ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ: આજે ખરીદી અને પૂજા માટે મહાશુભ સંયોગ
21 મે 2026: જાણો આ દુર્લભ યોગનું મહત્ત્વ, અક્ષય ફળ મેળવવાની રીતો અને રાશિ પર પ્રભાવ
આજે 21 મે 2026ના જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મહત્ત્વનો છે. અખંડ ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ એ જ્યોતિષ અને હિન્દુ પંચાંગમાં આવતો અત્યંત શુભ અને દુર્લભ સંયોગ છે. આજે ગુરુવાર અને પુષ્ય નક્ષત્રના મિલનથી બનતા ‘ગુરુપુષ્ય યોગ’ સાથે અમૃતસિદ્ધિ કે અન્ય શુભ યોગ ભળવાથી આ અખંડ યોગ રચાય છે, જેમાં કરેલા એટલે તમે આજે કરેલા સદ્કાર્યો અને જપ-તપ અક્ષય ફળ આપે છે.
એટલે આજે ગુરુ પુષ્ય યોગ બને છે, જે સૌથી લાભદાયી માનવામાં આવે છે. આજના દિવસમાં કરેલી ખરીદદારી, રોકાણ, પૂજા પાઠ અને નવા કરેલા કામ પણ લાંબા સમય સુધી સારા ફળ મળે છે. ઉપરાંત, ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ:શુભ કાર્યો માટે ઉત્તમ: આ યોગ કોઈ પણ નવા કાર્યો, વ્યાપારની શરૂઆત, સોના-ચાંદીની ખરીદી, અથવા રોકાણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
નવગ્રહમાં ગુરુ ગ્રહને જ્ઞાન, ધન અને સફળતા માટે શુભ કારક માનવામાં આવે છે. આ નક્ષત્રને તમામ નક્ષત્રોનો રાજા કહેવાય છે. ગુરુવારના દિવસે પુષ્ય નક્ષત્ર પડે છે, તેથી આ યોગ વ્યક્તિના જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિના દ્વાર ખોલે છે. આ દિવસે ધનસંપત્તિના દ્વાર પણ ખૂલે છે. આજના દિવસે ભગવાનનું ધ્યાન ધરવાનું પણ માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઊર્જા બની રહે છે.
એવું પણ માનવામાં આવે છે આજના દિવસે માથાની વચ્ચે હળદરનું તિલક કરી શકો. ગુરુનો ગ્રહ પીળા રંગ સાથે છે, તેથી હળદરનો ઉપયોગ પણ આજના દિવસ માટે શુભ પ્રતીક માનવામાં આવે છે, જેનાથી આત્મ વિશ્વાસ વધે છે, જ્યારે સકારાત્મક ઊર્જાનો વધારો થાય છે. ઘરના દરવાજા સરસવના તેલનો દીવો કરી શકો છો.
આધ્યાત્મિક ઉન્નતિ: જૈન અને હિન્દુ ધર્મમાં આ દિવસને આધ્યાત્મિક સાધના, મંત્રોના જાપ અને ધાર્મિક કાર્યો માટે ખૂબ જ ફળદાયી ગણવામાં આવે છે.
અક્ષય ફળ: એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી સદ્ભાવના અને દાન-પુણ્ય ક્યારેય નિષ્ફળ જતા નથી.
