October 21, 2026
ટોપ ન્યુઝમનોરંજન

ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં મોટો ધડાકો: સલમાન સહિત 4 દિગ્ગજ સ્ટાર્સ હતા નિશાન પર!

Spread the love

કડક સુરક્ષાને કારણે શૂટર્સે પ્લાન બદલીને ટાઈગર શ્રોફને બનાવ્યો હતો નિશાન, દિલ્હી-મુંબઈ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ચાર આરોપીઓની ધરપકડ

ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરવામાં આવ્યા પછી ફિલ્મ કલાકારોમાં ડરનો માહોલ ઊભો થયો છે. તમામ કલાકારોને મોંઢે મુંબઈ જ નહીં, ઈન્ડસ્ટ્રી સુરક્ષિત નહીં હોવાના સવાલો કરી રહ્યા છે. ટાઈગર શ્રોફ પર ફાયરિંગ મુદ્દે નવો ખુલાસો થયો છે. ટાઈગર શ્રોફ પહેલા બોલીવુડના ચાર દિગ્ગજ કલાકારો નિશાન પર હતા. કહેવાય છે કે આરોપીઓએ અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને અક્ષય કુમારના ઘરની રેકી કરી હતી, પરંતુ સુરક્ષાને કારણે યોજના બદલી હોવાની શંકા છે. ત્યાર પછી ટાઈગર શ્રોફ પર હુમલો કર્યો હતો, જેની તૈયારી લગભગ બે મહિનાથી ચાલતી હતી.

સાત દિવસ કરવામાં આવી હતી રેકી
તપાસમાં જાણવા મળ્યું છે કે લોરેન્સ ગેંગ કનેક્ટેડ ગેંગસ્ટર અનિલ પંડિતે બોલીવુડના કલાકારોને ટાર્ગેટ કરવાનો નિર્દેશ આપ્યો છે. શૂટર્સે ચારેય અભિનેતાના ઘરની રેકી કરીને અનિલ પંડિતને વીડિયો મોકલ્યો હતો. જોકે, ચારેય કલાકારોને ઘરે કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે આરોપીઓએ છેલ્લી ઘડીએ યોજના બદલી નાખી હતી. આરોપીઓએ લગભગ સાત દિવસ સુધી રેકી કરી હતી, ત્યાર પછી ફાયરિંગ કર્યું હતું.

બે યુવતી સહિત ચારેયને મુંબઈ પોલીસને સોંપ્યા
ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં ચાર જણની ધરપકડ કરી છે. ફાયરિંગ કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીમાં હથિયાર સપ્લાયના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે એની સાથે કેસમાં ચાર નવા આરોપીની ધરપકડ કરી છે. હરિયાણાના સોનિપતના કુનાલ (21) અને સુમિત સહિત યુપીના સીતાપુરની રાધા અને આઝમગઢની બબીતાની ધરપકડ કરી છે. કુનાલે અમૃતસરથી પિસ્તોલ અને 20 કારતૂસ વ્યવસ્થા કર્યા પછી રાધા અને બબીતાએ મુંબઈના શૂટર્સ સુધી હથિયાર પહોંચાડ્યા હતા. બંનેએ 17 ઓક્ટોબરના દિલ્હીથી મુંબઈ પહોંચી અને પિસ્તોલ પૂરી પાડી હતી. ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કરીને મુંબઈ પોલીસને ટ્રાન્ઝીટ રિમાન્ડ માટે મોકલ્યા છે.

ત્રણ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે
આ અગાઉ કોટાથી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બિહારના બેગુસરાયના ઋત્વિક અને હરિયાણાના સોનીપતના રહેવાસી રેહાન અંસારી અને ફુલસિંહનો સમાવેશ થાય છે. આ ત્રણેય હુમલો કર્યા પછી નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા. ત્રણેયને મુંબઈ લાવવામાં આવ્યા છે, જ્યારે તમામના મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા છે. આજે ત્રણેયને મુંબઈ પોલીસ કોર્ટમાં રજૂ કરશે. હાલમાં ત્રણેય મુંબઈ પોલીસના એન્ટિ એક્સટોર્શન સેલ પાસે છે તેમ જ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પછી વધુ રિમાન્ડ માગવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!