલાઈ; લગ્ન મંડપે પહોંચતા જ આયોજકો ગાયબ
bbc hindi credit
દેશમાં દરેક ધર્મ-સમાજના લોકો પોતાના સમાજના ઉત્થાન માટે સામાજિક પ્રવૃત્તિઓ કરતી હોય છે, જેમાં શિક્ષણની પ્રવૃત્તિઓની સાથે લગ્ન પણ કરવામાં આવે છે, પણ મધ્ય પ્રદેશમાં સમૂહ લગ્નના નામે મોટું કાંડ કરવામાં આવ્યું હતું, પરિણામે 42 મુરતિયા લગ્ન વિના વિલે મોંઢે પાછા ફર્યા હતા. એવું શું બન્યું તો વિગતે વાત કરીએ.
મધ્ય પ્રદેશના દેવાસમાં રવિવારે એક ચોંકાવનારો બનાવ બન્યો. 42 મુરતિયા સજી ધજીને લગ્ન કરવા પહોંચ્યા હતા, જેમાં અમુક લોકો શેરવાની પહેરીને પહોંચ્યા હતા, જ્યારે અમુક લોકો સપરિવારનો સમાવેશ થયા હતા, પરંતુ આ બધા બનાવટી લગ્ન કૌભાંડનો શિકાર બન્યા હતા.

પોલીસના જણાવ્યાનુસાર દેવાસ જિલ્લાની આસપાસના શહેર-ગામમાંથી ડઝનથી વધુ લોકો સંગઠિત ફ્રોડનો ભોગ બન્યા હતા. આ બનાવમાં અનેક યુવાનોએ ફરિયાદ કરી હતી. આ કેસની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આરોપીઓની પણ ઓળખ કરવામાં આવી રહી છે, જ્યારે તેમને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે, જે અનાથાશ્રમનું નામ લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે.
મોટા ભાગના યુવાનો પાસેથી (લગ્ન કરવા ઈચ્છનારા) 15,000થી 20,000 રુપિયાની રકમ લેવામાં આવી હતી, જેમાં મધ્યસ્થી લોકોએ સામૂહિક લગ્ન સમારંભનું આયોજન કર્યું હોવાનું વચન આપ્યું હતું, જેમાં અમુકને મોબાઈલમાં ફોન પર ફોટો બતાવ્યા હતા અને કહ્યું હતું કે યુવતીઓ ગરીબ-અનાથ છે અને તાત્કાલિક લગ્ન કરવા તૈયાર છે.

હરનિયાકલા ગામના રહેવાસી રાહુલે કહ્યં હતું કે અમારી લોકો પાસેથી 25,000 રુપિયા રજિસ્ટ્રેશન ફી તરીકે લેવામાં આવ્યા હતા. અમને કહ્યું હતું ઈન્દોરના માતૃછાયા આશ્રમની યુવતીઓ છે અને આયોજકોએ અમને સોશિયલ મીડિયા પરથી અમુક મોડલ્સના ફોટો મોકલ્યા હતા. અમને એક દિવસ પહેલા કહ્યું હતું કે તમે દેવાસ પહોંચી જાઓ અને બીજા દિવસે સામૂહિક લગ્ન કરવામાં આવશે. દહેજનો પણ સામાન આપવાનું વચન આપ્યું હતું, પરંતુ લગ્નસ્થળે પહોંચ્યા તો કોઈ જ નહોતું અને તમામના ફોન બંધ હતા.

લગ્ન માટે આવેલા અશોક નામના વરરાજાએ તો કહ્યું હતું કે મને તો સાદા કપડામાં આવવાનું કહ્યું હતું, કારણ કે એમ કહ્યું હતું કે વરરાજાના કપડા અને લગ્ન સંબંધિત વસ્તુઓ આપવામાં આવશે. હલ્દી-મ્હેંદી માટે કહ્યું હતું કે ધટનાસ્થળે જ બધું આયોજન કરવામાં આવ્યું છે. ભોપાલના રહેવાસીએ એક પરિવારે કહ્યું હતું કે અમને મોબાઈલ ફોન મોકલેલી તસવીરના આધારે છોકરીની પસંદ કરી હતી. અન્ય એક યુવતીએ કહ્યું હતું કે મેં મારા ભાઈના લગ્ન માટે ઓનલાઈન દસ્તાવેજ જમા કરાવ્યા હતા, જ્યારે લગ્નના સ્થળે પહોંચ્યા ત્યારે આખી રાત સુધી રહ્યા પણ કોઈ આવ્યું નહોતું.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ બનાવ 24 મેના બન્યો હતો અને છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. મુખ્ય આરોપી મુકેશ અને તેની પત્નીની ધરપકડ કરી છે તથા તેમની મોડસ ઓપરેન્ડીની તપાસ ચાલી રહી છે. આરોપી વિદિશા જિલ્લાના રહેવાસી છે, તેથી ત્યાં પણ ટીમ મોકલવામાં આવી છે, જેથી વધુ માહિતી પ્રાપ્ત કરી શકાય. ગુજરાતમાં કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે ખરેખર આ ઘાટનું નિર્માણ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!