વાઈરલ દાદીઃ આર્મીમાંથી નિવૃત્ત મહિલાએ ખોલ્યો ફૂડ સ્ટોલઃ દુનિયાને પ્રેરણા આપતો કિસ્સો જાણો
સક્સેસ સ્ટોરીઃ આજકાલ સોશિયલ મીડિયા પર એક પ્રેરણાદાયક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં 79 વર્ષની મહિલાની સ્ટોરી છે. આ મહિલાએ ક્યારેય લગ્ન કર્યા નથી, પરંતુ ભારતીય સેનામાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે સેવા આપી હતી અને હવે ઈન્દોરના રસ્તા પર પોતાનો ખુદ સ્ટોલ ચલાવે છે. જિંદગી જીવવાની સકારાત્મક વિચારધારા અને આત્મનિર્ભરતાએ લોકોનું દિલ જીત્યું છે.
કોણ છે અને એવું શું કરે છે સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીત્યું છે. એક યૂઝરે સોશિયલ મીડિયા પર કેપ્શન લખ્યું હતું એ બહુ મજબૂત છે. સ્ટોલનું એડ્રેસ લખ્યું હતું મોર્ડન ગિફ્ટ સ્ટોલની સામે, ચંદ્રલોક કોલોની નજીક, ખજરાના રોડ, શ્રીનગર એક્સટેન્શન, ઈન્દોર. વીડિયોમાં યુવતી વૃદ્ધ મહિલા અંગે પૂછે છે તો મહિલા કહે છે પહેલા ઈન્ડિયન આર્મીમાં ઓફિસર હતી. નિવૃત્તિ પછી તેને ફૂડ બનાવવાના પોતાના શોખ બનાવ્યો અને પછી પોતાનો ફૂડ સ્ટોલ બનાવ્યો હતો.
મહિલાએ કહ્યું કે લગ્ન કર્યા નથી અને મુંબઈમાંથી ફાઈન આર્ટસની ડિગ્રી લીધી હતી. પોતાની જિંદગીમાં અનેક સંઘર્ષ જોયા છે, પરંતુ વર્તમાનમાં જીવવાનું અને ભૂતકાળથી પણ સંતુષ્ટ છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે, જ્યારે એક લાખથી વધુ લાઈક્સ મળી છે. હજારો લોકોએ કમેન્ટ કરીને મહિલાને પ્રોત્સાહન આપ્યું છે.
એક યૂઝરે એટલે સુધી લખ્યું છે કે એક મહિલા એકલી પણ ખુશ રહી શકે છે. બીજા યૂઝરે લખ્યું છે કે હું આ મહિલાને પહેલા પણ મળ્યો છું, જે આર્મી હીરો છે અને હવે ફૂડ સ્ટોલ ચલાવે છે. તેમને બનાવેલું ફૂડ પણ ટેસ્ટી હોય છે, જ્યારે તેમની રિયલ સ્ટોરી પણ ઈન્સ્પિરેશનલ છે. તેમને મળીને ખુશી સાથે ગૌરવની લાગણી અનુભવાઈ હતી. આ મહિલા બહુ મજબૂત છે.