10 મિનિટમાં મળશે ‘હાઉસહેલ્પ’: કામવાળીની કટકટનો કાયમી ઉકેલ
ઓલા-ઉબરની જેમ હવે ઘરકામ માટે પણ મળશે ઇન્સ્ટન્ટ સર્વિસ, જાણો નવું બિઝનેસ મોડલ.
મુંબઈ, દિલ્હી સહિત મહાનગરોમાં વર્કિંગ વૂમન માટે ઘરના કામકાજ સાથે ઓફિસનું કામ કરવાનું હવે મુશ્કેલ બની રહ્યું છે. ઘર-પરિવારની જવાબદારી સાથે ઓફિસની કામગીરી એકસાથે કરવામાં મહિલાનો મરો થઈ રહ્યો છે, પરંતુ હવે આ સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. હાઉસ હેલ્પ માટે એક નવો જ બિઝનેસ મોડલ આકાર લઈ રહ્યો છે. મહિલાઓને ઘરના કામકાજની મદદ માટે ડાયરેક્ટ મદદ મળશે, જેમાં કામવાળીની રેગ્યુલર કટકટમાંથી મુક્તિ મળશે એવું તો શું છે જાણો.
ઓનલાઈન જમાનામાં હવે હાઉસહેલ્પ મેળવવી સરળ બની છે. અર્બન ઈન્ડિયા અને સ્નેબિટ જેવી એપ્સ દ્વારા તાલીમબદ્ધ વર્કર્સ પૂરા પાડવામાં આવે છે, જેમનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન પણ થયેલું હોય છે. આ સુવિધાથી કામવાળીના રોજના પ્રશ્નોનો અંત આવશે.
તમારી ઘરકામમાં સાફસફાઈથી લઈને શાકભાજી કાપવાથી લઈને ચટણી બનાવવાનું કામકાજ એકાદ કલાકમાં તો તમામ કરી દેવામાં આવશે, જ્યારે તેના એક કલાક માટે 100 રુપિયા ચૂકવવાના થશે. મુંબઈ અને દિલ્હીમાં સફળ થઈ રહેલા સ્નેબિટ અર્બન ક્લેપ મોડલ સફળ રહેશે કે નહીં એ તો આગામી દિવસોમાં ખબર પડશે. એકાદ કલાકનું કામ હવે તમને 100 રુપિયા ચૂકવીને પૂરું કરી શકો છો.
ઓલા-ઉબરના માફક ટ્રાવેલિંગના માફક હવે ઘરના કામકાજ પણ ગણતરીના કલાકોમાં ઓછા પૈસે પૂરા કરવાનું સપનું બતાવવામાં આવ્યું છે. ટ્રાવેલની સાથે ફૂડ સેક્ટરમાં જેમ સ્વિગી, ઝોમેટો ગણતરીની મિનિટમાં ફૂડ ડિલિવરી પૂરી પાડે છે એના માફક અર્બન ક્લેપ ઈન્સ્ટાહેલ્પ અને બ્રૂમીઝ ઘરના કામકાજ માટે તૈયાર છે. સ્નેબિટ પણ ઓગસ્ટમાં એક લાખ ઓર્ડર મેળવ્યા હતા, જ્યારે ઓક્ટોબરમાં ત્રણ લાખથી વધીને ફેબ્રુઆરીમાં સાડા આઠ લાખ પાર થયા છે. અર્બન કંપની ઈન્સ્ટાહેલ્પએ પણ ફેબ્રુઆરી, 2026માં 50,000 ડેલી બુકિંગ સુધી પહોંચ્યું છે.
100 રુપિયામાં એક કલાક એટલે?
અબર્ન કંપની હવે એક કલાકમાં 100 રુપિયા વસૂલે છે, જ્યારે સ્નેબિટ ત્રણ કલાક સુધીની વિઝિટ 149 રુપિયા સુધી પડે છે, જેમાં પચાસ રુપિયામાં એક કલાકની સર્વિસ. અહીં વર્કર્સનું નેટવર્કના આધારે મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. બેકગ્રાઉન્ડ વેરિફિકેશન અને તાલીમ પછી એપ્લિકેશન પર જોબ રિક્વેસ્ટ કરે છે. બિલકુલ ઓલા અને ઉબરના માફક.
સૌથી મોટો સવાલ એ છે કે કદાચ સસ્તી સર્વિસ મળે છે, પરંતુ એક વખત આદત પડી ગયા પછી લોકો તેની હેલ્પ લેવાનું પસંદ પણ કરે છે, જેમાં વ્યક્તિની જરુરિયાત પ્રમાણે તાત્કાલિક મદદ મળે છે, જે સૌથી મહત્વનું છે. એપ્લિકેશન આધારિત સુવિધાનું કલ્ચર ભારતમાં વધી રહ્યું છે, જેમાં હવે હાઉસ હેલ્પ સેક્ટરનો ઉમેરો થયો છે.
