May 12, 2026
મનોરંજન

અભિનેત્રી મૌની રાય લેશે છૂટાછેડા? પતિને કર્યો અનફોલો!

Spread the love


સોશિયલ મીડિયા પરથી ફોટોઝ ડિલીટ કરતા ફેન્સમાં ચિંતા, શું તૂટી રહ્યો છે મૌનીનો સંસાર?

પોતાના ડાન્સ અને એક્ટિંગ સાથે સોશિયલ મીડિયા પર હર હંમેશ પોતાના હોટ ફેશનેબલ ફોટોગ્રાફને લઈ ચર્ચામાં રહેનારી અભિનેત્રી મૌની રાય ફરી વ્યક્તિગત લાઈફને લઈ લાઈમલાઈટમાં આવી છે. આ વખતે ફોટોગ્રાફને લઈ પણ પોતાના પતિને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરીને જોરદાર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર મૌની રાય અને પોતાના પતિ સુરજ નામ્બિયારની વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે, ત્યારે વાસ્તવમાં બંને વચ્ચે રિલેશન બરાબર છે કે નહીં એનો લોકો સવાલ કરી રહ્યા છે.

મૌની રાય અને સુરજ નામ્બિયારની વચ્ચે બધુ બરાબર નથી અને યૂઝર્સે પણ નોટિસ કર્યું છે કે કપલ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી નાખ્યા છે. મૌની રાયના ફોલોઈંગ લિસ્ટમાં પણ સુરજનું નામ જોવા મળતું નથી, જ્યારે સુરજ નામ્બિયારના ઈન્સ્ટાગ્રામ પર પણ મૌની રોયને ફોલો કરતો નથી.

એટલું જ નહીં, મૌની રોયે ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર સૂરજ સાથેની તમામ પોસ્ટ અને તસવીરો પણ ડિલીટ કરી નાખી છે, તેથી યૂઝર્સ પણ બંને વચ્ચે બધુ બરાબર નહીં હોવાનો ક્યાસ લગાવી રહ્યા છે. બીજી બાજુ ઘણા સમયથી મૌની રોયે પણ પતિ સુરજ સાથે પણ કોઈ ફોટોગ્રાફ-પોસ્ટ પણ મૂકી નથી.

મૌની અને સુરજની વચ્ચે સોશિયલ મીડિયા પર એકબીજાને કરેલ અનફોલોની બાબત હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં બંનેના સંબંધોમાં કોઈ અવરોધ તો આવ્યો નથી કે અલગ થવાના હશે એની પણ ચિંતા સેવી રહ્યા છે. અમુક લોકોએ તો લખ્યું છે કે અમારે હવે એ નથી સાંભળવું કે તમે છૂટા થઈ રહ્યા છો કે છૂટાછેડા લેવાના છો. બીજા યૂઝરે તો સુરજ નામ્બિયારને પૂછ્યું છે કે શા માટે તમે બંનેએ એકબીજાની પોસ્ટ અને ફોટોગ્રાફ ડિલિટ કર્યા છે.

અહીં એ જણાવવાનું કે મૌની અને સુરજ બંનેએ ત્રણ વર્ષ એકબીજા સાથે રહ્યા પછી 2022માં ગોવામાં લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત પણ દુબઈમાં 2019માં થઈ હતી. બંનેએ ગોવામાં કેન્ડોલિમ સ્થિત હિલ્ટન હોટેલમાં લગ્ન કર્યાં હતા. બંનેએ મલયાલી અને બંગાળી એમ બંને પરંપરાથી લગ્ન કર્યાં હતા. અગાઉ માહી વીજ અને જય ભાનુશાલી અલગ થવાની ખબરો આવી હતી, જ્યારે એના અગાઉ એ આર રહેમાન, ઉર્મિલા માતોંડકર, દલજીત કૌર વગેરેના છૂટાછેડાથી કલાકારો ચર્ચામાં રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!