June 30, 2025
મનોરંજન

ઈરાનમાં પહેલી કઈ ભારતીય ફિલ્મ બની હતી, જેમાં ગુજરાતી અભિનેતાએ અભિનય કર્યો હતો?

Spread the love

બોલીવુડની ફિલ્મોનું શૂટિંગ ભારત જ નહીં, પણ દુનિયાભરમાં થાય છે. ફિલ્મી ઈતિહાસમાં તો સૌથી પહેલી ભારતીય ફિલ્મનું શૂટિંગ વિદેશમાં બ્રિટન, ફ્રાન્સ અને સ્વિટઝર્લેન્ડમાં કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. જોકે, હાલમાં ઈઝરાયલ સામે લડી રહેલા ઈરાનમાં પણ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. કઈ પહેલી ફિલ્મ હતી, જ્યાં શૂટિંગ ઈરાન જેવા દેશમાં કરવામાં આવ્યું હતું પણ તમને ખબર છે કે સૌથી પહેલી હિન્દી ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું અને રસપ્રદ વાત એ હતી કે આ ફિલ્મમાં ઈરાનના કલાકારોએ અભિનય કર્યો હતો, જ્યારે આ ફિલ્મમાં ગુજરાતી અભિનેતા હરિભાઈ જેઠાલાલ જરીવાલાએ કામ કર્યું હતું.

ફિલ્મ ઈરાનમાં 1972માં બનાવી હતી
ભારત અને પાકિસ્તાન પછી વધુ બે દેશ મહાયુદ્ધની એરણે છે. દિવસે દિવસે સંબંધો વકરી રહ્યા છે, જેમાં હુમલાઓની વચ્ચે માનવજાતની ખુવારી અને સરકારના કરોડો-અબજો રુપિયાનું ખર્ચો થઈ રહ્યો છે. યુદ્ધની વાત પડતી મૂકીએ અને ફિલ્મની વાત કરીએ સૌથી પહેલી ફિલ્મ ઈરાનમાં 1972માં બનાવી હતી. ઈરાનમાં શૂટ કરનારી ફિલ્મનું નામ હતું સુબહ ઓ શામ. આ ફિલ્મમાં ઈરાનના લોકોને પણ અભિનયની તક મળી હતી, જ્યારે સેકન્ડ લીડ રોલમાં સંજીવ કુમારે ભૂમિકા ભજવી હતી.

ઈરાનીમાં ફિલ્મનું નામ હોમયે સાદાત હતું
સુબહ ઓ શામ રિલીઝ થયા પછી ભારતની સાથે ઈરાનમાં રિલીઝ કરવામાં આવી હતી. સુબહ ઓ શામ ફિલ્મને ઈરાનમાં નામ આપ્યું હતું ખુશી કી ચિડિયા એટલે ઈરાની નામ હોમયે સાદાત હતું. તેનું ડાયરેક્શન રામ ઔર શ્યામ બનાવનારા તાપી ચાણક્યનું હતું. ફિલ્મમાં મુખ્ય અભિનેતા વહીદા રહેમાન અને ઈરાની એક્ટર મોહમ્મદ અલી ફરદીન હતા તથા ભારતના અભિનેતા સંજીવ કુમાર હતા. સંજીવ કુમારે મોહમ્મદ અલી ફરદીનના નાના ભાઈનો અભિનય કર્યો હતો. બીજી બાજુ હિંદીનું ડબિંગ સત્યેન કપ્પુએ કર્યું હતું.

બે કલ્ચરનું પ્રતીક બની હતી આ ફિલ્મ
ઈરાનના અન્ય અભિનેતામાં જાફરી, લોરેટા, ઈરિન, અજાન નામના કલાકારોનો સમાવેશ થયો હતો. ફિલ્મમાં સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડીએ આપી હતી, જ્યારે સિનેમેટોગ્રાફીની જવાબદારી ઈરાનના જાણીતા ડીઓપી ખાનીએ અદા કરી હતી. આ ફિલ્મની સ્ટોરી લવ સ્ટોરી નહીં, પરંતુ બે કલ્ચરના મિલનનું પ્રતીક હતી.

ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઘરમાં થયું હતું
ફિલ્મની સ્ટોરી તહેરાનના બેકગ્રાઉન્ડ પર બનાવી હતી. ઈરાનમાં સેટ અથવા આઉટડોરના બદલે મોટા ભાગે ઘરની અંદર શૂટ કરનારી આ હિન્દી સિનેમામાં જાણીતી બની હતી, પરંતુ દેશના જાણીતા કલાકારોની સાથેની પહેલી હિન્દી-ઈરાની ફિલ્મ પણ હતી અને આ ફિલ્મમાં વહીદા રહેમાન, શિરીન નામની ડાન્સરની ભૂમિકામાં હતી, જ્યારે ફરદીનનો અભિનય અરુણ નામે હતો. બંને એકબીજાને પ્રેમ કરે છે, પરંતુ થોડા દિવસોમાં અરુણ શિરીનને છોડીને બીજી નાજનીન નામની મહિલા સાથે લગ્ન કરે છે. આ ફિલ્મમાં લતા મંગેશકર, આશા ભોસલે, મોહમ્મદ રફી જેવા ગાયકોએ ગીત ગાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!