વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનો ડંકો વગાડનાર ડી. ગુકેશ છે કોણ, જાણો સિદ્ધિઓને?
ચેસની દુનિયામાં અવનવા વિક્રમો બનાવીને 17 વર્ષના ગુકેશે કમાલ કરી છે. 17 વર્ષની કારકિર્દીમાં અવનવા રેકોર્ડ બનાવીને ગુકેશે વિક્રમો બનાવ્યા છે ત્યારે ગુરુવારે વધુ વિક્રમ સર્જીને ગુકેશે ભારત જ નહીં દુનિયામાં ડંકો વગાડ્યો છે. 12 વર્ષ સાત મહિના અને 17 દિવસની ઉંમરે ભારતના સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર બનીને ગુકેશે નવો ઈતિહાસ સર્જ્યો છે. કોણ છે ગુકેશ અને કેટલો પરિશ્રમ કર્યો છે એની સફળતાના મુકામે કઈ રીતે પહોંચ્યો એની વિગતવાર વાતો જાણીએ.
ચીનનું સપનું ચકનાચૂર કર્યું
ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે ગુરુવારે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના ચૌદમા અને અંતિમ રાઉન્ડમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને ચેમ્પિયન બનીને નવા ઈતિહાસનું નિર્માણ કર્યું છે. લિરેનને હરાવીને સૌથી યુવા વયનો વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો છે. ડી ગુકેશે અઢાર વર્ષની ઉંમરે સૌથી નાની વયે ચેમ્પિયન બનવાનું મુકામ હાસલ કર્યું છે. ચીનના ડિંગ લિરેનની હરાવીને ડી ગુકેશે ચીનના ચેમ્પિયન બનવાના સપનાને તોડ્યું છે.
ક્યાંનો રહેવાસી છે ડી ગુકેશ?
પોતાની કારકિર્દીમાં 2,500 રેટિંગ પાર કરનારા ગુકેશ ટેક્નિકલ સાધનસામગ્રી અને કમ્પ્યુટરથી દૂર રહીને ચેસ માટે તૈયારી કરી હતી અને આ મુદ્દે વિશ્વનાથ આનંદે પણ તેની પ્રશંસા કરી હતી. ચેન્નઈના ડી ગુકેશનું પૂરું નામ ડોમારાજુ ગુકેશ છે. ગુકેશના પિતા ડોક્ટર છે, જ્યારે વ્યવસાયે માઈક્રોબાયોલોજિસ્ટ છે. સાત વર્ષની ઉંમરથી ચેસ રમવાનું શરુ કર્યું હતું.
શરુઆતમાં ગુકેશને ભાસ્કરે કોચિંગ આપ્યું હતું ત્યારબાદ વિશ્વનાથ આનંદે પણ તેને ચેસ અંગેની જાણકારી આપી હતી. 2015માં એશિયાઈ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં અંડર નાઈન અને અંડર 12 વર્ગમાં 2018માં વર્લ્ડ યંગ ચેસ ચેમ્પિયનશિપ જીત્યો હતો. ગુકેશે અત્યાર સુધીમાં પાંચ ગોલ્ડ એશિયાઈ યૂથ ચેમ્પિયનશિપ જીત્યો છે.

2022માં પણ રેકોર્ડ બનાવ્યો હતો
ઓક્ટોબર 2022માં ગુકેશે એમચેસ રેપિડ ટૂર્નામેન્ટમાં મેગ્નસ કાર્લસનને વિશ્વ ચેમ્પિયન બન્યા પછી તેને હરાવનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો. ઓગસ્ટ 2023ની રેગિંય યાદીાં ગુકેશે 2750 રેટિંગ સુધી પહોંચનારો અત્યાર સુધીનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો. 2023માં વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. મેગ્નસ કાર્લસનને હરાવ્યા પહેલા ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચ્યો હતો. સપ્ટેમ્બર 2023ની યાદીમાં ગુકેશે વિશ્વનાથ આનંદને પાછળ રાખ્યો હતો. 37 વર્ષમાં પહેલી વખત એવું બન્યું હતું કે આનંદ ટોચના ક્રમે હતો નહીં.
ગુકેશે ગેરી કાસ્પારોવનો રેકોર્ડ તોડ્યો
અંતિમ મેચ ડ્રો તરફ જઈ રહી હતી ત્યારે ચીનના લિરેનની એક ભૂલે ગુકેશને જીત અપાવી હતી. ભારતીય યુવા ગ્રાન્ડમાસ્ટર ગુકેશે લિરેનને 7.5-6.5થી હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. 12 વર્ષ પછી પહેલી વખત કોઈ ભારતીય ચેસ પ્લેયરે ભારતને ખિતાબ અપાવવામાં સફળતા હાંસલ કરી છે. ગુકેશે 18 વર્ષ, આઠ મહિના અને 14 દિવસની ઉંમરમાં આ એવોર્ડ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. તેને ગેરી કાસ્પારોવનો રેકોર્ડ તોડ્યો છે, જે 22 વર્ષની ઉંમરે ચેમ્પિયન બન્યો હતો.
ગુકેશ પૂર્વે વિશ્વનાથન આનંદ ચેસ ચેમ્પિયન હતા
ગુકેશના પહેલા ભારતના વિશ્વનાથન આનંદ (2000, 2002 અને 2007 અને 2013)માં વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો હતો. ગુકેશ માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. આ વર્ષે ગુકેશ અનેક વખત ચેમ્પિયન બની ચૂક્યો છે, જેમાં કેન્ડિડેડટ 2024 ટૂર્નામેન્ટ, ચેસ ઓલ્મિયાડનો સમાવેશ થાય છે, જેમાં તેને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કેન્ડિડેડસ ચેસ ટૂર્નામેન્ટ જીત્યા પછી ગુકેશે 40 વર્ષ પહેલા મહાન પ્લેયર ગેરી કાસ્પારોવ દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડને તોડ્તા દુનિયાના સૌથી નાની ઉંમરના ગ્રાન્ડમાસ્ટર બન્યો છે. રશિયાના પૂર્વ મહાન ચેસ ચેમ્પિયન કાસ્પારોવ 22 વર્ષના હતા ત્યારે 1984માં રશિયાના અનાતોલી કારપોવ સાથે ક્વોલિફાય કર્યું હતું.
