કાળઝાળ ગરમીમાં લૂ લાગવાથી બચાવશે આ 8 સુપર ફૂડ્સ, જાણી લેશો તો ફાયદામાં રહેશો!

મે મહિનાની આ કાળઝાળ ગરમી અને વધતા તાપમાન વચ્ચે દેશના ઘણા વિસ્તારોમાં ગરમ પવનોનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં શરીરમાં પાણીની ઉણપ થવી અને લૂ લાગવાનું જોખમ ખૂબ જ વધી જાય છે. લૂ લાગવાને કારણે અચાનક ચક્કર આવવા, ઉલ્ટી, માથાનો દુખાવો અને અતિશય નબળાઈ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જો તમે પણ આ સમસ્યાથી બચવા માંગતા હોવ તો તમારે તમારા ડાયેટમાં નાના મોટા ફેરફાર કરવા જોઈએ, જેથી તમારી બોડી હાઈડ્રેટેડ રહે. ચાલો જોઈએ કે આખરે એવા તે કયા સુપર ફૂડ્સ છે કે જે તમારે તમારા ડાયેટમાં સામેલ કરવા જોઈએ જેથી તમારી બોડી અંદરથી એકદમ ઠંડી ઠંડી કૂલ કૂલ રહે…
તરબૂચ: ઉનાળાનું સૌથી લોકપ્રિય અને સ્વાદિષ્ટ ફળ એટલે તરબૂચ. તેમાં આશરે ૯૨% જેટલું પાણીનું પ્રમાણ હોય છે. તે શરીરને ઈન્સ્ટન્ટ હાઇડ્રેટ રાખે છે અને પેટને ઠંડક આપે છે. દિવસના સમયે લંચ પહેલાં તરબૂચ ખાવું સ્વાસ્થ્ય માટે સૌથી વધુ હિતાવહ માનવામાં આવે છે. પાઈનેપલ (અનાનસ) માત્ર પાણી, પોષક તત્વો અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર નથી, જેમાં પુનઃસ્થાપન અને રેડિકલ સામે લડવાના ગુણધર્મો છે, પરંતુ તેમાં બ્રોમેલેન તરીકે ઓળખાતું સંપૂર્ણ એન્ઝાઇમ પણ છે જે ઉનાળામાં શરીરની બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
ખીરા કાકડી: ઠંડક આપતી વસ્તુઓમાં કાકડી હંમેશા મોખરે રહે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત રાખે છે અને એસિડિટી થવા દેતા નથી. તમે તેને રોજિંદા ભોજનમાં સલાડ અથવા રાયતા તરીકે લઈ શકો છો.
અમૃત સમાન છાસ: ઉનાળામાં બપોરના ભોજન સાથે છાસ પીવી એ અમૃત સમાન છે. છાસમાં શેકેલું જીરું, સંચળ (મીઠું) અને ફુદીનો મેળવીને પીવાથી પાચનક્રિયા એકદમ સુધરે છે અને શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે.
નાળિયેર પાણી: પરસેવા વાટે શરીરમાંથી નીકળી જતા જરૂરી મિનરલ્સની ઉણપ પૂરવા માટે નાળિયેર પાણી સર્વોત્તમ છે. આ એક નેચરલ રિફ્રેશિંગ ડ્રિંક છે, જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવી રાખે છે અને અશક્તિ-નબળાઈને ચપટીમાં દૂર કરે છે.
કાચી ડુંગળી: કાચી ડુંગળીને લૂ સામે લડવા માટેનું સૌથી પાવરફુલ આયુર્વેદિક શસ્ત્ર માનવામાં આવે છે. ભારતીય ગામડાઓમાં આજે પણ લોકો બપોરે ગરમ પવન (લૂ) થી બચવા માટે કાચી ડુંગળીને સલાડ તરીકે અચૂક ખાય છે. તેમાં રહેલા તત્વો ગરમી શોષી લે છે.
આમ પન્ના: કાચી કેરી (બાફેલી કેરી) માંથી બનાવવામાં આવતું આ પરંપરાગત ભારતીય પીણું ગરમીમાં રામબાણ ઈલાજ છે. ખાટી-મીઠી કેરીના પલ્પમાં જીરું, મરી અને ફુદીનો ઉમેરીને બનાવેલું આમ પન્ના શરીરને લૂ સામે ૧૦૦% રક્ષણ પૂરું પાડે છે.
ગુણકારી દહીં: દહીંમાં ભરપૂર પ્રમાણમાં પ્રોબાયોટિક્સ (સારા બેક્ટેરિયા) હોય છે, જે ગરમીમાં પેટની ગરબડ થવા દેતા નથી. દહીં ખાવાથી આંતરડા સ્વસ્થ રહે છે. તમે તેની સ્વાદિષ્ટ લસ્સી, છાસ કે રાયતું બનાવીને ડાયેટમાં નિયમિત વાપરી શકો છો.
બેલનું શરબતઃ બેલનું શરબત અતિશય ગરમીમાં થતા ડિહાઇડ્રેશન અને હીટસ્ટ્રોકથી બચાવે છે. તેમાં રહેલા પોષક તત્વો અને ફાઈબર પેટને ઠંડું રાખવાની સાથે-સાથે પાચનતંત્રને એકદમ સાફ અને હેલ્ધી રાખે છે.
