હોળી પર બની રહ્યો છે આ ખાસ યોગ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પિરિયડ
હોળીએ રંગોનો તહેવાર છે અને આ દિવસે લોકો દુશ્મની ભૂલીને રંગોનો આ તહેવાર હસી-ખુશીથી સેલિબ્રેટ કરે છે. આ વર્ષે આ રંગોનો તહેવાર 14મી માર્ચના ઉજવવામાં આવશે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ વખતની હોળી ખૂબ જ ખાસ રહેવાની છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર હોળી પર આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. એટલું જ નહીં, આ જ દિવસે ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. ગજકેસરી યોગને કારણે અમુક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે. ચાલો તમને જણાવીએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
મિથુનઃ મિથુન રાશિના જાતકો માટે હોળીનો સમય ખૂબ જ લાભદાયી રહેશે. આ સમયગાળો જમીન, પ્રોપર્ટી વગેરે ખરીદવા માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે. નવું ઘર ખરીદવાનું સપનું પણ સાકાર થઈ રહ્યું છે. પ્રોપર્ટીની ખરીદ-વેચાણ માટે પણ આ સમયે સારો રહેશે. માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. ઘર-પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. પિતાનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે.
સિંહઃ સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો નકામા ખર્ચથી બચવાનો રહેશે. કોઈ જગ્યાએ રોકાણ કરવા માટે આ એકદમ અનુકૂળ સમય છે. આ સમયે કોઈ જગ્યાએ ડૂબેલા પૈસા પાછા મળી શકે છે. સંતાન આ સમયે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે.
મકરઃ મકર રાશિના જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે એ લોકોને નવી નોકરી મળી શકે છે. જીવનમાં સુખ, શાંતિ આવશે. આવકમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે. તાણ-ચિંતામાંથી મુક્તિ મળી રહી છે. ઘરમાં પૂજા-વગેરેનું આયોજન કરશો. આ સમય નવો બિઝનેસ શરૂ કરવા માટે એકદમ અનુકૂળ છે.