May 5, 2026
ટોપ ન્યુઝહોમ

પાંચ રાજ્યોના પરિણામ: બંગાળ-આસામમાં ભાજપ અને તમિલનાડુમાં ‘થલાપતિ’નો જાદુ

Spread the love

પશ્ચિમ બંગાળમાં મમતાનો ગઢ તૂટ્યો, કેરળમાં કોંગ્રેસની વાપસી અને તમિલનાડુમાં ટીવીકેનો સપાટો
times of india credit
નવી દિલ્હીઃ દેશના ચાર રાજ્ય બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી વિધાનસભાની ચૂંટણીના પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યા. પશ્ચિમ બંગાલ અને આસામની સાથે પુડુચેરીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની મોટી જીત થઈ છે. તમિલનાડુમાં વિજય થલાપતિની ટીવીકેએ ડીએમકેને સત્તાની બહાર ફેંક્યું છે, જ્યારે કેરળમાં કોંગ્રેસે ડાબેરી ગઠબંધનને હરાવીને 10 વર્ષની સત્તામાંથી બહાર ફેંકી દીધું છે, પરંતુ પાંચેય વિધાનસભાના પરિણામોએ સૌને ચોંકાવ્યા છે. બંગાળને પોતાનું કરવા માટે સત્તાધારી કેન્દ્ર સરકારે શામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને બંગાળ, આસામને પોતાનું કર્યું છે.

પશ્ચિમ બંગાળમાં મમતાદીદીનો ગઢ વિખરાયો
બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 200થી વધુ બેઠક પર જીતીને બહુમતી મેળવી છે, જ્યારે મમતા બેનરજીના શાસનનો પણ અંત આવ્યો છે. મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસ પાર્ટી ત્રિપલ ફિગરમાંથી ડબલ ફિગરમાં સમેટાઈ ગયું છે. બંગાળમાં સત્તા મેળવવા માટે 147 કરતા પણ વધુ બેઠક મેળવી છે. મમતા બેનરજીને શુભેન્દુ અધિકારીએ હરાવીને પણ વિધાનસભામાંથી પત્તું કાપી નાખ્યું છે. વર્ષોથી મમતા બેનર્જીનો જે કિલ્લો અજેય મનાતો હતો તે આ વખતે ભાજપે ૨૦૬ બેઠકો જીતીને ધ્વસ્ત કર્યો છે. કેન્દ્ર સરકારની આક્રમક રણનીતિ અને સત્તાવિરોધી લહેરને કારણે તૃણમૂલ કોંગ્રેસ ડબલ ફિગરમાં સમેટાઈ ગઈ છે.

પશ્ચિમ બંગાળ 293 147 (સરકાર બનાવવા માટેની સીટ)
. તૃણમુલ કોંગ્રેસ પાર્ટી 79
. ભારતીય જનતા પાર્ટી 206
. કોંગ્રેસ 02
. ડાબેરી 02
. અન્ય 02

આસામની વાત કરીએ તો ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ જીતની હિટ્રક બનાવી છે, જ્યારે નવી જીત મેળવીને આસામની જનતાએ પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને ચાના ઉદ્યાન અને ગ્રામીણ વિસ્તારોમાંથી મળેલા સમર્થને જીત હાંસલ કરી છે. આસામમાં ફરી હેમંતકુમાર બિશ્વા ફરી સત્તામાં આવીને મુખ્યમંત્રી બની શકે છે.

આસામ 126 64
. ભારતીય જનતા પાર્ટી 108
. કોંગ્રેસ 21
. અન્ય 03

તમિલનાડુમાં આ વખતે સૌથી મોટો ઉલટફેર થયો છે, જ્યાં વિજયના નેતૃત્વમાં ટીવીકેએ સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે. ટીવીકેએ પોતાના પહેલા ઈલેક્શનમાં સૌથી વધુ સીટ જીતીને અપસેટ કર્યો છે. સૌથી વધુ બેઠક મેળવીને સત્તાધારી પાર્ટી એમકે સ્ટાલિનને હંફાવ્યા છે, જ્યારે સત્તા પણ ગુમાવી છે. ડીએમકે અને એઆઈડીએમકે પણ ડબલ ફિગર અનુક્રમે (74 અને 53 સીટ પર સમેટાઈ ગયું છે, જેમાં કારણોમાં ખાસ કરીને સ્ટાલિનની નીતિ કારણભૂત છે. હિન્દી ભાષા અને હિન્દુત્વને ટાર્ગેટ કરવાને કારણે મતદારોમાં નારાજગી વધી હતી.

તમિલનાડુ 234 117
. ટીવીકે 107
. ડીએમકે 74
. એઆઈડીએમકે 53
. અન્ય 00

કેરલમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેડિટ ફ્રન્ટએ ડાબેરી મોરચાના 10 વર્ષના શાસસનો અંત લાવીને સત્તામાંથી બહાર કર્યાં છે. એન્ટી ઈન્કબન્સી, રોજગારી અને મોંઘવારી વગેરે મુદ્દે જનતા નારાજ હતી અને એને કારણે સતાધારી સરકારને જનતાએ રસ્તો બતાવી દીધો છે. યુડીએફને 99 બેઠક મળી છે, જ્યારે ડાબેરી મોરચાને એલડીએફ 35 સીટ પર સમેટાઈ ગયું છે. કેરળમાં ભારતીય જનતા પાર્ટીએ ખાતું ખોલ્યું છે, જેમાં થિરુવનથપુરમમાં ત્રણ સીટ મેળવી છે.

કેરલમ 140 71
. એલડીએફ 35
. ડીએફ 99
. ભાજપ 03
. અન્ય 03

છેલ્લે પુડુચેરીની વાત કરીએ તો એનડીએને બહુમતી મળી છે. એનડીએના બેસ્ટ પુડુચેરી વિઝન અને છેલ્લા કાર્યકાળને કારણે જનતાએ વિશ્વાસ મૂક્યો હતો. મતદારોએ તેમને સમર્થન આપ્યું છે. પીએમ મોદીએ ભાજપની જીત પછી કાર્યકર્તાઓને સંબોધીને રેકોર્ડ બ્રેક મતદાન માટે સૌનો આભાર માન્યો હતો. જનતાને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે ચૂંટણી પંચ અને સુરક્ષા દળોની કામગીરીને પણ પ્રશંસા કરી હતી.

પુડુચેરી 30 18
. ભારતીય જનતા પાર્ટી 18
. કોંગ્રેસ 06
. અન્ય 06

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!