April 13, 2026
ગુજરાતટોપ ન્યુઝ

લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકચાલકે શ્રદ્ધાળુઓને કચડ્યાઃ એક પરિવારના સાત સભ્યના મોતથી પંથકમાં અરેરાટી

Spread the love

રાજકોટઃ સુરેન્દ્રનગર જિલ્લામાં આજે એક ભીષણ રોડ અકસ્માત સર્જાયો. આ અકસ્માત એ વખતે સર્જાયો જ્યારે રસ્તા નજીકથી પસાર થઈ રહેલા શ્રદ્ધાળુઓને ટ્રકચાલકે કચડ્યા હતા. આ અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોનાં મોત થયા છે. એક જ પરિવારના સાત લોકોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

રવિવારે મોડી રાતના એક પુરપાટ ટ્રકે રસ્તા નજીકથી પસાર થઈ રહેલા તીર્થયાત્રીને કચડી નાખ્યા હતા. આ અકસ્માત પછી ઘટનાસ્થળેથી ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતનો કેસ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રકચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ અકસ્માત ગઈકાલે મોડી રાતના 1.30 વાગ્યાના સુમારે નોંધાયો હતો. લખતર-વિરમગામ હાઈવે પરથી પસાર થઈ રહેલા શ્રદ્ધાળુઓને ટ્રકચાલકે ભીષણ ટક્કર મારી હતી, જ્યાં ઘટનાસ્થળે સાત લોકોનાં મોત થયા હતા. અકસ્માત પછી ટ્રકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃતકમાં પાંચ મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો રાજકોટના ગઢકા ગામના મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા, જેમાં તમામ લોકો ભરવાડ સમાજના હતા. અચાનક એક જ પરિવારના સાત લોકોનાં મોત થવાના ખબરથી સમગ્ર ભરવાડ સમાજના લોકો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

આ અકસ્માત અંગે પોલીસ ઈન્સ્પેક્ટરે યોગેશ પટેલે કહ્યું કે રાજકોટથી બહુચરાજી માટે પગપાળા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા. આ અકસ્માત લખતર તાલુકાના ભાસ્કરપાડા ગામ નજીકના બહારના રસ્તા પર એક બેકાબૂ ટ્રકચાલકે શ્રદ્ધાળુઓને ચપેટમાં લીધા હતા. આ અકસ્માતમાં કેટલા લોકો ઘાયલ થયા એની સંખ્યા સ્પષ્ટ થઈ નથી. અકસ્માત પછી તાત્કાલિક ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ કહ્યું કે શ્રદ્ધાળુઓ પગપાળા શાંતિપૂર્વક જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી અનિયંત્રિત ટ્રકચાલકે લગભગ દસેક ભક્તોને કચડી નાખ્યા હતા. આ અકસ્માત પછી ટ્રકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત પછી પોલીસે ફરાર ટ્રકચાલકને પકડવા માટે સઘન તપાસ હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!