ભારત પાસે કેટલો છે સોનાનો ભંડાર, ક્યાં આવેલી છે સોનાની ખાણો?

અગાઉ વાત કરી હતી કે દુનિયાભરની મહાસત્તા યા મહાસત્તા બનવાની દોટમાં સૌથી વધુ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે, જ્યારે બીજી બાજુ નાના વેપારીઓ સોનું નહીં તો ચાંદી કરવા લાગ્યા છે. દુનિયાભરના દેશોમાં જેટલું સોનું છે, એની તુલનામાં ભારતના દરેક મધ્યમ વર્ગ કરતા વધુ સોનું હશે. ખેર ભારતમાં સોનાનું ઉત્પાદન મર્યાદિત હશે, પરંતુ દેશના સોનાના ભંડારમાં કોઈ અછત નથી. ભારત પાસે પણ આવેલી છે સોનાની ખાણો ના ખબર હોય તો ચાલો જાણી લઈએ.
સોના-ચાંદીમાં રોકાણ કરનારા થયા માલામાલ
છેલ્લા કેટલાક મહિનાથી સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે, જેનાથી જે લોકો પાસે સૌથી વધુ સોનું છે યા ખરીદ્યું છે તે તો જાણે માલામાલ થઈ ગયા છે. એકતરફી ખરીદીને કારણે રોજેરોજ સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચવાને કારણે નવા રેકોર્ડ બનાવ્યા છે. ચાંદીના ભાવ પણ ઐતિહાસિક સપાટી પાર કરી છે. ગઈકાલે સોનાના 24 કેરેટ સોનાના ભાવ 1.28 લાખ રુપિયાના આસપાસ બોલાયા હતા.
348 મેટ્રિક ટન સોનું તો વિદેશમાં જમા
ખરીદદારો કહે છે કે સોનાના ભાવ આસમાને પહોંચ્યા પછી પણ હજુ લોકોનો સોનાની ખરીદી પાછળનો મોહ ઘટ્યો નથી, જ્યારે ભારત પાસે પણ મજબૂત સોનું છે. ભારતીય રિર્ઝવ બેંકના અહેવાલ અનુસાર દેશની પાસે કૂલ 879 મેટ્રિક ટન સોનું છે, જેમાં 511.99 ટન સોનું દેશમાં સુરક્ષિત છે, જ્યારે 348.62 ટન જેટલું સોનું વિદેશી બેંક (બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ)માં જમા છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ રેટમાં જોરદાર તેજી જોવા મળે છે. રુપિયાના ઘટાડાને કારણે તેનું મૂલ્ય પણ વધી ગયું છે.
હટ્ટી ગોલ્ડ માઈન સૌથી મોટી અને જૂની
દુનિયામાં સૌથી વધુ સોનું ખરીદનારા દેશમાં ભારતનું નામ તો સામેલ છે, પરંતુ સોનાના ઉત્પાદનમાં બહુ ઓછો હિસ્સો ધરાવે છે. ભારતમાં તો અમુક જગ્યાએ એક્ટિવ સોનાની ખાણ આવેલી છે, જેમાં ખાસ તો કર્ણાટકની હટ્ટી ગોલ્ડ માઈન્સ સૌથી જૂની અને મોટી છે. કર્ણાટકના રાયચુર જિલ્લામાં આવેલી ગોલ્ડ માઈન વર્ષે 1,700 કિલો જેટલું સોનું કાઢે છે. રાજ્ય સરકારની યોજના છે કે તેનું ઉત્પાદન વધારીને 5,000 કિલો કરવામાં આવે. હટ્ટી ગોલ્ડ માઈન્સનું સંચાલન રાજ્ય સરકાર કરે છે, જે દેશમાં એકમાત્ર એક્ટિવ ગોલ્ડ માઈન છે.
કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ પણ સૌથી મોટી હતી ખાણ
એના સિવાય કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ (કેજેએફ) પણ ક્યારેક ભારતની સૌથી મોટી સોનાની ખાણ હતી, પરંતુ 2001માં તેને બંધ કરવામાં આવી હતી. હવે સરકાર અહીં ઓલ્ડ ટેલિગ્સ (એટલે ખનન કર્યા પછી કાટમાળ)માંથ સોનું કાઢવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટસનું માનીએ તો કેજેએફના ટેલિંગ્સમાં આશરે 32 મિલિયન ટન સામગ્રી છે, જેમાં હજુ સોનું છે. જો એને આધુનિક ટેક્નિકથી પ્રોસેસ કરવામાં આવે તો દર વર્ષે 700થી 750 કિલો સોનું કાઢી શકાય છે. કેજેએફ સિવાય રાજસ્થાન, ઝારખંડ, આંધ્ર પ્રદેશમાં પણ શોધ કરી છે. રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ભૂખિયા-જગપુરા બ્લોકમાં સોનાના ભંડારની ઓળખ થઈ છે, જ્યારે ઝારખંડના કુંદરકોચા વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું છે.
