February 22, 2026
ગુજરાતટોપ ન્યુઝ

એશિયાનું સૌથી અમીર ગામ આવેલું છે ગુજરાતના કચ્છમાં! ગામમાં 17 બેંકોમાં છે હજારો કરોડની એફડી…

Spread the love


જો તમને કોઈ પૂછે એશિયાનું સૌથી ધનવાન ગામડું ભારતમાં આવેલું છે એવું કહે તો માનવામાં આવે ખરું? ભારતમાં છોડો જો તમને ખબર પડે કે આ ગામડું આપણા ગુજરાતના જ કચ્છમાં આવેલું છે તો? કદાચ એકાદ સેકન્ડ માટે તો તમને એવું થશે કે આવું ખરેખર શક્ય છે? તો આ સવાલનો જવાબ છે હા અને આ હકીકત છે. અહીં જે ગામડાની વાત કરી રહ્યા છીએ એ ગામમાં નેશનલાઈઝ સહિત 17 જેટલી બેંકની બ્રાન્ચ આવેલી છે અને આ બેંકો હજારો કરોડ રૂપિયાની થાપણ જમા છે. એટલું જ નહીં આ ગામડામાં મળતી સુવિધાઓ પણ મેટ્રો સિટી જેવી જ છે. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને આ ગામનું નામ જણાવી જ દઈએ…

ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વના સૌથી મોટા ખંડ એશિયાનું સૌથી ધનવાન ગામડું આપણા ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. આ ગામનું નામ છે માધાપર. અહીંની જાહોજલાલી જોઈને મોટા શહેરો પણ ઝાંખા પડી જાય તેવી સુવિધાઓ અને સમૃદ્ધિ અહીં જોવા મળે છે.

માધાપર ગામની વસ્તી આશરે 32,000ની છે, પરંતુ આ નાનકડા ગામમાં આર્થિક ગતિવિધિઓ કોઈ મેટ્રો સિટીને પણ ટક્કર મારે એવી છે. માધાપર ગામમાં એચડીએફસી, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ જેવી રાષ્ટ્રીયકૃત અને ખાનગી મળીને કુલ 17 બેંકોની શાખાઓ આવેલી છે. ગ્રામજનો પાસે બેંકોમાં રૂપિયા સાત હજાર કરોડથી વધુની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) જમા છે, એટલે એવું કહી શકાય કે આ ગામનો લગભગ દરેક પરિવાર લખપતિ કે કરોડપતિ છે.

વાત કરીએ માધાપરની સમૃદ્ધિ અને જાહોજલાલીની તો આટલી મોટી સફળતા પાછળ માધાપરના વિદેશમાં વસેલા લોકોનો મોટો હાથ છે. ગામના મોટાભાગના પરિવારોમાંથી કોઈને કોઈ સભ્ય અમેરિકા, બ્રિટન, કેનેડા, આફ્રિકા કે ગલ્ફ દેશોમાં સ્થાયી થયેલા છે. આ લોકો વિદેશમાં કમાણી કરીને પોતાના વતનમાં નાણાં મોકલે છે. ખાસ વાત એ છે કે, બહાર જઈને વસેલાં ગામવાસીઓ માત્ર પૈસા જ નથી મોકલતા પરંતુ ગામમાં શાળા, કોલેજ અને આરોગ્ય જેવી સુવિધાઓ વિકસાવવામાં પણ સક્રિય યોગદાન આપે છે.

માધાપર ગામનો ઇતિહાસ પણ ખૂબ જૂનો છે. 12મી સદીમાં કચ્છના મિસ્ત્રી સમુદાય દ્વારા આ ગામની સ્થાપના કરવામાં આવી હતી. આજે અહીં મુખ્યત્વે પટેલ સમુદાયના લોકોની વસ્તી છે, જેમણે પોતાની સખત મહેનત અને વતન પ્રત્યેના પ્રેમથી આ ગામને વિશ્વના નકશા પર ચમકાવ્યું છે. હકીકતમાં તો અહીંની જીવનશૈલી, આધુનિક સુવિધાઓ અને આર્થિક મજબૂતી માધાપરને સાચા અર્થમાં એશિયાનું ‘સ્વર્ગ’ અને સૌથી ધનવાન ગામ બનાવવામાં સિંહફાળો આપે છે.

ઐતિહાસિક વારસો: માધાપરની સ્થાપના 12મી સદીમાં કચ્છના મિસ્ત્રી સમુદાય દ્વારા કરવામાં આવી હતી. આજે અહીં પટેલ સમુદાયના લોકોની બહુમતી છે.

જંગી થાપણો: આ નાનકડા ગામના લોકોની બેંકોમાં 7000 કરોડ રૂપિયાથી વધુની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) જમા છે, જે તેને આર્થિક રીતે એશિયાનું સૌથી સધ્ધર ગામ બનાવે છે.

NRIsનું યોગદાન: ગામની સમૃદ્ધિ પાછળ વિદેશ (UK, USA, કેનેડા, આફ્રિકા) માં વસતા ગ્રામજનોનો મોટો હાથ છે. તેઓ પોતાની કમાણીનો મોટો હિસ્સો વતનમાં મોકલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!