May 20, 2026
ટોપ ન્યુઝ

પીએમ મોદીને નોર્વેમાં સવાલ પૂછનાર પત્રકાર કોણ છે?

Spread the love

ઓસ્લોમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડા પ્રધાન મોદીને સવાલ પૂછ્યા બાદ દુનિયાભરમાં શરૂ થઈ ચર્ચા; ભારતીય રાજદૂતે કર્યો લોકશાહીનો બચાવ

પાંચ દેશના પ્રવાસ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નોર્વે પહોંચ્યા ત્યારે ચોંકાવનારો બનાવ બન્યો. ઓસ્લોમાં પીએમ મોદીને પ્રેસ કોન્ફરન્સ વખતે સવાલ કરવામાં આવ્યો ત્યારે કોઈ જવાબ મળ્યો નહોતો, પરંતુ એને કારણે હવે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. એના અંગે ભારતીય રાજદૂત સીબી જ્યોર્જે પણ ભારતીય લોકશાહી અને મીડિયા વ્યવસ્થાનો બચાવ કર્યો હતો, પરંતુ સૌને મોંઢે સવાલ એ છે કે આ સવાલ કરનાર કોણ હતું. વિગતે વાત કરીએ.

વડા પ્રધાન મોદીની નોર્વેની મુલાકાત વખતે નવો વિવાદ ઊભો થયો છે. ઓસ્લોમાં નોર્વેના વડા પ્રધાન જોનસ ગાર સ્ટોરની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં નોર્વેની પત્રકાર હેલે લિંગે મોદીને સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, બંને વડા પ્રધાનના સંબોધન પછી મોદી ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે હેલે લિંગે સવાલ કર્યો હતો અને પૂછ્યું હતું કે દુનિયાની સૌથી સ્વતંત્ર પ્રેસના સવાલનો જવાબ આપવામાં શું સમસ્યા છે. મોદીએ એ વખતે તો કોઈ જવાબ આપ્યો નહીં અને કાર્યક્રમના સ્થળેથી નીકળી ગયા હતા.

પત્રકારે નોર્વેની પ્રેસ સ્વતંત્રતાના રેન્કિંગનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમનો દેશ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં મોખરે છે, જ્યારે ભારતનો રેન્ક 157 છે. સત્તામાં રહેલા લોકોને સવાલ કરવાનો પત્રકારનો મુખ્ય અધિકાર છે. આ સવાલના જવાબ પછી ખુદ પત્રકારના ઈન્ટેશન પર સવાલ કરવામાં આવ્યો હતો. નેધરલેન્ડની પત્રકારનું નામ લેલે લિંગ છે, જે નેધરલેન્ડના Dagsavisen અખબારમાં કામ કરે છે.

આ સવાલને લઈ સોશિયલ મીડિયા પર પણ અનેક પોસ્ટ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ વખતે પણ સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અપેક્ષા નહોતી કે તેને જવાબ મળશે. હેલે લિંગે કહ્યું હતું કે પત્રકારત્વ ક્ષેત્રે અનેક સંઘર્ષ છે, પરંતુ રિપોર્ટરનું કામ ફક્ત તૈયાર કરેલા સવાલનો જવાબ સાંભળવાનો નથી તેમનો હક સીધો જવાબ પ્રાપ્ત કરવાનો પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!